નિર્ભયા કેસ / સુપ્રીમે વિનયની અરજી ફગાવી, દોષિતોને અલગ અલગ ફાંસીની અરજી પર સુનાવણી દરમિયાન જસ્ટિસ ભાનુમતિ બેભાન થયા

Nirbhaya Gangrape Case Convict Vinay Sharma Death Penalty Mercy Petition SC Hearing
Nirbhaya Gangrape Case Convict Vinay Sharma Death Penalty Mercy Petition SC Hearing

  • મુકેશ, વિનય, અક્ષયના દરેક કાયદાકીય વિકલ્પ ખતમ, માત્ર પવન પાસે ક્યુરેટિવ પિટીશન અને દયા અરજીનો વિકલ્પ બાકી
  • નિર્ભયાના માતા-પિતા અને કેન્દ્રએ ટ્રાયલ કોર્ટમાં નવું વોરન્ટ જાહેર કરવાની અરજી કરી છે, સુનાવણી 17 ફેબ્રુઆરીએ થશે

Divyabhaskar.com

Feb 14, 2020, 04:20 PM IST

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે દયા અરજી પર રાષ્ટ્રપતિના નિર્ણયને પડકારતી દોષી વિનય શર્માની અરજી ફગાવી દીધી છે. જસ્ટિસ આર ભાનુમતિ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એએસ બોપન્નાની બેન્ચે કહ્યું કે, રાષ્ટ્રપતિએ વિનયની અરજી ફગાવતા પહેલાં દરેક મુદ્દાઓ અને દસ્તાવેજોને ધ્યાનમાં લીધા છે. સુપ્રીમ કોર્ટે વિનયની મનોરોગી હોવાની અરજી પણ નકારી દીધી છે. કોર્ટે કહ્યું છે કે, દોષીની સામાન્ય મેડિકલ કન્ડીશન દર્શાવે છે કે તે માનસિક રીતે સામાન્ય છે. ત્યારપછી નિર્ભયાના દોષિતોને અલગ-અલગ ફાંસી આપવાની કેન્દ્રની અરજી પર સુનાવણી દરમિયાન જસ્ટિસ આર ભાનુમતિ બેભાન થઈ ગયા હતા. બેભાન થતાં તેમને તુરંત કેબિનમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારપછી બેન્ચે સુનાવણી સ્થગિત કરીને આ વિશે પછી આદેશ આપવા કહ્યું છે.

ટ્રાયલ કોર્ટે નિર્ભયા કેસમાં દોષી પવન ગુપ્તા માટે ગુરુવારે વકીલની નિમણૂક કરી છે. જોકે પવને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી (DLSA) દ્વારા આપવામાં આવેલા વકીલની સેવા લેવાનો ઈન્કાર કરી દીધો છે. જોકે આ વિશે કોર્ટ તરફથી નારાજગી વ્યક્ત કરવામાં આવી છે કે, પવન તેની લીગલ પ્રક્રિયામાં વાર કરી રહ્યો છે. મુકેશ, અક્ષય, વિનય તેમના દરેક કાયદાકીય વિકલ્પ વાપરી ચૂક્યા છે. માત્ર પવન જ એવો છે કે તેની પાસે હજી ક્યુરેટિવ પિટીશન અને દયાની અરજીનો વિકલ્પ બાકી છે.

પવને કોર્ટમાં કહ્યું છે કે, તેણે તેના જૂના વકીલ રદ કરી દીધા છે અને નવા વકીલની પસંદગી કરવા માટે તેને સમયની જરૂર છે. કોર્ટે નિર્ભયાના પરિવારજનો અને દિલ્હી સરકારની તે અરજી પર સુનાવણી કરી હતી જેમાં દોષિતોને ફાંસી માટે નવું ડેથ વોરન્ટ જાહેર કરવાની માંગણી કરવામાં આવી હતી. આ મામલે હવે કોર્ટ 17 જાન્યુઆરીએ સુનાવણી કરશે.

X
Nirbhaya Gangrape Case Convict Vinay Sharma Death Penalty Mercy Petition SC Hearing
Nirbhaya Gangrape Case Convict Vinay Sharma Death Penalty Mercy Petition SC Hearing

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી