તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • In The Modi Government, The Fund Is Halved; 5670 Crore Projects Were Approved In 5 Years, But 76% Could Not Be Spent

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોદી સરકારમાં ફન્ડ અડધું થયું; 5 વર્ષમાં મહિલા સુરક્ષાના 5670 કરોડના પ્રોજેક્ટ મંજૂર તો થયા, પરંતુ 76% રકમ ખર્ચ ન કરી શકી સરકાર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નવી દિલ્હીઃ બુધવાર / તારીખઃ 7 મે 2014 / જગ્યાઃ બેતિયા બિહાર/ ભાજપની ચૂંટણી રેલી. ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોલી રહ્યું છે- ભાઈઓ-બહેનો... દિલ્હીની ધરતી પર નિર્ભયા કાંડ થયો. એક ગરીબ છોકરીને મારી નાખવામાં આવી. તેની પર બળાત્કાર થયો. આ નિર્ભયાનો કાંડ પણ તમારી આંખો સમક્ષ થયો. આ ખરાબ રાજકારણ છે કે નહિ ? તમે 1000 કરોડ રૂપિયાનો નિર્ભયાનો ફન્ડ બનાવ્યો, એક વર્ષ થઈ ગયું, એક પૈસાનો પણ ખર્ચ કરવામાં આવ્યો નથી. આ ગંદુ રાજકારણ છે કે નહિ. આ નિર્ભયાની સાથે છેતરપિંડી છે, આ ખરાબ રાજકારણ છે કે નહિ ?

ખરાબ રાજકારણ કોણ કરે છે ?
મોદીના આ નિવેદનને આજ સુધીમાં 5 વર્ષ 8 મહિના અને 5 દિવસ થઈ ગયા છે. યુપીએ સરકારમાં બનેલું નિર્ભયા ફન્ડ આજે પણ છે. જે નિર્ભયા ફન્ડને એક હજાર કરોડની રકમથી શરૂ કરવામાં આવ્યું હતું. તેની રકમ મોદી સરકારમાં અડધી કરવામાં આવી છે. નિર્ભયા ફન્ડને શરૂ કરવાના બે વર્ષ સુધી જ હજાર કરોડ રૂપિયા નાખવામાં આવ્યા, જોકે છેલ્લા ત્રણ વર્ષમાં તેમાં 1600 કરોડ રૂપિયા જ નાખવામાં આવ્યા. મોદી સરકાર આવ્યા બાદ 2015-16માં તેમાં કોઈ જ રકમ ન ફાળવવામાં આવી. આ વાત સરકારે પોતે 27 જુલાઈ 2018ની લોકસભામાં જણાવી હતી. આ સમયે 11 વિપક્ષી સાંસદોના સવાલ પર મહિલા-બાલ વિકાસ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું હતું કે 2018-19 સુધી નિર્ભયા ફન્ડ માટે પબ્લિક એકાઉન્ટમાં 3,600 કરોડ રૂપિયાનું ફન્ડ ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. 2018-19ના બજેટમાં નિર્ભયા ફન્ડ માટે 500 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, જે અત્યાર સુધીની સૌથી ઓછી રકમ છે.

મહિલા સુરક્ષા માટે ત્રણ મુખ્ય યોજનાઓનું શું થયું?
1) મહિલા પોલીસ વોલેન્ટિયર સ્કીમઃ 22% રકમનો ખર્ચ કરાયો
જૂલાઈ 2019માં તેને શરૂ કરાયું હતું. જેના હેઠળ કોઈ પણ મહિલા અથવા છોકરી વોલેન્ટિયરિંગ કરી શકે છે. આ માટે તેને દકર મહિને 1000 રૂપિયા આપવામાં આવે છે. આ સ્કીમ માટે મહિલા તથા બાળ વિકાસ મંત્રાલય તરફથી 16.23 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, પરંતુ આમાંથી 22% એટલે કે 3.58 કરોડ જ ખર્ચ થયા છે.
2) વન સ્ટોપ સેન્ટર સ્કીમઃ13% રકમનો જ ઉપયોગ થયો
કોઈ પણ પ્રકારની હિંસાથી પીડિત મહિલાઓ અને દીકરીઓને એક જ છત નીચે પોલીસ, કાયદો, મેડિકલ સર્વિસ અને રહેવાની વ્યવસ્થા મળી શકે, તેના માટે 2015માં આ યોજના શરૂ કરાઈ હતી. તેના માટે નિર્ભયા ફંડ દ્વારા 311.14 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, જેમાંથી 43 કરોડ રૂપિયા જ ખર્ચ થયા હતા. એટલે કે જેટલી રકમ આપવામાં આવી હતી, તેનો માત્ર 13% જ ઉપયોગ થઈ શક્યો હતો.
3) મહિલા હેલ્પલાઈન યોજનાઃ 47% રકમને ખર્ચ ન કરી શકાય
મહિલાઓની મદદ માટે કેન્દ્ર સરકારે 2015માં આ યોજનાને શરૂ કરી હતી. જેના માટે સરકાર તરફથી 45.26 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જ્યારે 24.16 કરોડ રૂપિયા જ આ યોજના પર ખર્ચ થયા છે. મહિલા હેલ્પલાઈન માટે સરકાર તરફથી ફાળવવામાં આવેલા પૈસામાં 47% ખર્ચ ન નથી થઈ શકી.
શું છે નિર્ભયા ફંડ?
 ડિસેમ્બર 2012માં થયેલા નિર્ભયા કેસ બાદ 2013-14ના બજેટમાં તાત્કાલિક યુપીએ સરકારે નિર્ભયા ફંડની શરૂઆત કરી હતી. આ ફંડ મહિલા તથા બાળ વિકાસ મંત્રાલય હેઠળ કામ કરે છે. પહેલા બે વર્ષ આમાં મહિલા તથા બાળ વિકાસ મંત્રાલયે આમાં એક હજાર કરોડ રૂપિયા નાંખ્યા હતા. આ જ મંત્રાલય નિર્ભયા ફંડની નોડલ એજન્સી છે. પહેલા આ જ મંત્રાલય બાકી અન્ય મંત્રાલયને ફંડ આપતું હતું, પણ બાદમાં કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર તરફથી નિર્ભયાની સ્કીમ હેઠળ પ્રોગ્રામ અથવા પ્રોજેક્ટ મંત્રાલયને આપવામાં આવે છે, જેથી સંબંધિત મંત્રાલય મંજૂરી આપે છે અને તેને ઈકોનોમિક અફેર્સ મંત્રાલય પાસે મોકલવામાં આવે છે,ઈકોનોમિક અફેર્સ મંત્રાલય તરફથી જ ફંડ ફાળવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો