તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Curative Petition Of 2 Convicts Nirbhaya Case Approved In Supreme Court In Nirbhaya Case Hearing On January 14, 8 Days Before Execution

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુપ્રીમ કોર્ટમાં 2 દોષિતોની ક્યુરેટિવ પિટીશન મંજૂર, ફાંસીના 8 દિવસ પહેલાં 14 જાન્યુઆરીએ સુનાવણી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દોષી વિનય શર્મા અને મુકેશ સિંહે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટીશન દાખલ કરી હતી
  • પટિયાલા હાઉસ કોર્ટે ચારેય દોષિતોને ફાંસી આપવા માટે 22 જાન્યુઆરી નક્કી કરી છે

નવી દિલ્હી: નિર્ભયા ગેંગરેપના ચાર દોષિતોમાંથી વિનય કુમાર શર્મા અને મુકેશ સિંહે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટીશન દાખલ કરી હતી. અરજી સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી છે અને તેની સુનાવણીનો નિર્ણય કર્યો છે. જસ્ટિસ એનવી રમના, અરુણ મિશ્રા, આરએફ નરીમન, આર. ભાનુમતિ અને અશોક ભૂષણની બેન્ચ 14 જાન્યુઆરીએ આ મામલે સુનાવણી કરવાના છે. આ પહેલાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે મંગળવારે નિર્ભયાના ચારેય દુષ્કર્મીઓ અક્ષય ઠાકુર, પવન ગુપ્તા, મુકેશ સિંહ અને વિનય શર્મા સામે ડેથ વોરન્ટ જાહેર કર્યો છે. કોર્ટે ચારેય દોષિતોને 22 જાન્યુઆરીએ સવારે 7 વાગે ફાંસી આપવાનો નિર્ણય આપ્યો છે.


ચારેય દોષિતોએ કોર્ટના નિર્ણય પછી ક્યુરેટિવ પિટીશન દાખલ કરવાની વાત કરી હતી. જ્યારે એક એનજીઓએ નિર્ભયાના દોષિતોને મળવાની મંજૂરી માંગી હતી જેથી તેઓ તેમને અંગદાન માટે પ્રેરિત કરી શકે. દિલ્હીની કોર્ટે આ અરજી શુક્રવારે ફગાવી દીધી હતી. અરજી પ્રમાણે તેઓ સમાજ કલ્યાણ માટે દોષિતોને અંગદાન માટે પ્રેરિત કરવા માંગતા હતા, તેથી તેઓ દોષિતોને મળવા માંગતા હતા. કોર્ટે કહ્યું હતું કે, દોષિતો સામે ડેથ વોરન્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેથી હવે તેમને પરિવારના એક સભ્ય અને વકીલ સિવાય કોઈ નહીં મળી શકે.

નિર્ભયા કેસમાં ઘટનાના 2578 દિવસ પછી ડેથ વોરન્ટ જાહેર થયું
ચારેય દોશિતોને જેલ નંબર 3માં ફાંસી આપવામાં આવશે. ત્રણેય દોષિતોને જેલ નંબર 2માં રાખવામાં આવ્યા છે  અને એકને જેલ નંબર 4માં રાખવામાં આવ્યો છે. નિર્ભયા કેસમાં ઘટનાના 2578 દિવસ પછી ડેથ વોરન્ટ જાહેર કરવામાં આવ્યું છે. 16 ડિસેમ્બર 2012ના રોજ નિર્ભયા સાથે ગેંગરેપ થયો હતો. નવ મહિના પછી સપ્ટેમ્બર 2013માં નીચલી કોર્ટે તેમને ફાંસીની સજા આપી હતી. માર્ચ 2014માં હાઈકોર્ટ અને મે 2017માં સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા યથાવત રાખી હતી.
 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો