• Home
  • Dvb Original
  • Nirbhaya Case Latest News; Court sentenced accused in 9 months, high court confirmed death penalty in 6 months, Supreme court took 19 months to set up bench

નિર્ભયા કેસ / નીચલી કોર્ટે 9 મહિના અને હાઈકોર્ટે 6 મહિનામાં આરોપીઓને ફાંસીની સજા સંભળાવી, સુપ્રીમ કોર્ટમાં 19 મહિનામાં બેંચ બની

Nirbhaya Case Latest News; Court sentenced accused in 9 months, high court confirmed death penalty in 6 months, Supreme court took 19 months to set up bench

  •  નિર્ભયા કેસના 6 આરોપીઓમાંથી એકે આત્મહત્યા કરી, એક સગીર 3 વર્ષની સજા કાપીને છૂટી ગયો છે, બાકીના 4 આરોપી જેલમાં
  • સુપ્રીમ કોર્ટે મે 2017માં નિર્ણય આપ્યો, 7 મહિના બાદ ત્રણ આરોપીઓએ રિવ્યૂ પિટીશન દાખલ કરી, ચોથો આરોપીએ 9 ડિસેમ્બરે આ અરજી દાખલ કરી હતી 

Divyabhaskar.com

Dec 20, 2019, 10:26 AM IST

નવી દિલ્હીઃ નિર્ભયા દુષ્કર્મ કેસના ચારેય આરોપીઓને મુકેશ સિંહ, પવન ગુપ્તા, અક્ષય ઠાકુર અને વિનય શર્માને ફાંસી આપવાનો મામલો હજુ કોર્ટની પ્રક્રિયામાં છે. 16 ડિસેમ્બર 2012માં દિલ્હીમાં ચાલતી બસમાં છ લોકોએ નિર્ભયા સાથે ગેંગરેપ કર્યો હતો. 13 દિવસ બાદ નિર્ભયાનું મોત થયું હતું. નિર્ભયાના આરોપીઓને નીચલી કોર્ટમાં 9 મહિનામાં જ ફાંસીની સજા સંભળાવી દીધી હતી. ત્યારબાદ 6 મહિનામાં દિલ્હી હાઈકોર્ટે પણ સજા યથાવત રાખી, પરંતુ માર્ચ 2014માં મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. ત્યાં પણ 38 મહિના બાદ તેની પર નિર્ણય આવ્યો હતો. ત્યારબાદ પણ આરોપીઓ પાસે ઘણા કાયદાકીય રસ્તાઓ બચ્યા હતા, જેનો ઉપયોગ કરીને તેમની ફાંસી ટળતી રહી હતી.સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ આરોપીઓને 30 દિવસની અંદર રિવ્યૂ પિટીશન દાખલ કરવાની હતી, પણ દુષ્કર્મઓએ ઘણા મહિના બાદ રિવ્યૂ પિટીશન દાખલ કરી હતી.

શા માટે આ કેસ આટલો લાંબો ચાલ્યો?

1) બેંચની રચના કરવામાં 19 મહિનાનો સમય લાગ્યોઃ સુપ્રીમ કોર્ટના વકીલ વિરાગ ગુપ્તા જણાવે છે કે 13 માર્ચ,2014ના રોજ દિલ્હી હાઈકોર્ટે ચારેય આરોપીઓને ફાંસીની સજાને યથાવત રાખી હતી. ત્યારબાદ 15 માર્ચ 2014ના રોજ મામલો સુપ્રીમ કોર્ટે પહોંચી ગયો છે, પરંતુ આ કેસની સુનાવણી કરવા માટે કરવા માટે બેંચની રચના કરવામાં 19 મહિના લાગી ગયા હતા. 3 એપ્રિલ 2016ના રોજ આ મામલાની સુનાવણી જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ આર ભાનુમતિની બેંચે શરૂ કરી હતી. 1 વર્ષ સુધી ચાલેલી સુનાવણી બાદ કોર્ટે 5મી મે2017ના રોજ નિર્ણય સંભળાવી ચારેય આરોપીઓની ફાંસીની સજા યથાવત રાખી હતી.

2)રિવ્યૂ પિટીશનઃ સુપ્રીમ કોર્ટના નિયમો પ્રમાણે, નિર્ણય આવ્યાના 30 દિવસની અંદર રિવ્યૂ પિટીશન દાખલ કરી શકાય છે. જો કે, સ્પેશ્યલ કેસમાં 30 દિવસ બાદ પણ દાખલ કરાયેલી રિવ્યૂ પિટીશન અંગે સુપ્રીમ કોર્ટ વિચાર કરી શકે છે. વિરાગ ગુપ્તાના જણાવ્યા પ્રમાણે, સુપ્રીમ કોર્ટે 5મી મે, 2017ના રોજ નીચલી કોર્ટ અને હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખતા ચારેય આરોપીઓને ફાંસીની સજા સંભળાવી હતી. ત્યારબાદ ત્રણેય આરોપીઓએ રિવ્યૂ પિટીશન દાખલ કરાવવા માટે 6 મહિના કરતા વધારે સમય લીધો હતો. એક આરોપીએ તો અઢી વર્ષ બાદ આ ડિસેમ્બરમાં રિવ્યૂ પિટીશન દાખલ કરી છે.

ચોથા આરોપીની ક્યૂરેટિવ પિટીશન ફગાવી દેવાઈ, ત્યારે પણ તે રાષ્ટ્રપતિ પાસે દયા અરજી મોકલી શકે છે

નિર્ણય બાદ રિવ્યૂ પિટીશનનો વિકલ્પ હોય છે. પણ રિવ્યૂ પિટીશન પણ ફગાવી દેવાય તો ક્યૂરેટિવ પિટીશન કરવાનો અધિકાર છે. ચારેય આરોપીઓએ રિવ્યૂ પિટીશન કરી દીધી છે, જેમાંથી ત્રણની ફગાવાઈ હતી. વિરાગ ગુપ્તાના કહ્યાં પ્રમાણે, જો ચોથા આરોપીની પિટીશન પણ ફગાવી દેવાય તો આ ચારેય પાસે ક્યૂરેટિવ પિટીશન કરવાનો વિકલ્પ બચી જાય છે. ક્યૂરેટિવ પિટીશન ફગાવાયા બાદ આરોપીઓ પાસે રાષ્ટ્રપતિ પાસે દયા અરજી દાખલ કરવાનો પણ અધિકાર છે.

નીચલી કોર્ટ, હાઈકોર્ટથી માંડી સુપ્રીમ કોર્ટે પણ ફાંસી આપી

  • મોત પહેલા નિવેદનઃ નિર્ભયાએ મોત પહેલા નિવેદન આપ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ગંભીર હાલતમાં પણ તેમને નિવેદન આપ્યું. તેની પર શંકા ન કરી શકાય.
  • ફોરેન્સિક એવિડેન્સઃ પીડિતાના શરીર પાસેથી મળી આવેલા નમૂમાઓ સાથે આરોપીઓના ડીએનએ પ્રોફાઈલ મેચ થયા.
  • સત્તાવાર રેકોર્ડઃ પોલીસે અક્ષય, મુકેશ, પવન અને વિનયનો કાવતરું ઘડ્યું હોવાનો ગુનો સાબિત થયો. તે દુષ્કર્મ પીડિતા અને તેના મિત્ર પર બસ ચઢાવીને તેમને કચડી દેવા માંગતા હતા.
  • સાક્ષીઃ પીડિતા સાથે બસમાં મુસાફરી કરનાર મિત્રએ આરોપીઓ વિરુદ્ધ સાક્ષી આપી.તેની વાતને કોર્ટમાં સૌથી વિશ્વાસપાત્ર ગણવામાં આવી
X
Nirbhaya Case Latest News; Court sentenced accused in 9 months, high court confirmed death penalty in 6 months, Supreme court took 19 months to set up bench

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી