• Gujarati News
  • National
  • Nirbhaya Case Latest News And Updates: Hearing In The Trial Court Today On The Death Warrant Of The Culprits

‘જજ સાહેબ, હાથ જોડું છું, મહેરબાની કરીને મારી પુત્રીના દુષ્કર્મીઓ માટે ડેથ વોરંટ ઇશ્યૂ કરી દો.’

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શું પીડિતાના ન્યાયથી વધારે મહત્ત્વના થઈ ગયા ગુનેગારના કાયદાના અધિકાર?
  • ચારેય દોષિતોને અલગ અલગ ફાંસી આપવાની માંગ અંગે મંગળવારે કેન્દ્ર અને દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી
  • સુપ્રીમ કોર્ટે દોષિતો પાસે જવાબ માંગ્યો, કહ્યું-સુનાવણીની ટ્રાયલ કોર્ટ દ્વારા નવું ડેથ વોરંટ જાહેર કરવાના મામલામાં કોઈ અસર નહીં થાય

નવી દિલ્હીઃ બુધવારે પણ સુનાવણી દરમિયાન નિર્ભયાના દુષ્કર્મીઓ વિરુદ્ધ ડેથ વોરંટ ઇશ્યૂ થઈ શક્યું નહોતું. પટિયાલાહાઉસ કોર્ટમાં ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડેલી નિર્ભયાની માતાએ કહ્યું કે આ કેસમાં 7 વર્ષ થઈ ચૂક્યા છે. હું પણ માણસ છું. મારા અધિકારોનું શું થશે? હું તમારી સમક્ષ હાથ જોડું છું કે મહેરબાની કરીને ડેથ વોરંટ ઈશ્યૂ કરો. તેમણે કહ્યું કે તેઓ હવે થાકી ચૂક્યા છે. નિરાશ થઈ ચૂક્યા છે.  પીડિતાના ન્યાયની સામે ગુનેગારોના કાનૂની અધિકારો વધુ મહત્ત્વના સાબિત થઈ રહ્યાં છે. આ અગાઉ સુનાવણીમાં એક નવો વળાંક આવ્યો હતો. કોર્ટમાં જણાવાયું હતું કે ચારમાંથી ત્રણ ગુનેગારો અક્ષય, વિનય અને પવનના વકીલ એ.પી.સિંહ હવે પવનના વકીલ નથી. આથી કોર્ટે નિર્ભયાના માતા-પિતા અને દિલ્હી સરકારની ડેથ વોરંટ ઇશ્યૂ કરવાની સુનાવણી ગુરુવાર સુધી ટાળી દીધી હતી. એડીશનલ સેશન જજ ધર્મેન્દ્ર રાણાએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ગુનેગાર પવન ગુપ્તાને નવો વકીલ આપવા આદેશ કર્યો હતો. જજે કહ્યું હતું કે ગુનેગારોને આખરી શ્વાસ સુધી કાયદાની મદદ લેવાનો અધિકાર છે. તેમણે પવન તરફથી કરાતા વિલંબ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.


નિર્ભયાના માતા-પિતા દિલ્હી સરકારે આ માટે પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી કરી હતી. ટ્રાયલ કોર્ટે જ ચારેય દોષિતોની ફાંસી પર અલગ અલગ આદેશ સુધી અટકાવી છે. દોષિત વિનય શર્મા, મુકેશ કુમાર સિંહ, પવન ગુપ્તા અને અક્ષય ઠાકુરને 1 ફેબ્રુઆરીએ સવારે 6 વાગ્યે ફાંસી આપવાની હતી, પરંતુ 31 જાન્યુઆરીએ કોર્ટે આને અનિશ્વિતકાળ માટે ટાળી દેવાઈ હતી. બીજી બાજુ દોષિત વિનય શર્માએ  દયા અરજી ફગાવવા માટે રાષ્ટ્રપતિના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. તેને પોતાને માનસિક રોગી ગણાવી ફાંસીને ઉંમરકેદમાં ફેરવવાની માંગ કરી છે.

ફાંસીથી બચવા દોષિત વિનયનો નવો પેંતરો
નિર્ભયાકાંડના ગુનેગારોને અલગ અલગ ફાંસી આપવાની માગ પર કેન્દ્ર અને દિલ્હી સરકારની અરજી પર સુપ્રીમકોર્ટે ચારેય દોષિતને નોટિસ જારી કરીને જવાબ માગ્યો છે. સુપ્રીમકોર્ટે સ્પષ્ટતા કરી છે કે આ સુનાવણીની ટ્રાયલ કોર્ટ દ્વારા નવું ડેથ વૉરંટ જારી કરવા પર અસર નહીં પડે. જસ્ટિસ આર. ભાનુમતિની અધ્યક્ષતા ધરાવતી જસ્ટિસ અશોક ભૂષણ અને એ.એસ. બોપન્નાની ખંડપીઠે આ મામલાની સુનાવણી 14 ફેબ્રુઆરીએ નક્કી કરી છે.
સુપ્રીમકોર્ટે નોટિસ જારી કર્યા પછી નિર્ભયાનાં માતા-પિતા અને દિલ્હી સરકારે પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી કરીને નવું ડેથ વૉરંટ જારી કરવા અપીલ કરી છે. બાદમાં કોર્ટે પણ તમામ દોષિતને નોટિસ ફટકારી છે, જે મુદ્દે બુધવારે બપોરે બે વાગ્યા પછી સુનાવણી થશે. આ દરમિયાન ટ્રાયલ ફાંસીથી બચવા વિનયે પોતાને માનસિક રોગી ગણાવ્યો. નિર્ભયાકાંડના ગુનેગાર વિનય શર્માએ ફાંસીથી બચવા નવો પેંતરો અજમાવ્યો છે. તેણે દયાઅરજી ફગાવવાના રાષ્ટ્રપતિના નિર્ણયને સુપ્રીમકોર્ટમાં પડકાર્યો છે. વકીલ એ.પી. સિંહ થકી દાખલ અરજીમાં તેણે કહ્યું છે કે હું માનસિક રીતે બીમાર છું, જેથી મને ફાંસી ના આપી શકાય. તિહાર જેલમાં સતત ટોર્ચર કરવાથી હું ઈમેન્સ સાઈકોલોજિકલ ટ્રોમામાંથી પસાર થઈ રહ્યો છે. આ ઉપરાંત તેણે જેલમાં સારવારના દસ્તાવેજો આપીને ફાંસીની સજા આજીવન કારાવાસમાં બદલવાની માંગ કરી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 1 ફેબ્રુઆરીએ તેની દયાઅરજી ફગાવી દીધી હતી.

પ્રજાનો ન્યાયતંત્રમાં વિશ્વાસ ઘટી રહ્યો છે: કેન્દ્રની સુપ્રીમમાં રજૂઆત
કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમકોર્ટને કહ્યું કે ગુનેગારો ચોક્કસ વ્યૂહનીતિ હેઠળ કેસ લાંબો ખેંચી રહ્યા છે. તેમને એકસાથે ફાંસી આપવાના બદલે, અલગ અલગ ફાંસી આપવાની મંજૂરી આપવામાં આવે. આજે દુષ્કર્મીઓનું એન્કાઉન્ટર થાય તો પ્રજા ઉજવણી કરે છે. સજામાં મોડું થવાથી પ્રજાનો ન્યાયતંત્રમાં વિશ્વાસ પણ ઘટી રહ્યો છે. દિલ્હી હાઈકોર્ટના આદેશ છતાંયે ફાંસીમાં મોડું કરવા દોષિત પવન ગુપ્તાએ હજુ સુધી દયાઅરજી દાખલ નથી કરી.
આ મુદ્દે જસ્ટિસ અશોક ભૂષણે કહ્યું કે તમે જે માગી રહ્યા છો તેનાથી તો મામલો હજુ વધુ લંબાશે કારણ કે, આ પ્રકારની માગ યોગ્ય છે કે નહીં તે મુદ્દે કાયદાકીય રીતે વિચાર કરવામાં સમય લાગી શકે છે.

અન્ય સમાચારો પણ છે...