નિર્ભયા કેસ / કેન્દ્રની અરજી પર સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે સુનાવણી, દોષી પવન માટે વકીલ અંજના પ્રકાશને અમિક્સ ક્યૂરે બનાવ્યા

nirbhaya case convict pawan lawyer AP singh Supreme court hearing Patiala house court death warrant News and updates

  • ગઈ કાલની સુનાવણીમાં દોષી પવનના પિતાએ કહ્યું- વકીલ ન હોવાના કારણે મારો દીકરો કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ નથી કરી શકતો
  • ગઈ કાલની સુનાવણીમાં પણ ડેથ વોરન્ટ જાહેર ન થતા નિર્ભયાની માતા જજ સામે રડી પડી
  • નિર્ભયાના દોષી પવન ગુપ્તાએ અત્યાર સુધી ક્યુરેટિવ પિટીશન અને દયા અરજીનો ઉપયોગ નથી કર્યો

Divyabhaskar.com

Feb 13, 2020, 02:53 PM IST

નવી દિલ્હી: નિર્ભયા કેસમાં દોષિતોને અલગ અલગ ફાંસી આપવાની માગંણી વાળી કેન્દ્રની અરજી પર સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે સુનાવણી થવાની છે. કોર્ટે દોષિતોને શુક્રવાર સુધી કેન્દ્રની અરજી પર જવાબ દાખલ કરવા કહ્યું છે. તે સાથે જ સીનિયર વકીલ અંજના પ્રકાશને દોષી પવન ગુપ્તાનું પ્રતિનિધિત્વ કરવા એમિકસ ક્યૂરે (ન્યાય મિત્ર) નિમ્યા છે.

આ ઉપરાંત નિર્ભયાના અન્ય એક આરોપી વિનયની અરજી વિશે પણ આજે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી થવાની છે. વિનયે દયા અરજી નકારવા માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નિર્ણય વિરુદ્ધ અરજી કરી છે. વકીલ એ.પી સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, તે માનસિક બિમાર છે અને કાયદાકીય રીતે માનસિક રોગીને ફાંસી આપવામાં નથી આવતી. રાષ્ટ્રપતિએ 1 ફેબ્રુઆરીએ વિનયની દયા અરજી ફગાવી દીધી હતી.

તે અરજીમાં વિનયે કહ્યું હતું કે, તિહાર જેલમાં તેને સતત માનસિક ત્રાસ આપવામાં આવે છે અને તેથી તેને સાઈકોલોજિકલ ટ્રોમા નામની માનસિક બિમારી થઈ ગઈ છે. તેણે જેલમાં સારવારના દસ્તાવેજ આપીને ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવવાની માંગણી કરી છે.

નિર્ભયાના દોષિતોની ફાંસીની સજા સતત પાછળ ઠેલાઈ રહી છે. પટિયાલા હાઉસ કોર્ટે પહેલાં 22 જાન્યુઆરીનું ડેથ વોરન્ટ જાહેર કર્યું હતું અને ત્યારપછી 1 ફેબ્રુઆરીનું ડેથ વોરન્ટ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ દોષિતો દ્વારા સતત કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી હવે ફાંસીની સજા સતત પાછળ ઠેલાઈ રહી છે. બુધવારે 12 ફેબ્રુઆરીએ થયેલી સુનાવણીમાં દોષી પવનના પિતાએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે તેમની પાસે વકીલ ન હોવાના કારણે તેમનો દીકરો કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ કરી શકતો નથી. આ મામલે આજે ફરી સુનાવણી થવાની છે.

કોર્ટે પવનને નવા વકીલ પસંદ કરવાની છૂટ આપી
બુધવારે સુનાવણી દરમિયાન સરકારી વકીલ ઈરફાન અહમદે જણાવ્યું કે, પવનના વકીલ એપી સિંહે તેની નોટિસ લેવાની ના પાડી છે અને કહ્યું છે કે, હવે તેઓ પવનનો કેસ નહીં લડે. આ માટે કોર્ટે અન્ય દોષી મુકેશના વકીલ વૃંદા ગ્રોવરને પવનની વકીલાત કરવા પૂછ્યું તો તેમણે પણ ઈનકાર કરી દીધો છે. કોર્ટ આ મામલે આજે ફરી સુનાવણી કરવાની છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ આ ઘટનાના અન્ય એક દોષી વિનય શર્માની અરજી ઉપર પણ સુનાવણી કરશે. વિનયે રાષ્ટ્રપતિએ દયાની અરજી નકારવાના નિર્ણય વિરુદ્ધ એક અરજી દાખલ કરી છે.

આરોપી અંતિમ શ્વાસ સુધી કાયદાકીય મદદનો હકદાર
કોર્ટે લીગલ એડ ઓફિસરને આદેશ આપ્યો છે કે તેઓ વકીલોની યાદી તિહાર જેલ અધિકારી દ્વારા પવનને મોકલે. કોર્ટે પવનને વકીલની પસંદગી કરવાની છૂટ આપી છે. આ વિશે નિર્ભયાના પિતાએ કહ્યું કે, દોષીને વકીલ આપવાની છૂટથી અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે. ત્યારે જજે કહ્યું હતું કે, કોઈ પણ દોષીને અંતિમ શ્વાસ સુધી કાયદાકીય મદદ મેળવવાનો અધિકાર હોય છે. જોકે કોર્ટે પવન દ્વારા સમયની માંગણી સામે નારાજગી વ્યક્ત કરી છે. હકીકતમાં નિર્ભયાના માતા-પિતા અને સરકારી વકીલે મંગળવારે નિર્ભયાના દોષિતો સામે ત્રીજુ ડેથ વોરન્ટ જાહેર કરવાની અરજી કરી હતી.

પવનની અરજી ન સ્વીકારીને દોષિતોના વકીલ એ.પી સિંહે એક નવું કાવતરું કર્યું
સરકારી વકીલ ઈરફાન અહમદે કોર્ટને જણાવ્યું કે, તેમણે દોષિતોને નોટિસ જાહેર કરી હતી પરંતુ દોષિતોના વકીલ એ.પી સિંહે પવન તરફથી નોટિસ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે અને કહ્યું છે કે, તેઓ હવે પવન તરફથી કેસ નહીં લડે. આ સંજોગોમાં કોર્ટે કહ્યું કે, પવનને કાયદાકીય સહાય મળવી જોઈએ. કોર્ટે અન્ય દોષી મુકેશના વકીલ વૃંદા ગ્રોવરને પૂછ્યું કે, શું તેઓ પવન તરફથી વકીલાત કરવા માંગે છે? ત્યારે વૃંદા ગ્રોવરે પણ આ કેસ લડવાની ના પાડી છે. હવે કોર્ટે દોષી પવનને અન્ય વકીલ આપવાનો આદેશ કર્યો છે. આ સંજોગોમાં પવનને ક્યારે વકીલ મળશે અને તે સંપૂર્ણ કેસ સમજવામાં કેટલી વાર કરશે તેના આધારે આગામી કાયદાકીય લડાઈ લડવામાં આવશે. આમ, આ સમગ્ર પ્રક્રિયામાં પવનની ફાંસીની સજા પાછળ ઠેલાઈ શકે છે. અને નિયમ પ્રમાણે એક જ કેસના દરેક દોષિતોને એક સાથે જ ફાંસી આપવાની જોગવાઈ કરવામાં આવી હોવાથી આ ફેબ્રુઆરી મહિનામાં તો નિર્ભયાને દોષિતોને ફાંસી થવી અશક્ય જ લાગી રહી છે.

X
nirbhaya case convict pawan lawyer AP singh Supreme court hearing Patiala house court death warrant News and updates
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી