મલેશિયા / હિન્દુઓની વિરુદ્ધ નફરત ફેલાવનાર નિવેદન આપવા બાબતે ઝાકિર ઘેરાયો, પોલિસ કરશે પુછપરછ

  • ઝાકિરે કહ્યું- મલેશિયામાં હિન્દુઓને ભારતના મુસ્લિમોથી વધુ અધિકાર
  • સરકારે તેને બહુમતી મુસ્લિમ અને માઈનોરિટી હિન્દુઓની વચ્ચે નફરત ફેલાવનારું નિવેદન ગણયું

Divyabhaskar.com

Aug 16, 2019, 04:02 PM IST

કુલાઆલમ્પુરઃ મલેશિયા સરકારે ઝાકિર નાઈકને નફરત ફેલાવનાર નિવેદનો આપવા બદલ પુછપરછ માટે બોલાવ્યા છે. જોકે નાઈકે કહ્યું હતું કે મલિશેયામાં હિન્દુઓને ભારતના મુસ્લમાનો કરતા 100 ગણા વધુ અધિકાર મળ્યા છે. મલેશિયાના ગૃહ મંત્રી મુહીદ્દીન યાસીને કહ્યું કે અમે તેને ભેદભાવ અને સંવેદનશીલ મામલો માનીએ છીએ. પોલિસે ઝાકિરને પુછપરછ માટે બોલાવ્યો છે.

મલેશિયામાં હિન્દુ લધુમતી સમુદાય

મલેશિયાની વસ્તી લગભગ 3 કરોડ 20 લાખ છે. તેમાં 60 ટકા મુસ્લમાન છે. પછીથી સૌથી વધુ વસ્તી હિન્દુઓની છે. અહીંનું રાજકારણ અને કારોબાર પણ હિન્દુઓથી ખૂબ જ પ્રભાવિત છે. એવામાં ઝાકીરનું નિવેદન બંને સમુદાય માટે ભડકાઉ માનવામાં આવી રહ્યું છે.

ગૃહમંત્રી યાસીને કહ્યું, હું તમામ પક્ષોને યાદ અપાવવા માંગુ છું કે મલેશિયાની કાયદાકીય એજન્સીઓ સામાજિક સદભાવના અને શાંતિ પર ખતરો બનાવનાર લોકો પર કાર્યવાહી કરવા વિશે કયારેય વિચારશે નહિ.

ઝાકિરને ભારત મોકલવાની માંગ કરી ચૂક્યા છે મલેશિયા સરકારના મંત્રી

મલેશિયાના માનવ સંસાધન વિકાસ મંત્રી એમ. કુલસેગરને ઝાકિર નાઈકને ભારતના હવાલે કરવાની માંગ કરી છે. મંગળવારે કુલસેગરને એક પત્ર બહાર પાડ્યો- ઝાકિર મલેશિયાના કરદાતાઓના પૈસા પર અહીં મોજ કરી રહ્યો છે. તેની પર ગંભીર આરોપ છે. તે મલેશિયામાં નફરત ફેલાવવાનું ષંડયત્ર બનાવી રહ્યો છે. તેને ભારતને સોપી દેવો જોઈએ.

મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદ પહેલા નાઈકના પ્રત્યાર્પણથી ઈન્કાર કરી ચૂક્યા છે પરંતુ હવે આ ઈસ્લામિક ધર્મગુરુનો ત્યાં વિરોધ વધી ગયો છે. મહાતિરે સુરક્ષાના કારણોનો હવાલો આપીને ભારત ન મોકલવાની વાત કહી હતી, જોકે તેમણે કહ્યું હતું કે જો કોઈ દેશ ઝાકિરને લેવવા માંગે છે તો તેનું સ્વાગત છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી