અનઔપચારિક મુલાકાત / 6 કલાક સાથે રહેશે મોદી-જિનપિંગ, ડીનરમાં સાઉથ ઈન્ડિયન વાનગીઓ પીરસાશે

Modi-Jinping will be accompanied by six hours, South Indian dishes will be served at dinner

  • ચેન્નાઈ એરપોર્ટ પર પારંપારિક રીતે જિનપિંગનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
  • જિનપિંગ બે દિવસની અનઔપચારિક મુલાકાત માટે ભારત આવ્યા છે

Divyabhaskar.com

Oct 11, 2019, 04:05 PM IST

મહાબલીપુરમ: ભારત અને ચીન વચ્ચે થઈ રહેલી બીજી ઈન્ફોર્મલ સમિટમાં ભાગ લેવા માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચેન્નાઈ પહોંચી ગયા છે. તેમના બે દિવસની યાત્રા દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ઘણી મુલાકાત કરશે અને દક્ષિણ ભારતના કલ્ચરને સારી રીતે જાણશે. આ દરમિયાન ચીની રાષ્ટ્રપતિ જિનપિંગને સાઉથ ઈન્ડિયન ભોજન ચાખશે.

તમિલાનાડુના મહાબલીપુરમના ચીન સાથે ઐતિહાસીક સંબંધોના કારણે આ મુલાકાતને પણ ખાસ માનવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શી જિનપિંગને જાતે જ આ કલ્ચર વિશે સમજાવશે.

શી જિનપિંગને ડિનરમાં જે સાઉથ ઈન્ડિયન થાળી પીરસાશે તેમાં આ વાનગીઓ સામેલ હોવાની શક્યતા

  • થક્કાલી રસમ
  • કઢલાઈ કુરુમા
  • કવાનરસી હલવા
  • અરચુવિતા સાંભર

આ સિવાય પણ દક્ષિણ ભારતની ઘણાં પ્રકારની પ્રખ્યાત ડિશ શી જિનપિંગને પીરસવામાં આવશે. આ પહેલાં જ્યારે શી જિનપિંગ ચેન્નાઈ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે પણ તેમનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં તેમનું સ્વાગત કરવા તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામી, ઉપમુખ્યમંત્રી ઓ. પન્નીરસેલ્વમ હાજર રહ્યા હતા.

ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે આજે સાંજે 6 કલાક માટે મુલાકાત થશે. આ દરમિયાન 40 મિનિટ સુધીની વન ટુ વન મીટિંગ થશે. ત્યારપછી બંને દેશો તરફથી એક પ્રેસ સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવશે.

X
Modi-Jinping will be accompanied by six hours, South Indian dishes will be served at dinner
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી