સોશિયલ સ્ક્રોલ / ઈન્ડિગોની એરહોસ્ટેસે ફ્લાઈટમાં સૂતેલી બરખા દત્તને લખ્યું, ‘તમે જેવાં મારફાડ, અદભુત, સુંદર છો એવાં જ રહેજો’

IndiGo's Airhostess wrote to Barkha Dutt, who is on a flight,

Divyabhaskar.com

Sep 12, 2019, 09:40 PM IST

સોશિયલ મીડિયા પર પત્રકાર બરખા દત્ત વન ઓફ ધ મોસ્ટ હેટેડ સેલિબ્રિટીઝમાં શુમાર થાય છે. બરખા કોઈપણ સ્ટેટસ/ટ્વીટ મૂકે કે તરત જ નીચે હજારો રાઈટ વિંગર ધિક્કારવાદીઓ એને ટ્રોલ કરવા તૂટી પડે. આજે પણ બરખા દત્તના નોન-ફિક્શનલ પુસ્તક ‘ધ અનક્વાએટ લેન્ડ’નું ‘એમેઝોન’ યુઝર્સ રેટિંગ માત્ર 2 સ્ટાર જ છે. તેમાં પણ 1 સ્ટાર આપનારા યુઝર્સનું પ્રમાણ 72 ટકા છે. સ્વાભાવિક રીતે જ એમાં એમની વિરુદ્ધના હેટ કેમ્પેઇનનો ફાળો મોટો છે. થોડા સમય પહેલાં બરખા દત્ત પર અબ્યુસિવ ફોન-મેસેજિસનું પ્રમાણ એટલું બધું વધી ગયેલું કે એમણે સાઈબર પોલીસમાં ફરિયાદ પણ લખાવી હતી. આટલું ઓછું હોય તેમ કાશ્મીરમાં આર્ટિકલ-370 હટાવવાના મુદ્દે પણ એમણે જે કેન્દ્ર સરકાર વિરોધી સ્ટેન્ડ લીધું એમાં પણ એમની ખાસ્સી વગોવણી થઈ.

લેકિન 12 સપ્ટેમ્બરની સવારે એમણે એક ક્યૂટ અને હાર્ટવોર્મિંગ ટ્વીટ મૂકી. બરખાએ એક હસ્તલિખિત પત્રનો ફોટોગ્રાફ અપલોડ કર્યો અને લખ્યું કે, ‘કોલકાતા જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં હું જ્યારે ગાઢ ઊંઘમાં હતી ત્યારે શિલ્પા નામની એક કેબિન ક્રૂ મેમ્બરે મારી પાસે આ હૂંફાળો અને લવલી લેટર મૂકી દીધેલો. આ પત્ર બદલ શિલ્પાનો હું પર્સનલી આભાર ન માની શકી. સો, થેન્ક યુ શિલ્પા ફોર અ સ્ટર્લિંગ ફ્લાઈટ. બેસ્ટ ઓફ વિશિસ ઈન્ડિગો.’

શિલ્પા ડોબ્રિયાલ નામની એર હોસ્ટેસે એકદમ મરોડદાર હસ્તાક્ષરમાં લખેલા તે પત્રના વાક્યે વાક્યે બરખા પ્રત્યેનો અહોભાવ ટપકે છે. પત્ર કંઈક આવો હતો,

‘ડિયર મિસ બરખા,
ઈન્ડિગો સાથે ઉડાન ભરવા બદલ થેન્ક યુ. તમારી સાથે સફર કરવી તે અમારા માટે ગૌરવની વાત હતી. તમે અમારા જેવી સ્ત્રીઓને ભરપુર પ્રેરણા પૂરી પાડો છો. તમે જેવાં મારફાડ, અદભુત અને સુંદર છો એવાં જ રહેજો. મને આશા છે કે તમારી સફર આરામદાયક રહી હશે. કીપ રોકિંગ!!
રિગાર્ડ્સ, શિલ્પા ડોબ્રિયાલ.’

આનો ઈન્ડિગોએ પણ ‘થેન્ક યુ’વાળો પ્રત્યુત્તર પાઠવ્યો છે. અલબત્ત, આ ટ્વીટ નીચે પણ ટ્રોલિયાઓએ દૂધપાકમાં કડછા માર્યા છે, પરંતુ એકવાર મરોડદાર અક્ષરોવાળો એ હૂંફાળો પત્ર વાંચી લઈએ પછી મનમાંથી કડવાશ થોડી ઓછી થાય એવું છે એ તો નક્કી વાત છે.

અને હા, યુવતીઓમાં બરખા દત્તની લોકપ્રિયતાનો પુરાવો પણ આ સાથે મળી ગયો!

  • મનોહરલાલ ખટ્ટર કો ગુસ્સા ક્યોં આતા હૈ?

હરિયાણામાં નવેમ્બર મહિનામાં વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે. અત્યારે તમે હરિયાણા બાજુ આંટો મારો તો તમને માણસો કરતાં પોલિટિકલ હોર્ડિંગ્સની સંખ્યા વધારે દેખાય એવો માહોલ છે. ચારેકોર ‘ફિર એક બાર, મનોહર સરકાર’નાં પાટિયાં ઝૂલે છે. ઈવન ત્યાંનાં ઘણાં હોર્ડિંગ્સ વિશેનું અંગત ઓબ્ઝર્વેશન તો એવું પણ છે કે તેમાં હરિયાણા ભાજપના ઉમેદવારોની છબિઓમાં કાં તો મોદી સાહેબની તસવીર શોધવા માટે દૂરબીન લેવું પડે અથવા તો એમની તસવીરો તદ્દન ગાયબ છે!

એની વે, પણ બુધવારે એક ચૂંટણી રોડ શોમાં ખટ્ટર સાહેબનો દુર્વાસા મિજાજ બરાબરનો દેખાઈ આવ્યો. થયું એવું કે એક ટ્રક પર ચડેલા મનોહરલાલ ખટ્ટર એક હાથમાં પરશુરામનું શસ્ત્ર એવું પરશુ લઈને બોલી રહ્યા હતા કે, ‘દુશ્મનો કા નાશ કરને કે લિયે…’ એ વખતે એમની આસપાસના છૂટભૈયા નેતા કમ ચાકરો એમના માથે કાગળનો મુગટ પહેરાવવાની વેતરણમાં હતા. એનાથી અકળાઈને મનોહર રીતસર લાલચોળ થઈ ગયા. એમણે પાછા ફરીને પોતાના જ સાથીદાર પર પરશુ ઉગામીને દુર્વાસા સ્ટાઈલમાં જ કહ્યું કે, ‘ગરદન કાટ દૂંગા તેરી…’ આ ધમકી એમણે જેને આપી એની ઉંમર પણ ઓલમોસ્ટ મનોહરલાલ જેટલી જ માલુમ પડતી હતી.

હવે આ મોકો એમના વિરોધીઓ થોડા છોડે! હરિયાણા કોંગ્રેસે તરત જ એ વીડિયો શૅર કરીને લખ્યું કે, ‘ગુસ્સો અને અહંકાર સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ખટ્ટર સાહેબ કો ગુસ્સા ક્યોં આતા હૈ? પરશુ લઈને પોતાના જ નેતાને કહે છે, ગરદન કાટ દૂંગા તેરી. તો પછી જનતા સાથે શું કરશે?’

વેલ, જનતા સાથે એ શું કરશે એ પહેલાં ચૂંટણી વખતે જનતા એમની સાથે શું કરશે એ તો ખબર પડી જ જવાની છે!

  • એટલિસ્ટ હોંગકોંગના પત્રકારોમાં તો સત્તા સામે ટકી રહેવાની ખુમારી અકબંધ છે

હોંગકોંગમાં સામ્યવાદી ચીનની સરમુખત્યારીનો વિરોધ ભડકે બળી રહ્યો છે. ત્યાં લાખો લોકો રસ્તાઓ પર ઊતરી આવીને શાંતિપૂર્વ વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. હોંગકોંગના વિશાળ શોપિંગ મોલ્સ વિરોધ પ્રદર્શનોનાં ગ્રાઉન્ડમાં કન્વર્ટ થઈ ગયાં છે. ત્યાંના એક સ્થાનિક સંગીતકારે કમ્પોઝ કરેલું ‘ગ્લોરી ટુ હોંગકોંગ’ પણ અત્યારે ત્યાંનું બિનસત્તાવાર રાષ્ટ્રગીત બની ગયું છે.

પરંતુ ત્રણ દિવસ પહેલાં હોંગકોંગ પોલીસે યોજેલી એક પત્રકાર પરિષદમાં ગજબ ઘટના બની. પત્રકાર પરિષદમાં તમામ પત્રકારો માથા પર હેલમેટ, આંખો પર પ્રોટેક્ટિવ ગ્લાસ પહેરીને અને ગળામાં ગેસ માસ્ક લટકાવીને આવ્યા હતા. વાત એમ હતી કે ગયા વીકએન્ડમાં હોંગકોંગ પોલીસે એક પત્રકારની આંખોમાં પેપરસ્પ્રે છાંટીને એને ભારે ટોર્ચર કરેલો. તેની સામે પત્રકારોનું આ વિરોધ પ્રદર્શન હતું. હોંગકોંગના તમામ પોલીસ વડાઓની હાજરીમાં પ્રેસ કોન્ફરન્સ સ્ટાર્ટ થાય તે પહેલાં એક પત્રકાર આગળ આવ્યો, હાથમાં પોતાના એ ટોર્ચર કરાયેલા સાથીદારનો ફોટોગ્રાફ રાખ્યો અને જર્નલિસ્ટિક આલમ તરફથી વિરોધનો ઠરાવ પણ વાંચી સંભળાવ્યો. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓ મોં વકાસીને જોઈ રહ્યા હતા. આ વીડિયો એલેહાન્દ્રો આલ્વારેસ નામના હોંગકોંગ બેઝ્ડ પત્રકારે જ શૅર કર્યો છે.

અલબત્ત, આની સામે પોલીસનું બયાન આવ્યું છે કે વિરોધ પ્રદર્શનકારીઓ અને પત્રકારો વચ્ચેની ઓળખ કરવી અઘરી છે વગેરે. ચીનના રાક્ષસી પંજા સામે લોકોનું કેવુંક ચાલે છે એ તો આવનારા સમયમાં જ ખબર પડશે. લેકિન, રવીશ કુમારના શબ્દોમાં કહીએ તો હોંગકોંગમાં પણ એટલિસ્ટ કોઈક તો છે જે લડી રહ્યું છે.

X
IndiGo's Airhostess wrote to Barkha Dutt, who is on a flight,
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી