રાજીનામું / વાડ્રાએ રાહુલના નિર્ણયની પ્રશંસા કરી, કહ્યું- દેશના 65 ટકા યુવાઓને તમારા પર ભરોસો

Vadra praised Rahul's decision and said, 65 percent of the youth in the country trust you

  • રોબર્ટ વાડ્રાએ લખ્યું- જેનસેવા કોઇ પદની મોહતાજ નથી હોતી
  • રાહુલે લોકસભા ચૂંટણીમાં હાર બાદ 25 મેના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યું હતું

Divyabhaskar.com

Jul 13, 2019, 05:36 PM IST

નવી દિલ્હી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ રાહુલ ગાંધીના રાજીનામાની પ્રશંસા કરી . ફેસબુર પર રોબર્ટે લખ્યું- તમે દેશના યૂથ આઇકન છો. તેઓ તમને દિશા દેનાર તરીકે જૂએ છે. તમારા આ નિર્ણયમાં હું તમારી સાથે છું. જનસેવા કોઇ પદવીની મોહતાજ નથી હોતી.

વાડ્રાએ લખ્યું- રાહુલ, મને તમારાથી ઘણુ શીખવાનો મોકો મળ્યો છે. આપણા દેશમાં લગભગ 65 ટકા યુવા એવા છે જેઓ તમારા માર્ગદર્શનમાં વિશ્વાસ રાખે છે. તમે તમારા ખૂબ જ સાહસિક અને દ્રઢ સંકલ્પિત વ્યક્તિત્વનો પરિચય આપ્યો છે. તમારા જમીની સ્તર પર કામ કરવા અને દેશની જનતા સાથે નજીકથી જોડાવવાનો નિર્ણય ખૂબ સરાહનીય છે

X
Vadra praised Rahul's decision and said, 65 percent of the youth in the country trust you
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી