ઉત્તર પ્રદેશ / 40 વર્ષ જૂનો કાયદો ખતમ, મુખ્યમંત્રીએ કહ્યું- દરેક મંત્રી પોતાનો ટેક્સ જાતે ચૂકવે

UP CM Yogi Adityanath said ministers to start paying income tax, After 40 yrs

  • નાણા મંત્રી સુરેશ ખન્નાએ જણાવ્યું કે, રાજ્ય સરકારે આ વિશે આદેશ જાહેર કર્યો છે
  • 1981માં કાયદા પ્રમાણે મુખ્યમંત્રી અને મંત્રીઓના ટેક્સ રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવતા હતા
  • ગયા નાણાકીય વર્ષ અંતર્ગત રાજ્ય સરકારે મંત્રીઓના ટેક્સ તરીકે 68 લાખ રૂપિયાની ચૂકવણી કરી હતી

Divyabhaskar.com

Sep 14, 2019, 11:24 AM IST

લખનઉ: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંત્રીઓને કહ્યું છે કે, હવે તેમનો ટેક્સ તેમણે જાતે જ ચૂકવવો પડશે. તે સાથે જ ચાર દશકાઓથી ચાલતો દાયકો પૂરો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી મંત્રીઓના ટેક્સ રાજકીય ખજાનામાંથી ભરવામાં આવતો હતો. આ વિશે રાજ્ય સરકારે આદેશ પણ જાહેર કર્યો છે.

હકીકતમાં આ કાયદો 1981માં આવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી આ કાયદાને મીડિયામાં પણ ઘણો વખોડવામાં આવ્યો હતો. આ કાયદા પ્રમાણે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને મંત્રીઓને તેમનો ઈન્કમટેક્સ જાતે ચૂકવવાનો નહતો. તેમનો ટેક્સ રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવતો હતો. આ નિર્ણય 1981માં લેવામાં આવ્યો હતો.

અમને આ કાયદા વિશે કોઈ માહિતી નથી: રાજકીય નેતા
આ પહેલાં ન્યૂઝમાં જ્યારે આ વાત આવી હતી ત્યારે ઘણાં રાજકીય નેતાઓએ કહ્યું હતું કે, તેમને યુપીના આ એક્ટ વિશે કોઈ માહિતી નથી. ઉત્તર પ્રદેશના નાણામંત્રી સુરેશ ખન્નાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી દરેક મંત્રીઓનો ટેક્સ રાજકીય ખજાનામાંથી ભરાતો હતો. મુખ્યમંત્રીના નવા આદેશ પ્રમાણે હવે દરેક મંત્રીએ તેમનો ટેક્સ જાતે ભરવો પડશે.

આ કાયદાનો લાભ 19 મુખ્યમંત્રીઓએ લીધો
આ કાયદો ત્યારે આવ્યો ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિશ્વનાથ પ્રતાપ સિંહ હતા. ત્યારથી લઈને અત્યાર સુધી 19 મુખ્યમંત્રી આવ્યા છે અને અંદાજે 1 હજાર મંત્રીઓ રહ્યા છે. જે મુખ્યમંત્રીઓએ તેમનો ટેક્સ બચાવ્યો તેમાં દરેક પાર્ટીના નેતા સામેલ છે. તેમાં મુલાયમ સિંહ યાદવ, અખિલેશ યાદવ, માયાવતી, કલ્યાણ સિંહ, રામ પ્રકાશ ગુપ્તા, રાજનાથ સિંહ, શ્રીપતિ મિશ્રા, વીર બહાદુર સિંહ અને એનડી તિવારીનું નામ સામેલ છે.

નાણામંત્રાલયે જણાવ્યું છે કે, ગયા નાણાકીય વર્ષ અંતર્ગત રાજ્ય સરકારમાં મંત્રીઓના ટેક્સ તરીકે રૂ. 86 લાખની ચૂકવણી કરવામાં આવી છે.

X
UP CM Yogi Adityanath said ministers to start paying income tax, After 40 yrs
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી