પંજાબ / ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ છતા 5 દાયકાઓથી હુસૈનીવાલામાં સરહદ પાર તિરંગો ઉતારવાની પરંપરા યથાવત

tradition of unloading the tricolor continues at the border in Hussainiwala Punjab

  •  કાશ્મીરમાં અનુચ્છેદ 370 ખતમ થયા બાદ પાકિસ્તાન સાથે સરહદ પર તણાવ ચાલી રહ્યો છે 
  •  પાકિસ્તાને વેપાર અટકાવ્યો, ટ્રેન બંધ કરી પરંતુ હુસૈનીવાલામાં બિટીંગ રિટ્રીટ સેરેમનીની પરંપરા હજુ બદલાઈ નથી 

Divyabhaskar.com

Aug 15, 2019, 02:16 PM IST

ફિરોઝપુર(અમિત કુમાર નિરંજન/ રવિ કુમાર) કાશ્મીરમાં અનુચ્છેદ 370 ખતમ થયા બાદ પાકિસ્તાન સાથે સરહદ પર તણાવ ચાલી રહ્યો છે. સમજૌતા એક્સપ્રેસ રદ કરવાથી માંડી વેપાર સુધીના સંબંધો તોડી બન્ને દેશો એક બીજા પર દબાણ બનાવવાના પ્રયાસમાં છે. પરંતુ પંજાબમાં હુસૈનીવાલા વિસ્તારમાં થનારી પાંચ દાયકા જુની બીટિંગ રિટ્રીટ સેરેમની આજે પણ પરંપરા પ્રમાણે યથાવત છે.

પાંચ મિનીટ સુધી ઝીરો લાઈન પાર કરે છે જવાન

  • ભારત- પાકિસ્તાન સરહદ પર હુસૈનીવાલામાં રોજ સાંજે ભારત અને પાકિસ્તાનના જવાન પોતાનો ઝંડો ઉતારવા માટે પાંચ મિનીટ સુધી ઝીરો લાઈન પાર કરે છે. આ પરંપરા 1971 અને 1999માં કારગીલ યુદ્ધ સમય અને બાલાકોટ હુમલા વખતે પણ તૂટી ન હતી.
  • હુસૈનીવાલા વિસ્તાર પંજાબના ફિરોઝરપુરથી 11 કિમી દૂર છે. અહીં ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવનું સમાધિ સ્થળ આવેલું છે. પરંતુ ભારત-પાકિસ્તાન સરહદ પર સાંજે થતી બીટિંગ રિટ્રીટ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે.

ઝંડો ઉતારવા માટે સરહદ પાર શા માટે કરે છે?

  • દિલ્હીમાં BSF જનસંપર્ક અધિકારી શિબેન્દુ ભારદ્વાજે જણાવ્યું કે, ભારત-પાકિસ્તાનના ભાગલા મહેસૂલી વિસ્તારના આધારે પાડવામાં આવ્યા હતા, જેમાં હુસૈનીવાલાનો આ વિસ્તાર પણ સામેલ હતો. ત્યારબાદ આ વિસ્તારમાં ભારત-પાકિસ્તાનના મધ્ય આંતરરાષ્ટ્રીય બાઉન્ડ્રી નક્કી કરવામાં આવી હતી.
  • શિબેન્દુ ભારદ્વાજે જણાવ્યું કે, નકશા પ્રમાણે ભાગલા પાડવા સરળ હતા, પરંતુ જમીન પર આ રેખા બનાવવી કઠિન હતી કારણ કે જમીન પર રેખા બનાવતી વખતે ઘણા કિલોમીટર અને ઘણા મીટરનું અંતર આવી જાય છે. 1965માં BSF બન્યા બાદ પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં બીટિંગ રિટ્રીટ સેરેમની શરૂ થઈ હતી.
X
tradition of unloading the tricolor continues at the border in Hussainiwala Punjab
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી