નવી દિલ્હી / ખર્ચ બચાવવા માટે રોબોટ વિમાન ખેંચે છે, સ્લિમ એર હોસ્ટેસ અને ગાલીચા પણ હળવા કરાયા

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

Divyabhaskar.com

Jul 14, 2019, 02:53 AM IST

શરદ પાન્ડેય, નવી દિલ્હીઃ પહેલા એર લાઇન્સ પર તોળાતું આર્થિક સંકટ અને પછી જેટ એરવેઝની દુર્ગતિ. છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતીય એરલાઇન્સ પર આર્થિક બોજ વધતો જ જાય છે. તેનાથી બચવા માટે એવિયેશન કંપનીઓ પોતાના ખર્ચા ઓછા કરી રહી છે. વિમાન ઉડાડવામાં થતા કુલ ખર્ચમાં 40 ટકા માત્ર ફ્યૂઅલમાં થાય છે. એ જ કારણ છે કે મોટા ભાગની એવિયેશન કંપનીઓ નફો કરવા કે ખોટ ઘટાડવા ફ્યુઅલનો વપરાશ ઘટાડવાની કોશિશ કરી રહી છે. વાંચો અહીં એવા જ કેટલાક રસપ્રદ પ્રયાસો અંગે જે ચર્ચામાં પણ છે...

1 ટેક્સીબોટથી ફ્લાઇટદીઠ 213 લિટર ફ્યૂઅલ બચી રહ્યું છે
ટેક્સીબોટ 1 સેમી રોબોટ મશીન છે. રોબોટ 9.5 મીટર લાંબા, 4.5 મીટર પહોળા છે. ટેક્સીબોટ ચલાવનારી કંપની કેએસયુ એવિયેશનના કમ્યુનિકેશન હેડ(ભારત) સંજય બહાદુર જણાવે છે કે એરક્રાફ્ટદીઠ 213 લિટર ફ્યૂઅલ બચાવે છે. તેમાં 400-400 હોર્સપાવરના બે એન્જિન લાગેલાં છે. જે એરક્રાફ્ટનાં તમામ ઉપકરણોને વીજળી પહોંચાડે છે. એન્જિન બંધ થવા છતાં પાઇલટ કમાન્ડ આપે છે તેવી જ રીતે વિમાન રનવે સુધી પહોંચી જાય છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી