અયોધ્યા કેસ / સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો અંતિમ નહીં હોય, પક્ષકારો પાસે છે રિવ્યુ પિટીશનનો વિકલ્પ

The Supreme Court verdict will not be final, the parties have the option of review petition

  • ચુકાદો આપનારી બેન્ચ સમક્ષ જ પક્ષકારો રિવ્યુ પીટિશન દાખલ કરી શકે છે
  • ક્યુરેટિવ પીટિશનનો વિકલ્પ પણ મળશે, જેમાં મૂળ ચૂકાદા સામે નહિ પરંતુ કેટલીક જોગવાઈ સામે પુનઃ વિચારણા અરજી કરી શકાય છે

Divyabhaskar.com

Nov 09, 2019, 12:46 PM IST
નવી દિલ્હી: રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ અંગે શનિવારે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ફેંસલો આપતાં વિવાદિત સ્થાન મંદિર માટે કેન્દ્ર સરકારને સોંપ્યું છે. અલબત્ત, બે સદી જૂના આ વિવાદમાં હજુ આ ચુકાદો પણ અંતિમ નહિ હોય. ચુકાદાથી અસંતુષ્ટ પક્ષકારો હજુ પણ રિવ્યુ પિટિશન દાખલ કરી શકે છે.

રિવ્યુ પિટીશન એટલે કે પુનઃવિચારણા અરજી કે જે આ ખંડપીઠ સમક્ષ જ આવે છે. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની ખંડપીઠ દ્વારા આ સુનવણી અંગે ચૂકાદો આપ્યા બાદ પક્ષકારોની રિવ્યુ પિટીશન દાખલ કરવામાં આવે તો તેવા સંજોગોમાં સુનવણી કરવી કે નહીં તે અંગે સુપ્રીમે નક્કી કરવાનું રહેશે.

સામાન્ય રીતે રિવ્યુ પિટીશન અંગે ખુલ્લી કોર્ટમાં સુનાવણી થતી નથી પરંતુ ચેમ્બરમાં થાય છે, જો અરજદાર ઓપન કોર્ટમાં સુનવણી કરવા માટે વિનંતી કરે અને કોર્ટ આ માટે તૈયાર થાય તો ઓપન કોર્ટમાં સુનવણી થઈ શકે છે. આ સ્થિતિમાં સુપ્રીમ કોર્ટ ઓપન કોર્ટમાં સુનવણી માટે તારીખ આપશે.

એ પછી બીજો વિકલ્પ ક્યુરેટિવ પિટિશનનો છે. આ અરજીમાં મૂળ ચુકાદા સામે પુનઃ વિચારણા થઈ શકતી નથી, પરંતુ તેમાં સામેલ કેટલીક જોગવાઈઓ અંગે પુનઃ વિચારણાની અરજી પક્ષકારો દાખલ કરી શકે છે. આમ, હજુ પણ આ વિવાદનો પૂર્ણતઃ અને કાયમી નીવેડો આવી ગયો એમ માનવું વહેલું ગણાશે

X
The Supreme Court verdict will not be final, the parties have the option of review petition
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી