અયોધ્યા પર Q&A / સુપ્રીમ કોર્ટે 1992ની ઘટનાને ભૂલ માની, તેને સુધારવા મુસ્લિમોને 5 એકર જમીન આપવા કહ્યું

The Supreme Court mistook the 1992 incident, asking Muslims to give 5 acres of land to rectify it

  • કેન્દ્ર સરકારે અયોધ્યામાં 67 એકર જમીનનું અધિગ્રહણ કર્યું હતું તેમાં જે ભાગ વિવાદ વિનાનો છે તેમાંથી પણ ટ્રસ્ટ અથવા સુન્ની વક્ફ બોર્ડને જમીન આપી શકાય છે

Divyabhaskar.com

Nov 10, 2019, 03:41 AM IST

નવી દિલ્હી: 1528માં મીર બાકીએ અયોધ્યામાં બાબરી મસ્જિદ બનાવી. 307 વર્ષ બાદ 1885માં મામલો પહેલી વખત ફૈઝાબાદની કોર્ટમાં પહોંચ્યો. તેના 125 વર્ષ બાદ 2010માં અલાહાબાદ હાઇકોર્ટે પહેલો મોટો ચૂકાદો આપ્યો. તેને પડકાર આપતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે આજે નિર્ણય સંભળાવ્યો. આ નિર્ણયથી જોડાયેલી મુખ્ય વાતો કઇ છે, હિન્દુ-મુસ્લિમ પક્ષને તેનાથી શું મળ્યું, સરકારની શું ભૂમિકા રહેશે અને શું આ નિર્ણયથી અયોધ્યા વિવાદનો અંત આવી ગયો છે ? ભાસ્કર આ દરેક સવાલના જવાબ આપી રહ્યું છે.

1. ચૂકાદાની ત્રણ મુખ્ય બાબતો કઇ છે?
પહેલી- જન્મભૂમિ રામની જ છે. બાબરી મસ્જિદ નીચે જે માળખું હતું તે ઈસ્લામિક ન હતું. બીજી- મંદિર પણ બનશે અને મસ્જિદ પણ બનશે. મંદિર વિવાદિત જમીન પર અને મસ્જિદ અયોધ્યામાં કોઇ પ્રમુખ સ્થાન પર. ત્રીજી- કેન્દ્ર સરકારની ભૂમિકા હવે મહત્વપૂર્ણ રહેશે. તે મસ્જિદ માટે જમીન ઉપલબ્ધ કરાવવામાં મદદ કરશે. મંદિર માટે ટ્રસ્ટ બનાવશે.

2. જમીન પર માલિકીનો હક કોનો છે ?
સુપ્રીમ કોર્ટે વિવાદિત 2.77 એકડ જમીન રામ મંદિર માટે આપી છે. મતલબ કે સુપ્રીમ કોર્ટે તેને રામ જન્મભૂમિ માની છે. નિર્મોહી અખાડા, હિન્દુ મહાસાભા, શિયા અને સુન્ની વક્ફ બોર્ડ જેવા અલગ અલગ પક્ષોને આ જમીન પર હક નથી આપ્યો. તેની સાથે જ કેન્દ્ર સરકાર સ્વતંત્ર છે કે તેના દ્વારા અધિગ્રહિત લગભગ 64 એકર જમીન પણ તે ટ્રસ્ટને વિકાસ અને અન્ય કામ માટે સોંપી શકે છે.

3. આ નિર્ણયથી હિન્દુ પક્ષને શું મળ્યું ?
દરેક હિન્દુ સંગઠનો વિવાદિત જમીન પર રામ મંદિરનું નિર્માણ ઇચ્છા હતા પરંતુ જમીનની માલિકીના હક પર વિવાદ હતો. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે સમગ્ર 2.77 એકર જમીન રામ મંદિરના નિર્માણ માટે ઉપયોગમાં લેવાશે. વિવાદિત જમીન પર નિર્મોહી અખાડાનો દાવો સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો પરંતુ કેન્દ્રને કહ્યું કે ટ્ર્સ્ટમાં અખાડાને પ્રતિનિધિત્વ આપવા અંગે વિચાર કરે.

4. મંદિર બનવાની પ્રક્રિયા શું રહેશે? મતલબ કોણ બનાવશે?
મંદિર બનાવવાનું કામ ટ્રસ્ટનું રહેશે. અયોધ્યા આંદોલનથી જોડાયેલી સંસ્થા રામ જન્મભૂમિ ન્યાસ પણ સક્રિય છે. પરંતુ સુપ્રીમ કોર્ટે આ ન્યાસનો ઉલ્લેખ નથી કર્યો. આ ન્યાસ સરકાર દ્વારા ગઠિત ટ્રસ્ટનો ભાગ જરૂર બની શકે છે. બીજીત રફ કારસેવકપુરમમાં અત્યાર સુધી જેટલા પથ્થર કોતરાઇ ગયા છે, તેમાંથી 65 ટકા મંદિર તૈયાર થઇ જશે. જો રોજ 1500થી 2500 કારીગરોને કામ પર લગાવવામાં આવે તો મંદિર બનવામાં અઢી વર્ષ લાગશે.
5. મંદિર બનાવવામાં સરકારની શું ભૂમિકા રહેશે ?
સરકારને 3 મહિનાની અંદર ટ્રસ્ટ અને તેના કામ કરવાના નિયમ-કાયદા બનાવવાના છે. ત્યારબાદ મંદિર નિર્માણ માટે જમીન તે ટ્રસ્ટનો સોંપી દેવાની છે. ચીફ જસ્ટિસે કહ્યું કે કેન્દ્ર સરકાર ટ્રસ્ટના પદાધિકારીઓના કામ, અધિકારીઓની સત્તા નક્કી કરે. આ ટ્રસ્ટ મંદિર નિર્માણ, મંદિર વ્યવસ્થા અને તેના વિકાસ સંબંધિત કાર્યો જોશે. વિવાદિત વિસ્તારના બાહ્ય અને અંદરના આંગણા ટ્રસ્ટને સોંપવામાં આવે. કેન્દ્ર સરકાર એ વાત માટે સ્વતંત્ર છે કે તેમના દ્વારા અધિગ્રહિત જમીન પણ તે ટ્રસ્ટને વિકાસ અને અન્ય કાર્યો માટે નવી બની રહેલી સ્કીમ અંતર્ગત સોંપી શકે છે.

6. મુસ્લિમ પક્ષને શું મળ્યું ?
વિવાદિત માળખા પર શિયા વક્ફ બોર્ડ દાવો કરી રહ્યો હતો. બીજી તરફ અલાહાબાદ હાઇકોર્ટના 2010ના ચૂકાદામાં વિવાદિત જમીનનો એક તૃતીયાંશ ભાગ સુન્ની વક્ફ બોર્ડને આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે શિયા બોર્ડનો દાવો ફગાવી દીધો અને સુન્ની વક્ફ બોર્ડને નવી મસ્જિદ બનાવવા માટે અયોધ્યામાં જમીન આપવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે- આ એકદમ સ્પષ્ટ છે કે 16મી સદીમાં ત્રણ ગુંબજ વાળું માળખું હિન્દુ કારસેવકોએ તોડ્યું હતું જેઓ ત્યાં રામ મંદિર બનાવવા ઇચ્છતા હતા. આ એવી ભૂલ હતી જેને સુધારવી પડશે. જો કોર્ટ એ મુસ્લિમોના દાવાને નજરઅંદાઝ કરે છે તો તે ન્યાયની જીત નહીં હોય. ભૂલ સુધારવા માટે મસ્જિદના નિર્માણ માટે જમીન આપવામાં આવે.
7. મસ્જિદ માટે જમીન કોણ આપશે અને તે ક્યાં હશે ?
સુપ્રીમ કોર્ટે ચૂકાદામાં કહ્યું કે કેન્દ્ર સરકાર પવિત્ર અયોધ્યાના કોઇ પ્રમુખ સ્થાન પર મસ્જિદ નિર્માણ માટે 5 એકર જમીન સુન્ની વક્ફ બોર્ડને આપે. ચીફ જસ્ટિસે કહ્યું કે વિવાદિત ક્ષેત્રને ટ્રસ્ટને સોંપવાની સાથે કેન્દ્ર સરકાર પોતાની અધિગ્રહિત 67 એકર જમીનમાંથી સુન્ની વક્ફ બોર્ડને 5 એકર જમીન આપે અથવા તો રાજ્ય સરકાર દ્વારા અન્ય કોઇ સ્થાન પર આપી શકે છે. સુન્ની વક્ફ બોર્ડને પાંચ એકર જમીન આપવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અરસ્પર સહમતિથી નિર્ણય લઇ શકે છે. સુન્ની વક્ફ બોર્ડ તેમને મળેલી પાંચ એકર જમીન પર સ્વયં અથવા અન્ય કોઇ સહયોગથી મસ્જિદ નિર્માણ કરવા માટે સ્વતંત્ર છે.

8. શું આ વિવાદનો અંત થઇ ગયો છે? શું આ ચુકાદાને પડકારી શકાય છે?
આ કહેવું અત્યારે જલદી કહેવાશે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કહ્યું છે કે તેઓ સુપ્રીમ કોર્ટના નિર્ણયને પડકાર આપવા માટે પુનર્વિચાર અરજી પર વિચારી રહ્યા છે. AIMIMના સાંસદ અસદ્દુદ્દીન ઓવૈસીએ તેને તથ્યોની જગ્યાએ આસ્થાની જીત ગણાવી છે. જોકે ઉત્તરપ્રદેશ અને સેન્ટ્રલ સુન્ની વક્ફ બોર્ડે આ નિર્ણયનું સ્વાગત કર્યુ છે અને સ્પષ્ટ કર્યું છે કે તેઓ પુનર્વિચાર અરજી દાખલ કરવા નથી માગતા.

9. આ મામલામાં હવે સરકારની શું ભૂમિકા રહેશે ?
સરકાર સામે ત્રણ પડકાર હશે. પહેલો- મંદિર નિર્માણ માટે બનનારું ટ્રસ્ટ હિન્દુ સંગઠનોના મતભેદનું શિકાર ન બને. બીજો-મસ્જિદ માટે સુન્ની વક્ફ બોર્ડને 5 એકર જમીન એવી મળે જેમાં તેઓ સહમત હોય. ત્રીજો- મંદિર અને મસ્જિદ બન્નેની નિર્માણ પ્રક્રિયા સમયે ઉત્તરપ્રદેશ અને દેશમાં કાયદો વ્યવસ્થા સુચારૂ રહે.

10. નિર્ણય પર પહોંચવા માટે કોર્ટ પાસે સૌથી મોટા ત્રણ આધાર કયા હતા ?
મસ્જિદ નીચે જે માળખું હતું તે ઈસ્લામિક ન હતું. તોડી પડાયેલા માળખા નીચે એક મંદિર હતું આ તથ્યની ખરાઇ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા કરી ચૂક્યું છે.
તોડી પડાયેલું માળખું ભગવાન રામનું જન્મસ્થાન છે, હિન્દુઓની આ આસ્થા નિર્વિવાદિત છે.
સુન્ની વક્ફ બોર્ડ વિવાદિત જમીન પર તેનો દાવો સાબિત કરવામાં અસફળ રહ્યું. મસ્જિદમાં ઇબાદતમાં સમસ્યા છતાંય પુરાવા એ સ્પષ્ટ કરે છે કે ત્યાં પ્રાર્થના સંપૂર્ણપણે ક્યારેય બંધ નથી થઇ .
14 કોસી પરિક્રમા ક્ષેત્રની બહાર 3 સ્થળોએ મસ્જિદ બની શકે છે
સુપ્રીમકોર્ટના નિર્દેશ પર મસ્જિદ ક્યાં બને એ સવાલ પર બાબરી મસ્જિદના પક્ષકાર ઈકબાલ અન્સારીએ કહ્યું કે એ સરકાર નક્કી કરે. તેના વિશે હું કંઈ નહીં કહું. કોર્ટનો ચુકાદો આવી ગયો, મારે અપીલ પણ નથી કરવી. અયોધ્યામાં 14 કોસી પરિક્રમા માર્ગની બહાર મસ્જિદ બનાવવાના નિર્દેશ પછી સૌથી પહેલાં જે સ્થળનું નામ આવી રહ્યું છે તે કુસમાહા ગામ છે જે આંબેડકરનગર જવાના માર્ગ પર દર્શનનગરમાં છે. જોકે આ 14 કોસી પરિક્રમા ક્ષેત્રની થોડીક અંદર છે. માન્યતા છે કે આ ગામમાં મીર બાકીની મજાર છે. જે સ્થળોની ચર્ચા છે તેમાં ચિર્રા જગનપુર-ભદરસાની આજુબાજુનું ક્ષેત્ર છે.

જ્યારે સરયૂમાં રામની 400 કરોડની મૂર્તિ બની રહી છે તો નવું મંદિર તેનાથી કંઇક વધારે જ મોંઘું હશે
ત્રિલોકીનાથ પાંડે કહે છે કે અત્યાર સુધી રામમંદિરનું જે મોડલ તૈયાર હતું અને જેના આધારે પથ્થરો કંડારાયા હતા તેમાં કોઇ કમી નથી. પણ હવે અયોધ્યાવાસીઓ માને છે કે આ મોડલ જે સમયે બન્યું હતું ત્યારથી અત્યાર સુધી દુનિયા ઘણી બદલાઈ છે. કેન્દ્ર સરકારે કાશી વિશ્વનાથ મંદિર માટે કોરિડોર બનાવવા ફક્ત 700 કરોડનું બજેટ નક્કી કર્યુ છે. યોગી સરકાર પહેલાથી જ સરયૂમાં 400 કરોડના ખર્ચે દુનિયાની સૌથી ઊંચી રામ પ્રતિમા બનાવવાનો નિર્ણય કરી ચૂકી છે. તેના મુકાબલે વિહિપના રામમંદિરના નિર્માણનો ખર્ચ સાવ સામાન્ય છે. જૂના મોડલનો કુલ ખર્ચ 140 કરોડ રૂપિયા છે.

X
The Supreme Court mistook the 1992 incident, asking Muslims to give 5 acres of land to rectify it
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી