અયોધ્યા / 200 વર્ષ અગાઉ વિવાદ સામે આવ્યો હતો, ત્રણ કોર્ટમાં 134 વર્ષ સુધી તેને લગતી અરજીઓ પર સુનવણી થઈ

The Ayodhya dispute dates from the year 1528 to the present ....
The Ayodhya dispute dates from the year 1528 to the present ....
X
The Ayodhya dispute dates from the year 1528 to the present ....
The Ayodhya dispute dates from the year 1528 to the present ....

  • ઈતિહાસકારોના મતે બાબરી મસ્જિદ વર્ષ 1528 માં બની હતી, વર્ષ 1813માં હિન્દુ સંગઠનોએ પ્રથમ વખત આ જમીન પર પોતાનો દાવો કર્યો હતો.
  • આ વિવાદ વર્ષ 1855માં બ્રિટીશ અધિકારીઓના રેકોર્ડમાં મળે છે, વર્ષ 1885 માં તે પ્રથમ વખત કોર્ટ સમક્ષ પહોંચ્યો હતો.
  • ફૈજાબાદની જિલ્લા અદાલતે 102 વર્ષ, અલ્લાહબાદ હાઈકોર્ટમાં 23 વર્ષ અને સુપ્રીમ કોર્ટમાં 9 વર્ષ સુધી કેસ ચાલ્યો.

Divyabhaskar.com

Nov 09, 2019, 01:02 PM IST

નવી દિલ્હીઃ હિન્દુ સંગઠનોએ વર્ષ 1813માં પ્રથમ વખત બાબરી મસ્જિદ પર દાવો કર્યો હતો. તેમનો દાવો હતો કે અયોધ્યામાં રામ મંદિર તોડી બાબરી મસ્જિદ બનાવી હતી. તેના 72 વર્ષ બાદ આ કેસ પ્રથમ વખત કોઈ અદાલતમાં પહોંચ્યો. મહંત રધુવર દાસે વર્ષ 1885માં રામ ચબુતરા પર છતરી લગાવવાની અરજી કરી હતી, જેને ફૈજાબાદ ડિસ્ટ્રીક્ટ અદાલતે નકારી દીધી હતી. 134 વર્ષથી ત્રણ અદાલતોમાં આ વિવાદ સાથે જોડાયેલ અરજદારો પર સુનવણી બાદ આ કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો.
 

અયોધ્યાનો શાબ્દિક અર્થ અજેય થાય છે. અયોધ્યા પહેલા વૈષ્ણવ ઉપાસના કેન્દ્ર રહી. પાંચમી સદીમાં તે ગુપ્ત વંશનું રાજ હતું. સાતમી શતાબ્દીમાં આ નગર નિર્જન થઈ ગયું. અયોધ્યાનો નાતો રામના આખ્યાન અને સુર્યવંશ સાથે છે.

ક્યારે બની મસ્જિદ

. ઈતિહાસકારોનો આ અંગે અલગ-અલગ મત છે. મોટાભાગના ઈતિહાસકારોના મતે જદીર ઉદ-દીન મોહમ્મદ બાબર પાણીપતના પ્રથમ યુદ્ધમાં ઈબ્રાહિમ લોદીને હરાવીને ભારત
આવ્યો હતો. તેના કહેવા પર એક સુબેદાર મીર બાકીએ વર્ષ 1528માં અયોધ્યામાં મસ્જિદ બનાવી હતી. તેને બાબર મસ્જિદ નામ આપવામાં આવ્યું હતું. કેટલાક ઈતિહાસકારોનું  માનવું છે કે ઈબ્રાહિમ લોદીના શાસનકાળ (ઈ.સ 1517-23)માં જ મસ્જિદ બની ગઈ હતી. તેને લઈ મસ્જિદમાં એક શિલાલેખ પણ હતો, જેનો ઉલ્લેખ બ્રિટીશ અધિકારી એ ફ્યુહરરે ઘણી જગ્યાએ કર્યો છે. ફ્યુહરરના મતે વર્ષ 1889 સુધી શિલાલેખ બાબરી મસ્જિદમાં હતો.

2. 206 વર્ષ અગાઉ વિવાદ સામે આવ્યો

વર્ષ 1813માં પ્રથમ વખત હિન્દુ સંગઠનોએ દાવો કર્યો હતો કે બાબતે વર્ષ 1528માં રામ મંદિરને તોડીને મસ્જિદ બનાવી હતી. એવું પણ માનવામાં આવે છે કે ફૈજાબાદના અંગ્રેજ
અધિકારીઓએ મસ્જિદમાં હિંદુ મંદિર જેવી કલાકૃત્તિઓ મળી હોવાનો ઉલ્લેખ તેમના અહેવાલમાં પણ કર્યો હતો, ત્યારબાદ  આ દાવો કરવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ IPS અધિકારી
કિશોર કુણાલે તેમના પુસ્તક અયોધ્યા રીવિઝીટેડ માં આ વાક્યનો ઉલ્લેખ કરી લખ્યું છે કે વર્ષ 1813માં મસ્જિદની શિલાલેખ સાથે જ્યારે છેડછાડ થઈ, ત્યારથી એવું કહેવામાં આવવા લાગ્યું કે મીર બાકીએ મંદિર તોડીને મસ્જિદ બનાવી હતી. કુણાલે પુસ્તકમાં લખ્યું છે કે મંદિર વર્ષ 1528 માં તોડવામાં આવ્યું ન હતું, પરંતુ ઓરંગઝેબ દ્વારા નિયુક્ત ફિદાયી ખાને વર્ષ 1660માં તેને તોડી નાંખ્યું હતું.

3. 1855-85: અનેક અંગ્રેજ અધિકારીઓના રેકોર્ડમાં વિવાદ સાથે જોડાયેલ ફરિયાદનો ઉલ્લેખ

હિન્દુઓના દાવા બાદથી વિવાદિત જમીન પર નમાજની સાથે પૂજા થવા લાગી. વર્ષ 1853માં અવધના નવાબ વાજીદ અલી શાહના સમયે પહેલી વખત અયોધ્યામાં સાંપ્રદાયિક
હિંસા થઈ હતી. ત્યારબાદ વર્ષ 1855 સુધી બન્ને પક્ષ એક જ સ્થળ પર પૂજા અને નમાજ કરતા હતા. વર્ષ 1855 બાદ મુસ્લિમોને મસ્જિદમાં પ્રવેશની મંજૂરી મળી, પરંતુ હિન્દુઓને
અંદર જવા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો. આ સંજોગોમાં હિન્દુઓએ મસ્જિદના મુખ્ય ગુંબજથી 150 ફૂટ બનાવવામાં આવેલ રામ ચબુતરા પર પૂજા શરું કરી. વર્ષ 1859માં બ્રિટીશ સરકારે વિવાદિત જગ્યા પર તારની વાડ લગાવી. વર્ષ 1855 થી 1885 સુધી ફૈજાબાદના અંગ્રેજ અધિકારીના રેકોર્ડમાં મુસ્લિમો દ્વારા વિવાદિત જમીન પર હિન્દુઓની ગતિવિધિઓ
વધી હોવાની અનેક ફરિયાદ મળી.

4. 1885થી 1987 સુધી ફૈજાબાદ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં અલગ-અલગ અરજીઓ દાખલ થઈ

1885માં: પ્રથમ વખત આ કેસને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. ફૈજાબાદ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં મહંત રધુવર દાસે રામ ચબુતરા પર છતરી લગાવવા માટે અરજી કરી હતી, જેને નકારી
દેવામાં આવી હતી.
1934: અયોધ્યામાં કોમી હિંસા થઈ. બાબરી મસ્જિદના કેટલાક ભાગને તોડી નાંખવામાં આવ્યો. વિવાદિત જગ્યા પર નમાજ પર પ્રતિબંધ મુકાયો.
1949: મુસ્લિમ પક્ષનો દાવો છે કે બાબરી મસ્જિદમાં કેન્દ્રીય ગુંમજની નીચે હિન્દુઓએ રામલલાની મૂર્તિ સ્થાપિત કરી દીધી. ત્યારબાદ 7 દિવસ જ ફૈજાબાદ કોર્ટે બાબરી મસ્જિદને
વિવાદિત જમીન જાહેર કરી અને તેના મુખ્ય દરવાજા પર તાળુ લગાવી દીધું.
1950:હિન્દુ મહાસભાના વકીલ ગોપાલ વિશારદે ફૈજાબાદ જિલ્લા અદાલતમાં અરજી દાખલ કરી રામલલાની મૂર્તિની પૂજાના અધિકારની  માંગ કરી.
1959: નિર્મોહી અખાડાના વિવાદિત સ્થળ પર માલિકી હક્ક દર્શાવ્યો.
1961: સુન્ની વક્ફ બોર્ડ (સેન્ટ્રલ)એ મૂર્તિ સ્થાપિત કરવા સામે કોર્ટમાં અરજી કરી અને મસ્જિદ તથા આસપાસની જમીન પર પોતાનો હક્ક કર્યો.
1986: ફૈજાબાદ કોર્ટે બાબરી મસ્જિદના તાળા ખોલવા આદેશ આપ્યા.
1987:ફૈજાબાદ જિલ્લા અદાલત કેસને અલ્હાબાદ હાઈકોર્ટને ટ્રાન્સફર કરવામાં આવ્યો.
 

5. અલ્હાબાદ હાઈકોર્ટમાં 23 વર્ષ સુનવણી બાદ આવ્યો ચૂકાદો

અલ્હાબાદ હાઈકોર્ટે વર્ષ 1989 માં વિવાદિત સ્થળ પર યથાસ્થિતિ જાળવી રાખવા કહેવામાં આવ્યું. દરમિયાન વર્ષ 1992માં હજારોની સંખ્યામાં કારસેવકોએ અયોધ્યા પહોંચી વિવાદાસ્પદ ઢાંચાને તોડી પાડ્યો. આ કેસ પર અલગ-અલગ સુનવણી ચાલી રહી છે. 10 વર્ષ બાદ એટલે કે 2002થી અલ્હાબાદ હાઈકોર્ટે વિવાદાસ્પદ માળખાવાળી જમીનના માલિકી હક્કને લઈ દાખલ અરજીઓ પર સુનવણી શરૂ કરી અને વર્ષ 2010માં આ નિર્ણય સંભળાવ્યો. અલ્હાબાદ હાઈકોર્ટે 2:1 થી ચુકાદો આપ્યો અને વિવાદાસ્પદ સ્થળને સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા તથા રામલલા વચ્ચે ત્રણ સમાન હિસ્સામાં વહેચવામાં આવ્યો.

6. સુપ્રીમ કોર્ટે સતત 40 દિવસ સુનવણી કરી

વર્ષ 2011માં અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદાને અટકાવી સુપ્રીમ કોર્ટે વર્ષ 2018માં આ વિવાદ સાથે જોડાયેલ તમામ અરજીઓ પર સુનવણી શરૂ કરી. 6,ઓગસ્ટ,2019ના રોજ સુપ્રીમ કોર્ટમાં આ વિવાદ પર સતત 40 દિવસ સુધી સુનવણી થઈ. 16મી ઓક્ટોબર,2019ના રોજ હિન્દુ-મુસ્લિમ પક્ષની દલીલો સાંભળ્યા બાદ પાંચ સભ્યની ખંડપિઠે તેમનો ચુકાદો સુરક્ષિત રાખ્યો.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી