એક્સપર્ટ એનાલિસિસ / એપલ આઈફોન 11 પ્રોની સૌથી મોટી ખૂબ કેમેરા, પરંતુ બેઝ મોડલમાં કઈ નવું નથી

tech experts comments on iphone 11 series on divyabhaskar.com

  • સિદ્ધાર્થ રાજહંસે કહ્યું- આઈફોન 11 પ્રોમાં ટ્રિપલ રિયર કેમેરા પ્રભાવશાળી, અલ્ટ્રાવાઈડ લેન્સ અને ટેલિફોટો લેન્સ કમાલના છે, તેના કારણે આ આઈફોન તેના જૂના મોડલ કરતા અલગ છે
  • અભિષેક તલંગના જણાવ્યા પ્રમાણે, આ વખતે એપલની બધી ઈવેન્ટ સર્વિસ પર ફોકસ છે, નવો આઈફોન ક્રાંતિકારી નથી

Divyabhaskar.com

Sep 12, 2019, 04:19 PM IST

ગેઝેટ ડેસ્ક: એપલે તેમના આઈફોન 11ની સીરીઝના ત્રણ નવા આઈફોન 11, આઈફોન 11 પ્રો અને આઈફોન 11 પ્રો મેક્સ લોન્ચ કરી દીધા છે. ભારતીય બજારમાં તેનું વેચાણ 27 સપ્ટેમ્બરથી શરૂ થશે. આઈઓન 11ની શરૂઆતની કિંમત રૂ. 64,900, આઈફોન 11 પ્રોની શરૂઆતની કિંમત 99,900 અને આઈફોન 11 પ્રો મેક્સની શરૂઆતની કિંમત 1,09,900 છે. તેથી જો આ સંજોગોમાં તમે ફોન ખરીદવા માગંતા હોવ તો ટેક એક્સપર્ટ અને ગ્લોબલ એપલ એક્સપર્ટ સિદ્ધાર્થ રાજહંસ અને અભિષેક તેલંગની એક્સપર્ટ કોમેન્ટ જરૂરથી વાંચો...

આઈફોન 11 પર ટેક ગુરુ સિદ્ધાર્થ રાજહંસનો મત


સિદ્ધાર્થ રાજહંસે કહ્યું, આ વખતે આઈફોન 11નવો હોવાની સાથે સસ્તો પણ છે, પરંતુ ગેમ ચેન્જરનું કામ આઈફોન 11 પ્રો કરે છે. મેં ઈવેન્ચ લોન્ચિંગ ખતમ થયા પછી તેનો ઉપયોગ કર્યો હતો. તે બહુ જ ફાસ્ટ રિસ્પોન્સ કરે છે. કંપનીએ તેમાં લેટેસ્ટ A13 બાયોનિક પ્રોસેસર આપ્યું છે. તેમાં કોઈની પણ ફોનની તુલનામાં અત્યાર સુધીની સૌથી ફાસ્ટ CPU અને GPU આપ્યું છે. એટલે કે યૂઝરને ગેમિંગ, મલ્ટીટાસ્કિંગ, ARએપ્લિકેશનનો એક્સપિરિયન્સ સારો મળશે.

આઈફોન 11 પ્રોનો કેમેરા
સિદ્ધાર્થે કહ્યું, આઈફોન 11 પ્રોમાં ટ્રિપલ રિયર કેમેરા મળશે, જે ઘણો પ્રભાવશાળી છે. ફોનમાં અલ્ટ્રાવાઈડ લેન્ચ અને ટેલિફોટો લેન્સ કમાલનો છે. આ ફિચર્સના કારણે આ ફોન આઈફોનના જૂના મોડલ કરતાં અલગ છે. સૌથી જરૂરી વાત એ છે કે, એન્ડ્રોઈડ માર્કેટમાં કંપનીઓ મેગાપિક્સલમાં જાય છે. તે 25થી 48 મેગા પિક્સલનો દાવો કરે છે. જ્યારે આઈફોને આ વખતે માત્ર 12 મેગાપિક્સલ લેન્સ આપ્યો છે. એપલની ટેક્નોલોજી, પ્રોસેસર અને ડેપ્થ આઉટફિલ્ડના કારણે આઈફોન 11 પ્રોના કેમેરા ક્વોલિટી એન્ડ્રોઈડ કરતાં વધારે સારી છે. આ ફેક્ટર આઈફોન 11 પ્રોને જૂના આઈફોન અને એન્ડ્રોઈડ ફોન કરતાં સંપૂર્ણ રીતે અલગ છે.

લલચાવવા માટે ટ્રેન્ડ કલર્સ

  • સિદ્ધાર્થના મત પ્રમાણે, યુઝર્સને લલચાવવા માટે કંપનીએ આ વખતે નવા કલર્સ લોન્ચ કર્યા છે. નવા કલર્સથી આઈફોનમાં પણ થોડી નવીનતા આવી ગઈ છે. ખાસકરીને આઈફોન 11માં કંપનીએ 6 કલર્સ આપીએ છીએ. તેમાં મિડનાઈડ ગ્રીન, સ્પેસ ગ્રે, સિલ્વર અને ન્યૂ ગોલ્ડ પહેલીવાર મેટ ફિનિશમાં મળશે. કંપનીએ ગ્રીન કલર પહેલીવાર લોન્ચ કર્યો છે, જે દેખવામાં ખૂબ સુંદર છે.
  • આઈફોન 11 પ્રોમાં નવા કલર્સ, 5.8 ઈંચ અને 6.5 ઈંચ સ્ક્રિન, લોન્ગ બેટરી લાઈફ, ફાસ્ટ ચાર્જિંગ, 3 રિયર કેમેરા (વાઈડ, અલ્ટ્રા વાઈડ અને ટેલિફોટો), 4K વીડિયો રેકોર્ડિંગ, સ્લો મોશન રેકોર્ડિંગ જેવા ફિચર્સ આપ્યા છે. તેથી આ ફોન ખૂબ ખાસ છે. આ ફિચર્સ અને કેમેરા ક્વોલિટીના કારણે આઈફોન 11 પ્રોને 10માંથી 9 નંબર આપુ છું. જ્યારે આઈફોન 11માં કંપનીએ કેમેરા તો સારો કર્યો છે પરંતુ તેમાં કઈ નવું નથી. તેથી 10 માંથી 5.5 નંબર આપું છું.

અભિષેક તેલંગ: આઈફોન 11ને સારુ બનાવવાનું કામ કંપનીની નવી સર્વિસ અને એપ્સ કરશે

અભિષેકે કહ્યું છે કે, આઈફોન 11 એપલના નવા ફોનના વિકાસનો હિસ્સો છે. આઈફોન 11 અને 11 પ્રો મેક્સમાં કેમેરાને છોડીને કઈ નવુ નથી. તેના ફિચર્સ વિશે જે ચર્ચા ચાલતી હતી, ફોનમાં બધુ તેવું જ છે. જેમકે તેના ટ્રિપલ રિયર કેમેરા, 12 મેગાપિક્સલ લેન્સ અને વીડિયો એડિટિંગ ફિચર વિશે પહેલેથી જ આશા હતી. કુલ નવા આઈફોનને ક્રાંતિકારી ન કરી શકાય. 2007માં જે આઈફોન સ્ટીવ જોબ્સે દર્શાવ્યો હતો અથવા પછી ગયા વર્ષે આઈફોન એક્સ લોન્ચ કરવામાં આવ્યા હતા તે એપલના ક્રાંતિકારી મોડલ હતા.

એપલની આખી ઈવેન્ટ આ વખતે સર્વિસ પર વધારે ફોકસ રહી હતી. કંપનીએ ઈવેન્ટ દરમિયાન ફોન સાથે જોડાયેલી અમુક સર્વિસનો લાઈવ ડેમો પણ આપ્યો હતો. તેમણે જે એપ્સ દર્શાવી જેવી કે ગેમિંગ એફ પાસ્કલ વેઝરનો એક્સપિરિયન્સ પ્લે સ્ટેશન જેવો હતો. તેને જોતા એવું લાગતું હતું કે, તમે ગોડ ઓફ વોર ગેમ રમી રહ્યા છો. બીજી બાજુ બ્રોડકાસ્ટિંગ માટે ફિલ્મિક પ્રો એપ દેખાડી હતી. આ એપમાં ચારેય કેમેરાને એક સાથે રોલિંગ કરીને બ્રોડકાસ્ટિંગ કરી શકાય છે. એટલે કે દરેક કેમેરાથી એક સાથે અલગ અલગ રેકોર્ડિંગ કરીને બેસ્ટ ક્વોલિટી કન્ટેન્ટ તૈયાર કરી શકાય છે. એપલ ખાસ ટૂલ આપીને લોકોની લાઈફને વંડરફૂલ બનાવવા માંગે છે.

હાર્ડવેર કરતાં સર્વિસ પર વધારે ફોકસ
એભિષેકે કહ્યું, આઈફોનના હાર્ડવેરમાં કેમેરાનું મેગાપિક્સલ, સ્ક્રિન સાઈઝ, પ્રોસેસર સ્પીડને વધારી શકાય છે. એન્ડ્રોઈડની જેમ આમાં ટ્રિપલથી ક્વાડ કેમેરા સેટઅપ કરી શકાય છે. જોકે ફોનને સારો બનાવવાનું કામ ટૂલ્સ અને એપ્સની મદદથી કરી શકાય છે. એપલ પણ કદાચ હવે આ વાતને સમજવા લાગી છે કે હાર્ડવેર પર બહુ વધારે ઈનોવેશનની શક્યતાઓ નથી. એટલે કે હવે એપ્સ અને સર્વિસ પર જ વધારે ફોક્સ કરવું પડશે.

ઈનોવેશન બનશે ગેમ ચેન્જર
અભિષેકના જણાવ્યા પ્રમાણે, એપલે હવે તેમનું પ્લેટફર્મ ઘણી જગ્યાએ ઓપન કરી દીધું છે. જેથી સારી ઈકો સિસ્ટમ બનાવી શકાય. કંપનીનું ફોકસ હાર્ડવેરથી વધારે યુઝર એક્સપીરિયન્સ, ઈનોવેશ, એપ ઈકો સિસ્ટમ અને નવા ટૂલ્સ ક્રિએટ કરવા પર છે. જેમકે હવે એપલ વોચ તમને એ પણ બતાવી શકશે કે, તમને હાર્ટ એટેકે આવી શકે એમ છે કે હીં, જ્યાં છો ત્યાં નોઈસ પોલ્યુશન કેટલું છે? આગામી દિવસોમાં આ જ ઈનોવેશન ગેમ ચેન્જર સાબીત થશે.

X
tech experts comments on iphone 11 series on divyabhaskar.com
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી