અયોધ્યા ચૂકાદો / સુપ્રીમ કોર્ટના ચૂકાદામાં વાલ્મિકી રામાયણ, સ્કંદ પુરાણના શ્લોક અને રામચરિતમાનસની ચોપાઇ પણ

Supreme Court verdict also included Valmiki Ramayana, Skanda Purana verse and Ramacharitmanas Chopai.

  • ચૂકાદા સાથે જોડવામાં આવેલા પરિશિષ્ટના 40માં મુદ્દામાં વાલ્મિકી રામાયણ, 41માં સ્કંદ પુરાણ અને 73માં રામચરિતમાનસનો ઉલ્લેખ
  • વાલ્મિકી રામાયણના બાલકાંડના​​​​​​​ ​​​​​​​દોહાથી​​​​​​​ રામ અવતાર, સ્કંદ પુરાણના​​​​​​​ અયોધ્યા મહાત્મ્ય અધ્યાયથી અયોધ્યામાં રામ જન્મભૂમિ હોવાનો પૌરાણિક ઉલ્લેખ અને માનસની ચોપાઇઓથી રામ અવતારની વ્યાખ્યા

Divyabhaskar.com

Nov 09, 2019, 08:59 PM IST

નેશનલ ડેસ્ક: રામ જન્મભૂમિ મામલે સુપ્રીમ કોર્ટના ચૂકાદામાં વાલ્મિકી રામાયણ, સ્કંદ પુરાણ અને રામચરિતમાનસની ચોપાઇઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ગ્રંથોના શ્લોકો અને ચોપાઇઓને સુપ્રીમ કોર્ટે તેના ચૂકાદા સાથે અટેચ કરેલી પરિશિષ્ટ યાદી (Addenda) માં પુરાવા તરીકે સ્થાન આપ્યું છે. 929 પેજના ચુકાદા સાથે 116 પેજની પરિશિષ્ટ યાદી પણ આપી છે. તેના 40માં પોઇન્ટમાં વાલ્મિકી રામાયણ, 41મા પોઇન્ટમાં સ્કંદ પુરાણ અને 73મા પોઇન્ટમાં રામચરિતમાનસની ચોપાઇઓનો ઉલ્લેખ કર્યો છે.

વાલ્મિકી રામાયણ ઇસુના 200થી 300 વર્ષ પહેલાનું
સુપ્રીમ કોર્ટના ચૂકાદાના પરિશિષ્ટમાં વાલ્મિકી રામાયણને ભગવાન રામના જીવનનો સૌથી મુખ્ય અને પૌરાણિક ગ્રંથ કહેવામાં આવ્યો છે. Addendaના 40મા પોઇન્ટમાં લખ્યું છે કે વાલ્મિકી રામાયણ ભગવાન રામના જીવન અને તેમની લીલાઓનો સૌથી પૌરાણિક ગ્રંથ છે જેની રચના ઇસુથી 300થી 200 વર્ષ પહેલા થઇ હતી. તેને મહાભારત અને શ્રીમદ ભાગવત પહેલાનો પણ માનવામાં આવે છે. વાલ્મિકી રામાયણના બાલકાંડના 18મા અધ્યાયના 8 થી 12 નંબર સુધીના શ્લોક રામજન્મ અને અયોધ્યા વિશે છે. સુપ્રીમ કોર્ટે તેમાંથી 10મા શ્લોકનો ઉલ્લેખ કર્યો છે.

प्रोद्यमाने जगन्नाथम् सर्वलोकनमस्कृतम्।
कोसल्याजनयद रामं दिव्यलक्षणंसंयुतम्।। ( બાલકાંડ, અધ્યાય 18, શ્લોક 10)

અર્થાત- જે પરમેશ્વર, જગતના સ્વામી, જેને સૌ પૂજે છે, નમસ્કાર કરે છે તે પરમાત્મા વિષ્ણુને કૌશલ્યાએ રામના રૂપમાં જન્મ આપ્યો, જેઓ દરેક દિવ્ય ગુણોથી યુક્ત હતા.

શ્લોકોનો અર્થ- એ સ્થાનના ઇશાન(ઉત્તર-પૂર્વ કોણ)માં રામ જન્મ થયો. તેને જ રામજન્મ સ્થાન કહેવાયું છે જેના દર્શન મોક્ષાદિ પ્રાપ્ત કરવાનું સાધન છે. વિધ્નેશ્વરથી પૂર્વ, વાસિષ્ઠથી ઉત્તરમાં અને લોમશાતના પશ્વિમ ભાગમાં ઉપસ્થિત આ સ્થાનને રામની જન્મભૂમિ કહેવામાં આવી છે.
જન્મસ્થાન આસપાસ શું છે તે લખેલું છે સ્કંદ પુરાણમાં

રામ જન્મભૂમિ આસપાસ શું છે, રામનો જન્મ કઇ જગ્યાએ થયો છે તેનો ઉલ્લેખ સ્કંદ પુરાણના અયોધ્યા મહાત્મ્યના વૈષ્ણવકાંડમાં કરવામાં આવ્યો છે. તેના 18મા અને 19મા શ્લોકમાં એ સ્થાનોનો ઉલ્લેખ છે જેની આસપાસ જન્મભૂમિ છે. આ સ્થાન વિધ્નેશ્વર પોંડરિક, વશિષ્ઠ કુંડ અને લોમશ આશ્રમ છે. શ્લોકમાં આ ત્રણેય સ્થાનોથી જન્મભૂમિની સ્થિતિ દર્શાવવામાં આવી છે. તેને ક્રોસ ચેક પણ કરવામાં આવી. ચૂકાદામાં તે શ્લોકોનો ઉલ્લેખ છે.

વિષ્ણુનું દેવતાઓને આશ્વાસન, 3 ચોપાઇનો ચૂકાદામાં ઉલ્લેખ


ચોપાઇઓનો અર્થ- હે મુનિ, સિદ્ધ અને દેવતાઓના સ્વામીઓ, ડરશો નહીં. તમારા માટે હું મનુષ્ય રૂપ ધારણ કરીશ અને ઉદાર(પવિત્ર) સૂર્યવંશમાં અંશો સહિત મનુષ્ય અવતાર લઇશ. કશ્યપ અને અદિતીએ ભારી તપ કર્યો હતો. હું પહેલા જ તેમને વર આપી ચૂક્યો છું. તેઓ જ દશરથ અને કૌશલ્યાના રૂપમાં મનુષ્યોના રાજ થઇને શ્રીઅયોધ્યાપુરીમાં પ્રકટ થયા છે. તેમના ઘરે જઇને હું રઘુકૂળ અને ચાર શ્રેષ્ઠ ભાઇઓના રૂપમાં અવતાર લઇશ. નારદના દરેક વચન હું સત્ય કરીશ અને પોતાની પરાશક્તિ સહિત અવતાર લઇશ.

73માં પોઇન્ટમાં રામચરિતમાનસના બાલકાંડના એ ભાગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં રાવણથી ત્રસ્ત દેવતા ભગવાન બ્રહ્મા પાસે સહાયતા માટે જાય છે અને ભગવાન તેમને આશ્વાસન આપે છે. બ્રહ્માની સ્તુતિથી પ્રસ્ન્ન ભગવાન વિષ્ણુ આકાશવાણી દ્વારા દેવતાઓ અને પૃથ્વીને ધીરજ બંધાવીને આશ્વાસન આપે છે કે હું રામના રૂપમાં અવતાર લઇશ. બાલકાંડના 186મા દોહા બાદની 3 ચોપાઇઓનો ઉલ્લેખ કોર્ટે તેના ચૂકાદામાં કર્યો છે.

X
Supreme Court verdict also included Valmiki Ramayana, Skanda Purana verse and Ramacharitmanas Chopai.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી