• Home
  • National News
  • Latest News
  • National
  • Supreme court Ayodhya verdict judgment copy In 1045 pages of the judgment, the word Ayodhya 527 times, 417 times Ram and 1144 times the mosque mosque is mentioned.

સુપ્રીમ કોર્ટ / ચુકાદાના 1045 પેજમાં 527 વખત અયોધ્યા, 417 વખત રામ અને સૌથી વધુ 1144 વખત મસ્જિદ શબ્દનો ઉલ્લેખ

Supreme court Ayodhya verdict judgment copy In 1045 pages of the judgment, the word Ayodhya 527 times, 417 times Ram and 1144 times the mosque-mosque is mentioned.

  • સુપ્રીમ કોર્ટની 5 જજની બંધારણીય બેન્ચે 1045 પેજના ચુકાદાને 45 મિનિટ સુધી વાંચ્યો
  • અયોધ્યામાં વિવાદિત જમીન પર રામ મંદિર નિર્માણનો આદેશ, મસ્જિદ માટે 5 એકર જમીન આપી

Divyabhaskar.com

Nov 09, 2019, 04:52 PM IST

નવી દિલ્હી: અયોધ્યા જમીન વિવાદ વિશે સુપ્રીમ કોર્ટની 5 જજની બેન્ચે શનિવારે ચુકાદો આપ્યો છે. આ દરમિયાન જજની બેન્ચે 45 મિનિટ સુધી 1045 પેજ વાંચ્યા હતા. ચુકાદામાં 1062 વખત હિન્દુ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મોસ્ક (મસ્જિદ) શબ્દનો ઉપયોગ સૌથી વધુ 1144 વખત કરવામાં આવ્યો છે. જ્યારે મુસ્લિમ શબ્દનો ઉપયોગ 549 અને અયોધ્યા શબ્દનો ઉલ્લેખ 527 વખત કરવામાં આવ્યો છે. તે સાથે જ લોર્ડ રામ 417, બાબરી 254, બાબર 170 અને રામ જન્મભૂમિ 3 વાર લખવામાં આવ્યું છે. રામલલ્લાનો ઉલ્લેખ 2 વખત કરવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે વિવાદિત જમીન પર ટ્રસ્ટ દ્વારા મંદિર બનાવવા અને મસ્જિદ નિર્માણ માટે અયોધ્યામાં જ 5 એકર જમીન આપવાનો આદેશ કરવામાં આવ્યો છે.

મંદિર-મસ્જિદ: મંદિર શબ્દ 48 વાર અને મસ્જિદ શબ્દ 348 વખત લખવામાં આવ્યો છે. જ્યારે મસ્જિદ શબ્દનો ઉપયોગ 1144 વખત કરવામાં આવ્યો છે.
હિન્દુ: હિન્દુ શબ્દનો પ્રયોગ 1062 વખત કરવામાં આવ્યો છે.
મુસ્લિમ: મુસ્લિમ શબ્દનો ઉપયોગ 549 વખત કરવામાં આવ્યો છે.
અયોધ્યા: સુપ્રીમ કોર્ટે નિર્ણયમાં અયોધ્યા શબ્દનો ઉપયોગ 527 વખત કર્યો છે.
લોર્ડ રામ: લોર્ડ રામ શબ્દનો ઉપયોગ 417 વખત કરવામાં આવ્યો છે.
બાબરી/બાબર: બાબરી શબ્દનો ઉપયોગ 254 અને બાબર શબ્દનો ઉપયોગ 170 વખત કરવામાં આવ્યો છે.
રામજન્મભૂમિ: રામ જન્મભૂમિ શબ્દનો ઉપયોગ કુલ 3 વખત કરવામાં આવ્યો છે.
રામલલ્લા: રામલલ્લા શબ્દનો ઉપયોગ 2 વખત કરવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદાની મુખ્ય વાતો

  • ચીફ જસ્ટિસે કહ્યું- અમે સર્વસમ્મતિથી નિર્ણય સંભળાવી રહ્યા છીએ. આ કોર્ટે ધર્મ અને શ્રદ્ધાળુઓની આસ્થાનો સ્વીકાર પણ કરવો જોઈએ. કોર્ટે સંતુલન જાળવવું જોઈએ.
  • ચીફ જસ્ટિસે કહ્યું- મીર બકીએ બાબરી મસ્જિદ બનાવી. ધર્મશાસ્ત્રમાં પ્રવેશ કરવો કોર્ટ માટે યોગ્ય નથી. વિવાદિત જમીન રેવન્યૂ રેકોર્ડમાં સરકારી જમીન તરીકે ચિન્હિત છે.
  • રામ જન્મભૂમિ સ્થાન ન્યાયિક નથી, જ્યારે ભગવાન રામ ન્યાયિક વ્યક્તિ હોઈ શકે છે. વિવાદિત માળખુ ઈસ્લામિક મૂળનું માળખુ નથી. બાબરી મસ્જિદ ખાલી જમીન પર નહતી બનાવાઈ. મસ્જિદ નીચેનું જે માળખુ છે તે ઈસ્લામિક નથી.
  • તોડી પાડવામાં આવેલા માળખા નીચે એખ મંદિર હતું. આ વાતનો પુરાવો આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ) કરી ચૂક્યો છે. પુરાતાત્વિક પ્રમાણોને માત્ર એક ઓપિનિયન ગણાવવો તે એએસઆઈનું અપમાન કહેવાય. જોકે એએસઆઈ એ સાબીત નથી કરી શકી કે મંદિરને તોડીને મસ્જિદ બનાવવામાં આવી છે.
  • હિન્દુ આ સ્થાનને ભગવાન રામનું જન્મસ્થળ માને છે. અહીં સુધી કે મુસ્લિમ પણ આ વિવાદિત જગ્યા વિશે આવું જ કહે છે. પ્રાચીન યાત્રીઓ દ્વારા લખવામાં આવેલા પુસ્તકો અને પ્રાચીન ગ્રંથ આ વાતને દર્શાવે છે કે અયોધ્યા રામની જન્મભૂમિ છે. ઐતિહાસિક ઉદાહરણોથી પણ સંકેત મળ્યા છે કે હિન્દુઓની આસ્થામાં અયોધ્યા ભગવાન રામની જન્મભૂમિ છે.
  • તોડી પાડવામાં આવેલું માળખુ જ ભગવાન રામનું જન્મસ્થાન છે. હિન્દુઓની આ આસ્થા નિર્વિવાદિત છે. જોકે માસિકી હકને ધર્મ અને આસ્થાના આધાર પર સ્થાપિત ન કરી શકાય. તે કોઈ વિવાદ પર નિર્ણય કરવાના સંકેત છે. એવા પુરાવા મળ્યા છે કે, રામ ચબૂતરા અને સીતા રસોઈ પર હિન્દુઓ અંગ્રેજોના સમય પહેલાંથી પૂજા કરે છે. રેકોર્ડમાં સામેલ સાક્ષીઓ જણાવે છે કે, વિવાદિત જમીનનો બહારનો ભાગ હિન્દુઓનો હતો.
  • 1946ના ફૈઝાબાદ કોર્ટના આદેશને પડકાર આપતી શિયા વક્ફ બોર્ડની વિશેષ અનુમતિ અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. શિયા વક્ફ બોર્ડનો દાવો વિવાદિત જમીન પર હતો. તેને ફગાવી દેવામાં આવ્યો છે.

X
Supreme court Ayodhya verdict judgment copy In 1045 pages of the judgment, the word Ayodhya 527 times, 417 times Ram and 1144 times the mosque-mosque is mentioned.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી