અયોધ્યા વિવાદ / મુસ્લિમ પક્ષકારના વકીલે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, ફેસબુક પર મને ધમકી અપાઈ, CJIએ કહ્યું- આવું કૃત્ય ન થવું જોઈએ

Supreme Court 22th Day, 12 September Hearing Ram Janmabhoomi Babri Masjid Land Dispute Case News Update

  • રાજીવ ધવને કોર્ટને જણાવ્યું કે, મારા ક્લાર્ક સાથે પણ કોર્ટમાં મારઝુડ કરવામાં આવી હતી 
  •  ધવને કહ્યું કે, સુનાવણી માટે આ માહોલ યોગ્ય નથી, જેથી કામમાં અવરોધ આવી શકે છે.

Divyabhaskar.com

Sep 12, 2019, 06:34 PM IST

નવી દિલ્હીઃ અયોધ્યા ભૂમિ વિવાદ મુદ્દે મુસ્લિમ પક્ષકારોના વકીલને ધમકી મળવાની અરજી પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટે બંધારણીય બેચને સ્પષ્ટ કહ્યું છે કે આ પ્રકારની ઘટના નિંદનીય છે. આ પહેલા ગુરુવારે મુસ્લિમ પક્ષકારોના વકીલ રાજીવ ધવને સુપ્રીમ કોર્ટને ધમકી મળી હોવાની જાણકારી આપી હતી. સુનાવણી થતાની સાથે જ વરિષ્ઠ વકીલ ધવને કહ્યું હતું કે આ કેસમાં વકીલ હોવાના કારણે મને ફેસબુક પર ધમકીઓ મળી રહી છે આ ઉપરાંત તેમના ક્લાર્ક સાથે પણ કોર્ટમાં મારઝુડ કરાઈ છે. આ અંગે પાંચ સભ્યોની બેંચની અધ્યક્ષતા કરી રહેલા મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈએ કહ્યું કે, આ ઘટનાની નિંદા કરવી જોઈએ આ પ્રકારના કૃત્ય ન થવા જોઈએ.

અયોધ્યા મામલે 22માં દિવસે થઈ રહેલી સુનાવણી દરમિયાન ધવને કહ્યું કે, લોકો મને સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પક્ષ તરફથી લડવા માટે કહી રહ્યા છે. મને સુરક્ષાની કોઈ જરૂર નથી અને ન તો હું કોઈની અવગણના અરજી કરવા માગું છું, પરંતુ સુનાવણી માટે આ યોગ્ય માહોલ નથી અને તેનાથી સુનાવણીમાં અવરોધ આવી શકે છે. અયોધ્યા વિવાદની સુનાવણી કરી રહેલી બેચમાં મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના એસએ બોબડે, ડિવાઈ ચંદ્રચૂડ, અશોક ભૂષણ અને એસ એ નજીર પણ સામેલ છે.

X
Supreme Court 22th Day, 12 September Hearing Ram Janmabhoomi Babri Masjid Land Dispute Case News Update
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી