ગ્રાઉન્ડ રિપોર્ટ / આઝાદીની ઉજવણી પહેલાં કાશ્મીરમાં કડક સુરક્ષા પણ આવન-જાવન પર પ્રતિબંધ નહીં

Strict security in Kashmir before  celebration of independence day

  • એક દિવસ પહેલાં સાંજે ડાલ લેક પર ઉજવણી માટે લોકો ઊમટી પડ્યા હતા પણ આજે ત્યાં શાંતિ
  • 15 ઓગસ્ટ પછી પ્રતિબંધમાં ઢીલ અપાશે

Divyabhaskar.com

Aug 15, 2019, 03:39 AM IST

શ્રીનગરના લાલચોકથી ઉપમિતા વાજપેયી: 36 વર્ષ અગાઉ તૈયાર થયેલા શેર-એ-કાશ્મીર સ્ટેડિયમમાં 15 ઓગસ્ટની સવારે કલમ 370મા પરિવર્તન પછી સૌથી મોટા આયોજનની તૈયારી થઈ રહી છે. આ છેલ્લો પ્રસંગ હશે કે જ્યારે લદાખ અને જમ્મુ-કાશ્મીર ત્રણેનો પારંપરિક સાંસ્કૃતિક કાર્યક્રમ એક સાથે થશે. કાર્યક્રમના મુખ્ય અતિથિ રાજ્યપાલ સત્યપાલ મલિકનું ભાષણ મહત્ત્વનું હશે. કાર્યક્રમ માટે એનએસએ અજિત ડોભાલને પણ આમંત્રણ અપાયું છે. જે સમયે સ્વતંત્રતા દિવસનો કાર્યક્રમ હશે ત્યારે અન્ય વિસ્તારોમાં કડકાઈ વધારાશે. સ્ટેડિયમ ત્રિસ્તરીય સુરક્ષાથી ઘેરાયેલું છે. જ્યારે શ્રીનગરથી લઈ દક્ષિણ કાશ્મીર સુધી સમગ્ર વિસ્તારમાં ખૂણે-ખૂણે સુરક્ષાદળ અને પોલીસનો પહેલો છે. હાઈવે પર સામાન્ય દિવસોની જેમ રોડ ઓપનિંગ પાર્ટી તહેનાત છે. જો કે મુખ્ય રસ્તા પરથી આવવા-જવા પર કોઈ પ્રતિબંધ નથી.

રાજકારણનું કેન્દ્ર મનાતા લાલચોક સુરક્ષાદળોના ઘેરામાં
હાઈવે પર કે શહેરની અંદર પણ રોકટોક વગર જઈ શકાય છે. એરપોર્ટથી લઈ સાઉથ કાશ્મીર સુધીના હાઈવે પર ટ્રાફિક પહેલાં કરતા ઓછો જરૂર છે પણ ઇદ પછી ખરીદદારીની રોનક ખતમ થઈ ચૂકી છે. એક દિવસ પહેલાં સાંજે ડાલ લેક પર ઉજવણી માટે લોકો ઊમટી પડ્યા હતા પણ આજે ત્યાં શાંતિ છે. રાજકારણનું કેન્દ્ર મનાતા લાલચોક સુરક્ષાદળોના ઘેરામાં છે. આ એ જ સ્થળ છે કે જ્યાં 1992માં નરેન્દ્ર મોદી અને મુરલી મનોહર જોષી તિરંગો ફરકાવવા આવ્યા હતા. જો કે આ વખતે ગૃહમંત્રી અમિત શાહનો કાશ્મીર આવવાનો કાર્યક્રમ સુરક્ષાદળોની સલાહને કારણે પડતો મૂકાયો છે.

શ્રીનગરમાં અધિકારીઓને 500થી વધુ સેટેલાઈટ ફોન અપાયા
રાજ્યપાલે તમામ સરપંચોને પોતાના વિસ્તારમાં તિરંગો લહેરાવા કહ્યું છે. વહીવટી તંત્રના જણાવ્યા મુજબ 15 ઓગસ્ટ પછી પ્રતિબંધમાં ઢીલ અપાશે. શ્રીનગરમાં અધિકારીઓને 500થી વધુ સેટેલાઈટ ફોન અપાયા છે. સીઆરપીએફ અને આર્મીના જવાનોને 500થી વધુ બીએસએનએલના સીમ કાર્ડ અપાયા છે. મેડીકલ, પોલીસ, આર્મી, સીઆરપીએફ અને વહીવટી તંત્ર સાથે જોડાયેલા 600 અધિકારીઓના સીમકાર્ડ એક્ટિવેટ કરાયા છે.

X
Strict security in Kashmir before  celebration of independence day
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી