બુલેટિન @9PM / Speed News: હવામાન વિભાગે આગામી 13 અને 14 તારીખે રાજ્યમાં વરસાદની આગાહી કરી, જામનગર અને મહુવામાં ભૂકંપના આંચકા

Divyabhaskar.com

Nov 10, 2019, 09:08 PM IST
વીડિયો ડેસ્કઃ હવામાન વિભાગે આગામી 13 અને 14 તારીખે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે. રાજ્યમાં ફરી એક વાર વરસાદની આગાહી કરાતાં ખેડૂતોમાં વધુ નુકસાનનો ભય જોવા મળી રહ્યો છે. જામનગરમાં 2.9 અને મહુવામાં 2ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ઉલ્લેખનીય છે કે, થોડાં દિવસ પહેલાં લાલપુરમાં 3ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવાં મળી રહ્યો છે.
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી