Speed News @ 9 AM / રાજ્ય સરકાર દિવાળીના તહેવારને લીધે સરકારી કર્મચારીઓનો પગાર વહેલો ચુકવશે, ગુજરાતમાં 15 નવેમ્બરથી શિયાળો શરૂ થશે

Divyabhaskar.com

Oct 12, 2019, 09:21 AM IST
વીડિયો ડેસ્કઃ ગુજરાતમાં 15 નવેમ્બરથી શિયાળો શરૂ થશે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ, 15 નવેમ્બર સુધી સવારે અને રાત્રે ઠંડી અને બપોરે ગરમી આમ ડબલ સિઝનનો અનુભવ થશે.આગામી ત્રણ દિવસમાં અમદાવાદમાં ગરમીનો પારો 37 ડિગ્રીને પાર જઇ શકે છે. ગુજરાતમાં હાલ ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાનો પવન છે. દિવાળીના તહેવારને ધ્યાને લઇ રાજ્ય સરકાર સરકારી કર્મચારીઓનો પગાર વહેલો ચુકવશે. નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્‍યુ છે કે, રાજ્ય સરકારના કર્મચારીઓને તા.21, 22 અને23 ઓક્ટોબરે પગાર ચૂકવવામાં આવશે. આ સાથે જ 4.54 લાખ પેન્શનરોને પણ તેમનું પેન્શન આ તારીખો દરમિયાન ચૂકવાશે.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી