નિવેદન / મોદી-જિનપિંગ મુલાકાત પર સિબ્બલનો ટોણો- આતંકી ઘુસણખોરી માટે તૈયાર, દેશના મુખી મામલ્લપુરમમાં બેઠા છે

Sibal jokes on Modi-Jinping visit

  • રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પ્રધાનમંત્રી નરેન્દ્રમ મોદીની બીજી અનઓફિશ્યલ મુલાકાત મહાબલીપુરમમાં થઇ
  • કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે કહ્યું- મોદીની આ કોશિશથી સરકારની સમસ્યાઓ ખતમ નથી થવાની

Divyabhaskar.com

Oct 12, 2019, 11:36 PM IST

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની બીજી બિનસત્તાવાર મુલાકાત પર ટિપ્પણીક રી. તેમણે મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે દેશની અર્થવ્યવસ્થા કમજોર છે અને આતંકવાદીઓ કાશ્મીરમાં ઘુસણખોરી માટે તૈયાર છે પણ દેશના મુખી મામલ્લપુરમ(મહાબલીપુરમ)માં બેઠા છે. તેનાથી સરકારના પડકારો ખતમ નથી થવાના.

સિબ્બલે ટ્વીટ કર્યું, ''મોદી છે તો મુમકિન છે- પહેલું, મેન્યૂફેક્ચરિંગ ક્ષેત્ર 1.2 ટકા સંકોચાઇ ગયો જે પાછલા છ વર્ષની સૌથી ખરાબ સ્થિતિ છે. બીજું વસ્તુઓનું ઉત્પાદન 21 ટકા પડી ગયું છે. ત્રીજું ટ્રાન્સપોર્ટ વાહનોનું વેચાણ 23 ટકા ઓછું થઇ ગયું. ચોથું 5 ઓગસ્ટ બાદથી 600 વખત સીઝફાયર તોડવામાં આવ્યું અને પાંચમું- 500 આતંકવાદીઓ સીમા પાર કરવા માટે તૈયાર છે પરંતુ દેશના મુખી મામલ્લપુરમમાં બેઠા છે. ''

બીજી તરફ કોંગ્રેસના નેતા આનંદ શર્માએ કહ્યું કે ચીન સાથે અર્થપૂર્ણ વાતચીત પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના 1988ના ચીન પ્રવાસથી શરુ થઇ હતી. પછી આ સંબંધો મનમોહનસિંહના કાર્યકાળમાં પરિપક્વ થયા હતા. અક્સાઇ ચીનના સવાલ પર તેમણે કહ્યું કે કોંગ્રેસે તેને કાશ્મીરનો ભાગ જાહેર કરવાનો પ્રસ્તાવ પાસ કર્યો હતો. પાકિસ્તાને તેને ચીનને આપી દીધો હતો જે ભારતને પાછો મેળવવો જોઇએ.

X
Sibal jokes on Modi-Jinping visit

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી