કાર્યવાહી / 2397 કરોડની છેતરપિંડી મામલે રૈનબૈક્સીના પૂર્વ પ્રમોટર શિવિન્દરનો ભાઈ માલવિન્દર પણ પકડાયો

માલવિન્દરની ફાઇલ તસવીર
માલવિન્દરની ફાઇલ તસવીર

  • રૈનબૈક્સીના પૂર્વ પ્રમોટર બંને ભાઈઓ 5 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં

Divyabhaskar.com

Oct 12, 2019, 04:28 AM IST
નવી દિલ્હી: દિલ્હી પોલીસના આર્થિક ગુના વિભાગ (પીઓડબલ્યુ)એ રેલીગર ઇન્વેસ્ટ લિમિટેડ (આરએફએલ)ના 2397 કરોડ રૂપિયાની છેતરપિંડીના આરોપમાં શુક્રવારે ફોર્ટિસ હેલ્થકેરના પ્રમોટર શિવિન્દરના ભાઈ માલવિન્દર મોહનસિંહની પણ ધરપકડ કરી હતી. તેને લુધિયાણામાંથી પકડી દિલ્હી લવાયા હતા. ત્યારબાદ બંને ભાઈઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. બંનેને 5 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. રેલીગેર એન્ટરપ્રાઈઝિસ લિમિટેડ (આરઈએલ)ના પૂર્વ ચેરમેન અને એમડી સુનિલ ગોધવાણી, કવિ અરોરા અને અનિલ સખસેનાને શિવિન્દરની સાથે ગુરુવારે જ પકડવામાં આવ્યા હતા.
બંને ભાઈઓ સામે મનીલોન્ડરિંગ બદલ કેસ નોંધાયેલો છે
ઇડીએ શિવિન્દર અને માલવિન્દર બંને ભાઈઓ વિરુદ્ધ ઓગસ્ટમાં મનીલોન્ડરિંગ વિરોધી કાયદા હેઠળ કેસ નોંધી દરોડા પાડ્યા હતા. પરંતુ બંને ભાઈઓ વચ્ચે ફન્ડ ડાયવર્ટના આરોપો અને અન્ય મામલાને લઈ વિવાદ ઉજાગર થયા. માલવિન્દરે એફઆઈઆર રદ કરવા અરજી કરી છે. માલવિન્દરે ધરપકડ પહેલા ગુરુવારે હાઈકોર્ટમાં ઇઓડબલ્યુની એફઆઈઆર રદ કરવા અરજી કરી છે. તેની શુક્રવારે સુનાવણી હાથ ધરાઈ હતી.
X
માલવિન્દરની ફાઇલ તસવીરમાલવિન્દરની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી