તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

શિવસેનાનો મેનિફેસ્ટો: ગરીબોને રૂ. 10માં ભોજનની થાળી અને ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • શિવસેનાએ તેમના મેનિફેસ્ટોને ‘વચનનામા’ નામ આપ્યું છે
 • માતોશ્રીમાં મેનિફેસ્ટો જાહેર કરતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે, ‘વચનનામા’માં તે જ વાયદાઓ કરવામાં આવ્યા છે જેને પૂરા કરી શકાય
 • ભાજપ 15 ઓક્ટોબરે મેનિફેસ્ટો જાહેર કરશે

મુંબઈ: વિધાનસભા ચૂંટણી માટે શિવસેનાએ તેમનો મેનિફેસ્ટો શનિવારે સવારે જાહેર કર્યો છે. પાર્ટીએ આ વિશે મેનિફેસ્ટોને ‘વચનનામા’ નામ આપ્યું છે. તેમાં ગરીબોને રૂ. 10માં ભોજનની થાળી આપવાની અને ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવાની, માત્ર એક રૂપિયામાં દર્દીઓને પ્રાથમિક સારવાર આપવાની લોભામણી વાતો કરી છે.


માતોશ્રીમાં મેનિફેસ્ટો જાહેર કરતાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, તેમણે ‘વચનનામા’માં તે જ વાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેને પૂરા કરી શકાય. આ વાયદાઓ બહુ રિસર્ચ પછી કરવામાં આવ્યા છે. મતદાન પહેલા દરેક પક્ષે તેમની ભૂમિકા સ્પષ્ટ કરવી જોઈએ. શિવસેના દરેક ચર્ચા માટે તૈયાર છે.

વિશેષ કેન્ટીનમાં 10 રૂપિયામાં ભોજન મળશે
શિવસેનાની યુવા સેનાના પ્રમુખ આદિત્ય ઠાકરેએ કહ્યું- ગરીબો માટે રૂ. 10માં ભોજનની થાળીની યોજના અંતર્ગત એક વિશેષ કેન્ટીન ખોલવામાં આવશે. તેમાં રૂ. 10થી લઈને રૂ. 100 સુધીનું ભોજન મળશે. તેમાં ભોજનની ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
મહારાષ્ટ્રમાં ગઠબંધન કરીને વિધાનસભા ચૂંટણી લડનાર ભાજપ અને શિવસેનાએ અલગ અલગ મેનિફેસ્ટો જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. ભાજપનો મેનિફેસ્ટો 15 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.

શિવસેનાના ‘વચનનામા’ની ખાસ વાતો

 • મહિલા બચત સમૂહની સહાયતાથી પ્રત્યેક જિલ્લામાં કેન્ટીનની સ્થાપના કરવામાં આવશે.
 • ગ્રામીણ વિદ્યાર્થીઓ માટે વિશેષ બસ સેવા શરૂ કરવામાં આવશે.
 • તીર્થ યાત્રાઓ માટે સમન્વય કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે.
 • પાંચ વર્ષ સુધી ખાતરોના ભાવ સ્થિર રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે.
 • ખેડૂતોને રૂ. 10 હજાર વાર્ષિક વળતર અને ખેડૂતોને બધા દેવા માફ કરવામાં આવશે.
 • સીનિયર સીટીઝન અને મહિલાઓ માટે ખાસ યોજનાઓ બનાવવામાં આવી છે.
 • એક રૂપિયામાં સ્વાસ્થય પરિક્ષણ કરવાની યોજના.
 • ઘરેલુ ઉપયોગના વીજળી દરમાં 30 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો