સૂત્ર / થરુર વિદેશ મામલાઓની સંસદીય કમિટીમાં સામેલ થશે નહિ, લોકસભા સ્પીકર ઓમ બિરલાનો પ્રસ્તાવ ઠુકરાવ્યો

Tharoor will not be included in parliamentary committee on foreign affairs: Lok Sabha Speaker Om Birla

  • શશિ થરુર ગત લોકસભામાં વિદેશ મામલાઓની સંસદીય કમિટીના અધ્યક્ષ પદ પર હતા
  • આ વખતે કમેટીના અધ્યક્ષ ન બનાવવા અંગે થરુરે પહેલેથી જ નારાજગી જાહેર કરી ચૂકયા છે 

Divyabhaskar.com

Oct 11, 2019, 07:39 PM IST

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરુરે વિદેશ મામલાની સંસદીય કમિટીમાં સામેલ થવાથી ઈન્કાર કર્યો છે. થરુરે ગત વર્ષે આ કમિટીના અધ્યક્ષ હતા. ન્યુઝ એજન્સીના સૂત્રોના જણાવ્યા મુજબ, આ વખતે બીજી વખત અધ્યક્ષ ન બનાવવાને કારણે તે નારાજ હતા. તાજેતરમાં જ થરુરે દાવો કર્યો હતો કે સરકારે વિપક્ષી નેતાઓને આ કમિટીના અધ્યક્ષ બનાવવાની પરંપરાને ખત્મ કરવાનો નિર્ણય કરી લીધો છે.

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ ગત મહિને જ થરુરનું આ કમિટીના સભ્ય તરીક નામાંકન કર્યું હતું. થરુરે તેના માટે આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે તે એ પેનલના સભ્ય બનવા માંગતા નથી, જેની તેમણે અધ્યક્ષતા કરી હતી. થરુરે કહ્યું કે તે પહેલેથી જ માહતી ટેકનોલોજીના મામલાઓ માટે બનાવવામાં આવેલી સ્ટેન્ડિંગ કમિટીની અધ્યક્ષતા કરી રહ્યાં છે. એવામાં તેમની પાસે પહેલેથી જ જવાબદારીઓ છે.

X
Tharoor will not be included in parliamentary committee on foreign affairs: Lok Sabha Speaker Om Birla
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી