દિલ્હી / શાહે કહ્યું- મોદી સરકાર મોટાભાગની માહિતી લોકો સુધી પહોંચાડી રહી છે, જેથી આરટીઆઈ કરવાની જરૂર ન પડે

ગૃહમંત્રી અમિત શાહ (ફાઈલ ફોટો)
ગૃહમંત્રી અમિત શાહ (ફાઈલ ફોટો)

  • ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું- પ્રધાનમંત્રી મોદી એવુ શાસન આપવા ઈચ્છે છે કે જેથી ઓછામાં ઓછી આરટીઆઈ અરજી થાય
  • 'સરકારી કાર્યપ્રણાલીમાં જવાબદારી અને પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે આરટીઆઈ કાયદો જરૂરી'

Divyabhaskar.com

Oct 12, 2019, 05:16 PM IST


નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સરકારી કાર્યપ્રણાલીમાં પારદર્શિતા લાવવા પર ભાર આપ્યો છે. તેમણે શનિવારના રોજ કેન્દ્રીય માહિતી પંચના 14માં વાર્ષિક સમ્મેલનના ઉદઘાટન સત્રમાં મુખ્ય મહેમાન તરીકે ભાગ લીધો હતો. આ પ્રસંગે શાહે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર તમામ માહિતી સાર્વજનિક રીતે ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે, જેથી લોકોને આરટીઆઈ મારફતે માહિતી માંગવાની કોઈ જરૂર ન પડે અને લોકો ઓછામાં ઓછી સંખ્યામાં અરજી કરે. શાહે જણાવ્યું હતું કે દેશમાં આરટીઆઈ કાયદો તૈયાર થઈ ગયા બાદ સૌ શાંત થઈ ગયા. હવે તેમને લાગે છે કે ત્યારબાદ તેમની જવાબદારી પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ અમારી સરકાર એવુ વિચારતી નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એવું પ્રશાસન આપવા ઈચ્છે છે કે જેમાં આરટીઆઈનો ઉપયોગ ઓછામાં ઓછો થાય. કોઈએ પણ આરટીઆઈ અંતર્ગત અરજી કરવાની જરૂર ન પડે. અમે તમામ પ્રકારની જાણકારી પબ્લિક ડોમેનમાં રાખવા ઈચ્છીએ છીએ.

જવાબદારી અને પારદર્શિતા માટે આરટીઆઈ આવશ્યક

તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2005 માં જ્યારે આરટીઆઈ કાયદાની રચના થઈ હતી ત્યારે લોકો અને પ્રશાસન વચ્ચે ખાઈને પૂરવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સરકારની કાર્યપ્રણાલીમાં જવાબદારી અને પારદર્શિતાને સુનિશ્ચિત
કરવા માટે આરટીઆઈનો કાયદો જરૂરી છે.

X
ગૃહમંત્રી અમિત શાહ (ફાઈલ ફોટો)ગૃહમંત્રી અમિત શાહ (ફાઈલ ફોટો)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી