કાર્યવાહી / કાશ્મીરી નેતા શાહ ફૈસલની દિલ્હી એરપોર્ટ પર અટકાયત કરાઈ, શ્રીનગરમાં નજરકેદ

Shah Faesal: detained at Delhi airport, placed under house arrest in Kashmir

  • 2011 બેચના ટોપર આઈએસ ફૈસલે વહીવટી સેવામાંથી રાજીનામું આપીને જમ્મુ કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટની સ્થાપના કરી હતી
  • ફૈસલે અનુચ્છેદ 370 હટાવ્યા બાદ કહ્યું હતું કે, અધિકાર મેળવવા માટે કાશ્મીરમાં આંદોલનની જરૂર 
     

Divyabhaskar.com

Aug 14, 2019, 04:56 PM IST

નવી દિલ્હીઃ IASની 2011 બેચના ટોપર અને જમ્મુ કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટના સ્થાપક શાહ ફૈસલની બુધવારે દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ફૈસલ તુર્કીની રાજધાની ઈસ્તબુંલ જવાની ફિરાકમાં હતા. ફૈસલની પ્બલિક સેફ્ટી એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. ફૈસલને દિ્લ્હીથી શ્રીનગર લઈ જઈને નજરકેદ કરવામાં આવ્યા છે.

લોકો પાસે કઠપૂતળી અથવા અલગાવવાદીઓ બનવાનો સિવાય કોઈ રસ્તો નથીઃ ફૈસલ

શાહ ફૈસલે મંગળવારે કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 નાબૂદ કરવા અંગે વિવાદીત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કાશ્મીરીઓ પાસે બે જ રસ્તા છે, તેઓ કઠપૂતળીને બને અથવા અલગાવવાદી બને. આ સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ નથી. ફૈસલે ટ્વીટ કરીને કહ્યું કે, રાજકીય અધિકારોને ફરી મેળવવા માટે કાશ્મીરને લાંબા, નિરંતર અને અહિંસક રાજકીય આંદોલનની જરૂર છે.

ઘાટીમાં 80 લાખ લોકો બંધકની જેમ રહે છેઃ ફૈસલે

કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ ફૈસલે ફેસબુક પર એક પોસ્ટમાં સરકાર પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, ઘાટીમાં સતત પોલીસની કાર્યવાહીના કારણે અંદાજે 80 લાખ લોકો જેલના કેદીઓની જેમ રહેવા માટે મજબૂર બન્યા છે. આ પ્રકારની પરિસ્થિતી રાજ્યમાં પહેલા ક્યારેય ન હતી. ઝીરો બ્રિજથી એરપોર્ટ સુધી થોડા જ વાહનો જોવા મળી રહ્યા છે. મોટા ભાગની જગ્યાઓ પુરી રીતે બંધ છે. દર્દીઓને બાદ કરતા કોઈને પણ અવરજવર કરવાની મંજૂરી આપવામાં આવતી નથી.

X
Shah Faesal: detained at Delhi airport, placed under house arrest in Kashmir
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી