• Home
  • National
  • Seshan jokingly says I have a breakfast of leaders, teach the limits from Arjun Singh to Lalu

સ્મૃતિ શેષ / શેષન મજાકમાં કહેતા- હું નેતાઓનો નાસ્તો કરું છું, અર્જુનસિંહથી લઈને લાલુને મર્યાદા શીખવી

Seshan jokingly says - I have a breakfast of leaders, teach the limits from Arjun Singh to Lalu

  • પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર શેષનનું નિધન, પંચને તેની તાકાત યાદ કરાવી હતી
  • સતર્ક એટલા કે વડાપ્રધાનને પણ તપાસ્યા વિના બિસ્કિટ ન ખાવા દીધા
  • મુસાફરો ભરેલી બસ 80 કિ.મી. સુધી ચલાવી બતાવી

Divyabhaskar.com

Nov 11, 2019, 06:50 AM IST

નવી દિલ્હી: શેષન 1990થી 1996 સુધી મુખ્ય ચૂંટણી કમિશનર રહ્યા. તેમના પર કોંગ્રેસી હોવાનો થપ્પો લાગેલો પણ કોંગ્રેસ પોતે તેમના નિર્ણયોથી પરેશાન હતી. શેષન મજાકમાં કહેતા, હું નાસ્તામાં નેતાઓને ખાઉં છું. મધ્યપ્રદેશ, રાજસ્થાન, હિમાચલમાં ભાજપની સરકારો ભંગ કર્યા બાદ પૂર્વ મંત્રી અર્જુનસિંહે કહ્યું હતું કે આ રાજ્યોમાં એક વર્ષ બાદ ચૂંટણી થશે. શેષને તરત યાદ અપાવ્યું કે ચૂંટણીની તારીખ મંત્રીઓ નહીં, ચૂંટણીપંચ નક્કી કરે છે. લાલુ યાદવ સામે પણ શેષન કડક રહ્યા.

બસનું એન્જિન ખોલીને ફરી ફિટ કરતા શીખ્યાં

કેબિનેટ સચિવ રહેલા શેષને એકવાર રાજીવ ગાંધીના મોઢા આગળથી બિસ્કિટ એમ કહીને ખેંચી લીધું કે વડાપ્રધાને જેનું પરીક્ષણ ન કરાયું હોય એ ચીજ ન ખાવી જોઇએ.શેષન ચેન્નઇમાં ટ્રાન્સપોર્ટ કમિશનર હતા ત્યારે સવાલ ઊઠ્યા કે તેમને ડ્રાઇવિંગ અને બસ એન્જિનની માહિતી નથી તો ડ્રાઇવરોની સમસ્યા કેવી રીતે ઉકેલશે? આ સાંભળી તેઓ ડ્રાઇવિંગ સાથે બસનું એન્જિન ખોલીને ફરી ફિટ કરતા શીખ્યા. ચેન્નઇમાં બસ હડતાળ વખતે મુસાફરો ભરેલી બસ 80 કિ.મી. સુધી ચલાવી.

શેષનના મિશનથી જ ચૂંટણીપ્રચારના ખોટા રસ્તા અટક્યા
ઉમેદવારોના ખર્ચ પર લગામ, સરકારી હેલિકોપ્ટરથી ચૂંટણીપ્રચાર પર રોક શેષને જ લગાવી. દીવાલો પર નારા-પોસ્ટર, લાઉડસ્પીકર્સનો ઘોંઘાટ, પ્રચારના નામે કોમી તંગદિલી ફેલાવતા ભાષણો સામે શેષને જ કડકાઇ દાખવી.

X
Seshan jokingly says - I have a breakfast of leaders, teach the limits from Arjun Singh to Lalu

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી