જમ્મુ-કાશ્મીર / અલગાવવાદીઓએ રોકી અમરનાથ યાત્રા, કાશ્મીર ઘાટીમાં બંધને પગલે જમ્મુથી આગળ રવાના નહીં થાય શિવભક્તોનો જથ્થો

Divyabhaskar.com

Jul 13, 2019, 12:59 PM IST

જમ્મુ-કાશ્મીરઃ અલગાવવાદીઓએ આપેલા બંધના કારણે 13 જુલાઈ શનિવારે અમરનાથ યાત્રા સ્થગિત કરી દેવાઈ છે. અને તીર્થયાત્રીઓને જમ્મુથી કાશ્મીર ઘાટી તરફ જવા દેવાની અનુમતિ આપવામાં આવી નથી. પોલીસના જણાવ્યા મુજબ 'અલગાવવાદીઓના બંધ એલાન બાદ કાયદો-વ્યવસ્થાની સ્થિતિને જોતા જમ્મુથી શ્રીનગર જનારા તીર્થયાત્રિકોની આવનજાવન આજે બંધ રહેશે'

વર્ષ 1931માં ડોગરા મહારાજાની સૈનાએ શ્રીનગર સેન્ટ્રલ જેલ બહાર ગોળીબાર કર્યો હતો. જેમાં માર્યા ગયેલા લોકોની યાદમાં જમ્મુ તેમજ કાશ્મીરમાં 13 જુલાઈએ શહીદી દિવસ મનાવાય છે.

તો રાજ્ય સરકાર આ દિવસને 1947માં આઝાદી માટે લડનારા સ્વતંત્રતા સૈનાનીઓ પ્રતિ સન્માનના રૂપે મનાવે છે. 1 જુલાઈના શરૂ થયેલ અમરનાથ યાત્રાની વાર્ષિક તીર્થયાત્રામાં 1.50 લાખથી વધુ તીર્થયાત્રીઓ અત્યાર સુધીમાં બાબા બર્ફાનીના દર્શન કરી ચૂક્યા છે. આ વર્ષે 15 ઓગસ્ટના શ્રાવણ પૂર્ણિમાના દિવસે અમરનાથ યાત્રા પૂર્ણ થશે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી