ઉન્નાવ વિવાદ / સલમાન ખુરશીદે કહ્યું- ગ્રામીણ વિસ્તારોમાં રહેનાર લોકો ડરમાં જીવી રહ્યાં છે

Salman Khurshid said that the people living in the densely areas are living in fear

  • ઉતર પ્રદેશના ઉન્નાવમાં મદરેસાના સ્ટુડન્ટ પર કેટલાક લોકોએ કથિત રીતે જય શ્રી રામ બોલવાનું દબાણ કર્યું હતું
  • આઈજી પ્રવીણ કુમારે કહ્યું- કેટલાક લોકો ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવાની કોશિશ કરી રહ્યાં છે

Divyabhaskar.com

Jul 13, 2019, 04:01 PM IST

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુરશીદે શનિવારે ન્યુઝ એજન્સી સાથે ઉન્નાવમાં થયેલી ઘટનાને લઈને વાત કરી હતી. તેમણે દાવો કર્યો કે ગ્રામીણ વિસ્તારોમાં રહેનાર સમાજના નબળા વર્ગના લોકો ડરમાં જીવી રહ્યાં છે. દરેક ભારતીયની જવાબદારી છે કે આ લોકોના દર્દને સમજે.

ક્રિકેટ મેચ દરમિયાન બંને પક્ષોની વચ્ચે વિવાદ હતો- પોલિસ

  • ખુરશીદે આ વાત ઉતર પ્રદેશના ઉન્નાવમાં થયેલી ઘટનાના જવાબમાં કહી હતી. બીજી તરફ રિપોર્ટ મુજબ અહીં મદરેસાના સ્ટુડન્ટને કથિત રીતે જય શ્રી રામના નારા લગાવવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. તેમની સાથે મારપીટ કરવામાં આવી.
  • ખુરશીદે જણાવ્યું કે જે લોકો દિલ્હી કે તેના આસપાસના વિસ્તારમાં રહે છે, તેમના માટે ગંભરાવવા જેવી કોઈ બાબત નથી. પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં રહેનાર લોકને કોઈ સાંભળતું નથી. આપણી એ જવાબદારી છે કે આપણે તેમની વાતને પણ સાંભળીએ. આ માત્ર ભારતીય મુસ્લિમોની જ વાત નથી પરંતુ દરેક ભારતીયએ આ અનુભવવું જોઈએ.
  • ખુરશીદે કહ્યું- આ ઘટનાને સામાન્ય રીતે ષંડયંત્ર કે નાની માનસિકતા કહી શકાય, આ કારણે આવી ઘટનાઓ પ્રકાશમાં આવે છે. ઘણાં લોકોના મગજમાં આ વાત કઈ રીતે આવે છે ? જો કોઈ માસ્ટરમાઈન્ડ છે તો આ મામલાની ઉડાણ સુધી તપાસ થવી જોઈએ.
  • ઉન્નાવની જામા મસ્જિદના મૌલાના નઈમ મિસ્બાહીએ ન્યુઝ એજન્સી સાથેની વાતચીતમાં જણાવ્યું કે ત્રણ બાળકોને ક્રિકટની રમત દરમિયાન મારવામાં આવ્યા. તેનું કારણ એ હતું કે તેમણે જય શ્રી રામના નારા લગાવવાથી ઈન્કાર કર્યો હતો. તેમણે બાળકો પર પથ્થર પણ ફેંક્યા. જયારે અમે તે છોકરાઓની ફેસબુક પ્રોફાઈલ ચેક કરી તો, તમામ બજરંગ દળના હતા.
  • જોકે આઈજી લો એન્ડ ઓર્ડર પ્રવણી કુમારે દાવો કર્યો હતો કે કોઈ પણ પ્રકારના ધાર્મિક નારાની વાત ઉઠી નથી. આ મારામારી ક્રિકેટ મેચ દરમિયાન બે લોકોની વચ્ચે થયેલા વિવાદની હતી. તેમણે જણાવ્યું કે- સ્થાનિક પોલિસે મામલા પર જરૂરી પગલા ભર્યા છે. કેટલાક લોકો આ વિવાદને સાંપ્રદાયિક રંગ આપવાની કોશિશમાં છે. પોલિસ તેમની વિરુદ્ધ પગલા લેેશે.
X
Salman Khurshid said that the people living in the densely areas are living in fear
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી