રશિયા / મકાઈના ખેતરમાં વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરીને 230 મુસાફરોને બચાવવામાં આવ્યા, પાયલોટને હીરોનો દરજ્જો મળ્યો

  • પક્ષી સાથે ટકરાયા બાદ વિમાનના એન્જિનમાં આગ લાગી હતી
  • વિમાનમાં 233 મુસાફરો હતા, અકસ્માતમાં 23ને ઈજા

Divyabhaskar.com

Aug 16, 2019, 04:37 PM IST

મોસ્કોઃ રશિયામાં ગુરૂવારે પક્ષીઓ સાથે ટકરાયા બાદ એરબસ A-321 વિમાનને મકાઈના ખેતરમાં ઉતારવું પડ્યું હતું. અધિકારીઓએ કહ્યું કે વિમાનમાં 233 લોકો સવાર હતા. અકસ્માતમાં 23 લોકોને ઈજા પહોંચી છે.

રશિયાની રોસાવત્સિયા એર ટ્રાન્સપોર્ટ એજન્સીએ કહ્યું કે યુરાલ એરલાઈન્સ A-321 મોસ્કોના જુકોવ્સકી એરપોર્ટ પરથી 226 મુસાફરો અને સાત ક્રુ મેમ્બર્સને લઈને રશિયાના અધિકારવાળા ક્રિમિયાના સેમ્ફરોપોલ લઈ જહી રહી હતી. ટેક-ઓફના તરંત બાદ વિમાન પક્ષીને ટકરાયા હતું. આ કારણે એન્જિનમાં આગ લાગી. બાદમાં પાયલટે તાત્કાલિક વિમાનના ઈમરજન્સી લેન્ડિંગનો નિર્ણય કર્યો.

રોસાવત્સિયાએ કહ્યું કે વિમાનના રનવેથી લગભગ એક કિલોમીટર દૂર મકાઈના ખેતરમાં ઉતારવામાં આવ્યું. વિમાનનું એન્જિન બંધ થઈ ગયું હતું. મુસાફરોને ઈમરજન્સી સીડીઓ પરથી બહાર નીકાળવામાં આવ્યા. ઈજાગ્રસ્ત થયેલા કેટલાક લોકેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને અન્યને એરપોર્ટ પરત મોકલવામાં આવ્યા.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી