• Home
  • National
  • RTI: Indian raiwalys earned 1536 crore from cancellation of tickets

ખુલાસો / રદ ટિકિટ દ્વારા રેલવેને 1536 કરોડની જંગી કમાણી, બિનઆરક્ષિત ટિકિટ દ્વારા 18 કરોડની કમાણી

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • રેલવેની કમાણી અંગે આરટીઆઈમાં મળી માહિતી

Divyabhaskar.com

Jul 13, 2019, 04:34 AM IST

ઇંદોર: રેલવે રદ કરાયેલી ટિકિટ દ્વારા પણ જંગી કમાણી કરે છે તેવી ચોંકાવનારી માહિતી આરટીઆઈમાં મળી છે. મધ્ય પ્રદેશના નિમચના રહેવાસી ચંદ્રશેખર ગૌડે આ આરટીઆઈ દ્વારા પૂછેલા સવાલમાં જણાવાયું છે કે રદ કરાયેલી ટિકિટ દ્વારા 2018-19 ટિકિટમાં 1536.85 કરોડની કમાણી કરી છે.

મુસાફરોને રાહત મુદ્દે મૌન

ગોડે એવો પણ સવાલ પૂછ્યો હતો કે ટિકિટ રદ કરવાને બદલે પ્રવાસીઓ પાસેથી વસૂલાતા શુલ્કમાં ઘટાડો કરવાની કોઈ યોજના છે કે કેમ. જો કે આ અંગે રેલવે સત્તાવાળાઓ દ્વારા કોઈ જવાબ અપાયો નથી. આ ઉપરાંત બિનઆરક્ષિત ટિકિટ રદ કરાવવાથી પણ રેલવેને 18.23 કરોડની આવક થઈ હતી. અત્યાર સુધી એવું મનાતું કે રેલવેને માત્ર મુસાફર ભાડા અને નૂર ભાડાની આવકમાંથી જ મોટી આવક થાય છે પણ આરટીઆઈના ખુલાસા પછી ચોંકાવનારી માહિતી મળી છે કે રેલવે લગભગ 1600 કરોડ જેટલી કમાણી ટિકિટ રદ દ્વારા પણ કરે છે. જો કે મુસાફરોને રાહત આપવા મુદ્દે હજુ સુધી રેલવે તરફથી કોઈ ખુલાસો કરાયો નથી.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી