• Home
  • National
  • Rs. 10 thousand crore shares, it will still be seven years

કેશબેક / એક વર્ષમાં રૂ. 10 હજાર કરોડ વહેંચાયા, હજુ સાત વર્ષ મળશે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • બજેટમાં ડિજિટલ પેમેન્ટ વધારવા પર જોર, કેશબેક આપીને કંપનીઓ પણ તેને વધારી રહી છે

Divyabhaskar.com

Jul 14, 2019, 02:38 AM IST

વિનાયક દુબે, મુંબઈઃ ડિજિટલ પેમેન્ટ ખાસ કરીને યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (યુપીઆઈ)થી ચુકવણીને પ્રોત્સાહન આપવા માટે સરકારે આ વખતના બજેટમાં ઘણી જોગવાઈઓ કરી છે. ભાસ્કરે ડિજિટલ પેમેન્ટ ટ્રેન્ડની તપાસ કરી તો ખબર પડી કે, કેશબેક ઓફર્સથી પણ ડિજિટલ પેમેન્ટને ખૂબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે. પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના માનદ સભ્ય અને ફિનટેક કન્વર્જન્સ કાઉન્સિલના ચેરમેન નવીન સૂર્યાએ કહ્યું કે, વિવિધ કંપનીઓના આંકડા અને અનુમાન પ્રમાણે, છેલ્લા નાણાકીય વર્ષમાં જ આશરે રૂ. આઠથી દસ હજાર કરોડ કેશબેક તરીકે વહેંચાયા. યુપીઆઈ પ્લેટફોર્મ પર આધારિત એપ્સ પર ટ્રાન્ઝેક્શન ઝડપથી વધી રહ્યા છે.

લોકો ઓફર્સને કારણે જ કરે છે ડિજિટલી પેમેન્ટ
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના આંકડા પ્રમાણએ, 2018-19માં રૂ. 535 કરોડના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયા, જેનું મૂલ્ય રૂ. 8.77 લાખ કરોડ છે. તે પાછલા વર્ષની તુલનામાં 8% વધારે છે. તે પાછલા વર્ષની તુલનામાં આઠ ગણા વધારે છે. સૌથી વધુ કેશબેક યુપીઆઈ આધારિત એપ્સ (જેમ કે, ગૂગલ પે, ફોન પે અને પે-ટીએમ) જ આપી રહ્યા છે. ગૂગલ અને બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપનો રિપોર્ટ ‘ડિજિટલ પેમેન્ટ્સ 2020’ના કહેવા પ્રમાણે, ભારતમાં નાના શહેરોમાં 57% લોકો ઓફર્સના કારણે જ ડિજિટલ પેમેન્ટ્સનો ઉપયોગ કરે છે. મોટાં શહેરોમાં પણ આ આંકડો 48% જેટલો ઊંચો છે. નવીન સૂર્યના કહેવા પ્રમાણે, મોટા ભાગના પેમેન્ટ એપ્સ હજુ પણ નુકસાન કરી રહ્યા છે. આમ છતાં, તેઓ કેશબેક આપી રહ્યા છે કારણ કે તેઓ ગ્રાહકોની સંખ્યા અને બ્રાન્ડ વેલ્યૂ વધારવા માંગે છે. એટલે કેશબેકનો સિલસિલો હજુ પાંચ-સાત વર્ષ ચાલશે. આ પ્રકારની એપ્સને લોકપ્રિય બનાવવાનો સૌથી સરળ ઉપાય આ જ છે.

3 કેસથી સમજો કેશબેકનું ગણિત
કેસ-1
ભોપાલના સાત્વિકે એક ફૂડ એપથી રૂ. 100નું બટર પનીર ઓર્ડર કર્યું. એપ પર તેને 60% ડિસ્કાઉન્ટ મળ્યું. બાદમાં તેમણે રૂ. 40 એમેઝોન પેથી ચૂકવ્યા. તેના પર પણ તેમને રૂ. 30નું કેશબેક મળ્યું. એટલે કે, સાત્વિકને રૂ. દસમાં બટર પનીરની એક ડિશ મળી ગઈ.

કેસ-2
સુરતના વૈભવે તેના દોસ્તને ગૂગલ પે ડાઉનલોડ કરવાની લિન્ક મોકલી. તેણે એપ ડાઉનલોડ કરીને વૈભવને રૂ. 1500 ટ્રાન્સફર કર્યા. વૈભવને એપ રિફર કરવા બદલ રૂ. 50 કેશબેક મળ્યા. તેના મિત્રનું આ પહેલું ટ્રાન્ઝેક્શન હતું તેને પણ રૂ. 40 કેશબેક મળ્યા.

કેસ-3
દિલ્હીમાં એક રેસ્ટોરન્ટ માલિકને આરવે પૂછ્યું કે, શું હું અહીં બેસીને ફૂડ એપથી ઓર્ડર કરી દઉં? માલિકે વાંધો ના ઉઠાવ્યો. ઑવે ફૂડ એપથી ઓર્ડર કર્યો. તેને 30% ડિસ્કાઉન્ટ મળ્યું. ફોન પેથી પેમેન્ટ કર્યું તો રૂ. 15 કેશબેક મળ્યું. તે રેસ્ટોરન્ટથી ઓર્ડર કરતો તો તેને રૂ. 50 ‌વધુ ચૂકવવા પડત!

3 પ્રકારના કેશબેક કેવી રીતે મળે છે

  • સીધા એકાઉન્ટમાં

ગૂગલ પે, ફોન પે જેવી એપ્સ ડિજિટલ પેમેન્ટ કે ટ્રાન્સફર પર સીધા બેન્ક એકાઉન્ટમાં પૈસા જમા કરે છે. તેઓ આવું એટલે કરે છે કારણ કે આ રકમ હોલ્ડ કરવા તેમણે આરબીઆઈની મંજૂરી લેવી પડે. જેમ કે, પે-ટીએમ પાસે વૉલેટમાં પૈસા રાખવાનું લાઈસન્સ છે. મોટા ભાગના કેશબેક બેન્ક ખાતામાં ટ્રાન્સફર કે ઓનલાઈન શોપિંગ પર મળે છે.

  • ફક્ત એપમાં

અનેક ટ્રાવેલ, ફૂડ, રિટેલ એપ્સ પોતાના વૉલેટમાં જ કેશબેક આપે છે, જેનો ફક્ત તેમના એપ પર જ ઉપયોગ થઈ શકે. કેશબેક બેન્કમાં નથી જતી અને તેનો લાભ લેવા એપ પર ફરી વાર કોઈ ખરીદી કરવી પડે. ટૂંકમાં આ એક પ્રકારનું ડિસ્કાઉન્ટ છે, પરંતુ પછીની ખરીદી પર. અનેક એપ્સમાં આ પ્રકારની કેશબેકની એક્સપાયરી ડેટ પણ હોય છે.

  • ક્રેડિટકાર્ડમાં

અનેક ક્રેડિટકાર્ડ કંપનીઓ પણ નક્કી વેબસાઈટ કે એપ્સમાં ખરીદી કરવા કેશબેક આપે છે. આ પૈસા બાદમાં ક્રેડિટકાર્ડ બિલમાંથી ઓછા થઈ જાય છે. ચોક્કસ મર્યાદાથી વધુ ખર્ચ કરવા પર જ ઓફર મળે છે અને ચોક્કસ મર્યાદા સુધી જ કેશબેક મળે છે.

હજુ વધુ કંપનીઓ આવશે, એટલે કેટલાંક વર્ષો સુધી કેશબેક મળતું રહેશે
દેશમાં વધી રહેલું ડિજિટલ પેમેન્ટ માર્કેટ હજુ વધારે નવા ખેલાડીઓ મેદાનમાં ઉતારશે. તેનાથી તેમના વચ્ચે ઓફર્સ-કેશબેક આપવાની હોડ જામશે. નવીન સૂર્યા કહે છે કે, આવનારા સમયમાં હજુ વધારે ગ્લોબલ કંપનીઓ ભારતીય માર્કેટમાં ઉતરશે. વૉટ્સએપ ઝડપથી પેમેન્ટ સર્વિસ શરૂ કરી રહ્યું છે, જેના ટ્રાયલ ચાલી રહ્યા છે. ટ્રૂ કૉલર એપ આ સર્વિસ શરૂ કરી ચૂક્યું છે. ચીનની ટેસેન્ટ કંપની ‘વિચેટ પે’ સર્વિસ ભારતમાં શરૂ કરી શકે છે. તમામને માર્કેટમાં મજબૂત રીતે પગદંડો જમાવવા ઓફર્સ આપવી પડશે અને કેશબેક ઓફર આ મામલામાં સૌથી વધુ સફળ સાબિત થયા છે.

આ રીતે સમજો, કેવી રીતે અપાય છે કેશબેક
શૉપિંગ, ટ્રાવેલ, ફૂડ એપ્સ કેશબેક આપવા સિવાય પેમેન્ટ માટે ઉપયોગમાં લીધેલા એપ પર કેશબેક આપે છે.
કેશબેકની આ સાઈકલમાં બેન્કમાં પૈસા ટ્રાન્સફર કરવા પર મળનાર કેશબેક નથી હોતું. તે ગ્રાહકો વધારવા અપાય છે.

ગ્રાહક
ગ્રાહક કેશબેકની ઓફર્સ જોઈને મર્ચન્ટ વેબસાઈટ કે એપથી કેશબેક આપનારા એપ્સ (ગૂગલ પે, ફોન પે વગેરે)ની મદદથી ખરીદી કરે છે.

કેશબેક આપનારી એપ્સ
પેમેન્ટ એપ્સ-કેશબેક સાઈટ કમિશનમાં મળેલા પૈસાનો કેશબેકમાં ઉપયોગ કરે છે.

શૉપિંગ એપ્સ
શૉપિંગ એપ્સ વેચાણથી થયેલો ફાયદો અને ડિજિટલ માર્કેટિંગના ખર્ચનો હિસ્સો કમિશન તરીકે કેશબેક પ્લેટફોર્મ પર આપે છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી