ગુનેગારો બેફામ / PM મોદીના ભત્રીજી સાથે દિલ્હીના VVIP વિસ્તારમાં લૂંટની ઘટના બની, પોલીસ હવે દોડધામમાં

દમયતીબેન મોદી

  • સિવિલ લાઇન્સ વિસ્તારમાં પીએમ મોદીના ભાઇ પ્રહલાદ મોદીની દીકરી સાથે લૂંટની ઘટના બની
  • પોલીસને ફરિયાદ સમયે પીએમ મોદી સાથે તેમના સંબંધની ખબર ન હતી, મીડિયાથી જાણકારી મળી

Divyabhaskar.com

Oct 12, 2019, 08:34 PM IST

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભત્રીજી સાથે દિલ્હીના વીવીઆઇપી વિસ્તાર સિવિલ લાઇન્સમાં લૂંટની ઘટના બની હતી. સ્કૂટી પર આવેલી બે વ્યક્તિઓએ તેમનું પર્સ ઝુંટવી લીધું હતું. આ ઘટના દમયંતી મોદી સાથે બની હતી જેઓ નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહલાદ મોદીના દીકરી છે. પોલીસ રિપોર્ટ સમયે દમયંતીએ તેમના પીએમ સાથેના સંબંધ અંગે જણાવ્યું ન હતું. પરંતુ પોલીસને મીડિયા મારફતે માહિતી મળી કે તેઓ તેમના ભત્રીજી છે. પોલીસ હવે આરોપીઓની શોધમાં લાગી ગઇ છે.

પતિ વિકાસ મોદી અને બે પુત્રી સાથે સુરત ખાતે રહેતાં દમયંતીબેન આજે સવારે અમૃતસરથી દિલ્હી પરત આવ્યા હતાં. તેમનો રૂમ સિવિલ લાઇન્સના ગુજરાતી ભવન સમાજમાં બુક હતો. તેઓ પુરાની દિલ્હીથી ઓટો કરીને પરિવાર સાથે ગુજરાતી સમાજ ભવન પહોંચ્યા હતાં. હજુ ગેટ પર તેઓ ઓટોથી ઉતરી રહ્યા હતા ત્યાં સ્કૂટી પર બે ગુંડાઓએ આવીને તેમનું પર્સ છિનવી લીધું હતું. તેઓ કંઇ કહે તે પહેલા જ બદમાશો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. દમયંતીબેનના નિવેદન પ્રમાણે પર્સમાં 56 હજાર રૂપિયા, અમુક જરુરી કાગળો અને બે મોબાઇલ હતા.

તેમને સાંજે (12 ઓક્ટોબર)અમદાવાદની ફ્લાઇટ પકડવાની હતી પરંતુ તેમના દસ્તાવેજ ગાયબ થઇ ગયા છે. અત્યારે પોલીસ મામલાની તપાસ કરી રહી છે. સિવિલ લાઇન્સની વાત કરવામાં આવે તો તે દિલ્હીના વીવીઆઇપી વિસ્તારો પૈકીનો એક વિસ્તાર છે. જે જગ્યાએ આ ઘટના બની તેનાથી માત્ર અમુક ડગલા દૂર જ લેફ્ટનન્ટ ગવર્નરનું ઘર છે. દિલ્હીના મુખ્યમંત્રીનો આવાસ પણ થોડા અંતરે જ છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી