J&K / મુખ્ય સચિવે કહ્યું- કોઈનો જીવ નથી ગયો, તબક્કાવાર પ્રતિબંધ હટાવવામાં આવશે

  • જમ્મુ-કાશ્મીરમાં રાત્રિની ફ્લાઈટ, યાત્રીઓનું આવવું જવું અને અન્ય સુવિધાઓ ધીમે ધીમે શરૂ કરી દેવામાં આવી છે

Divyabhaskar.com

Aug 16, 2019, 05:20 PM IST

નેશનલ ડેસ્ક: જમ્મુ-કાશ્મીરમાં કડક સુરક્ષા વ્યવસ્થા દરમિયાન સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યમાં અનુચ્છેદ 370ને ખતમ કરે 10 દિવસ કરતા વધુ સમય થઈ ગયો છે પરંતુ કલમ 144 હજી પણ લાગુ છે અને મોબાઈલ સેવા બંધ છે. જોકે રાત્રિની ફ્લાઈટ, યાત્રીઓનું આવવું જવું અને અન્ય સુવિધાઓ ધીમે ધીમે શરૂ કરી દેવામાં આવી છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ બીએસ સુબ્રમણ્યમે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું છે કે, આ દસ દિવસ દરમિયાન કોઈ દુર્ઘટના નથી થઈ અને કોઈના જીવ નથી ગયા. તબક્કાવાર પ્રતિબંધોમાં છૂટ આપવામાં આવશે.


ધીમે ધીમે છૂટ આપવામાં આવી રહી છે

તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, સરકાર તરફથી સમયાંતરે છૂટ આપવામાં આવી રહી છે. ઈદ વખતે પણ લોકોને રાહત આપવામાં આવી હતી. તે ઉપરાંત જે લોકો હજ પરથી પરત આવી રહ્યા છે તેમને પણ પૂરતી સુવિધા આપવામાં આવી રહી છે. સુબ્રમણ્યમે જાહેરાત કરી છે કે, એક પણ વ્યક્તિનો જીવ નથી ગયો. પાકિસ્તાન સતત કાશ્મીરનું વાતાવરણ ખરાબ કરી રહ્યું છે. પરંતુ તેને આમા સફળતા નથી મળી. ચીફ સેક્રેટરીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન લશકર-એ-તોઈબા અને હિઝબુલ જેવા સંગઠનોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તે સાથે તેમણે એવું પણ કહ્યું હતું કે, ખીણ વિસ્તારની સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે અને અમે તબક્કાવાર પ્રતિબંધો હટાવી રહ્યા છીએ. અત્યારે સરકારી ઓફિસમાં કામ શરૂ થઈ ગયું છે અને ધીમે ધીમે સ્કૂલ કોલેજોને પણ ખોલવામાં આવી રહી છે.

જમ્મુ-કાશ્મીરમાં ચારેય બાજુ વિકાસ કરવાનો સરકારનો હેતુ
જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ બીએસ સુબ્રમણ્યમે તેમની પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી છે કે, જમ્મુ-કાશ્મીકમાં ચારેય બાજુ વિકાસ કરવાનો જ સરકારનો મુખ્ય લક્ષ્યાંક છે. તેમણે કહ્યું કે, સરકાર આ સમયે તે સંગઠનો વિશે માહિતી મેળવી રહી છે જે ખીણ વિસ્તારમાં આતંકવાદ ફેલાવાનું કામ કરી રહી છે. તેમના વિરુદ્ધ એક્શન લેવામાં આવશે. તે માટે સરકાર તરફથી સમગ્ર દુનિયામાંથી રેકોર્ડ્સ ભેગા કરવામાં આવી રહ્યા છે. ખીણમાં કોઈ પણ પ્રકારનું વાતાવરણ ખરાબ ન થાય તે માટે અમુક સર્વિસ પર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યા છે. જેમકે ફોન સર્વિસ અને ઈન્ટરનેટ સર્વિસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ રોહિત કંસલના જણાવ્યા પ્રમાણે ઓફિસરની દરેક પ્રતિબંધિત વિસ્તારો પર નજર છે. જ્યાં પણ જરૂર છે ત્યાં પ્રતિબંધોમાં છૂટ આપવામાં આવી રહી છે. કંસલના જણાવ્યા પ્રમાણે હોસ્પિટસ, મેડિકલ સુવિધા, રાષ્ટ્રીય હાઈવે અને એરપોર્ટ ઉપર પણ સામાન્ય સ્થિતિમાં કામ થઈ રહ્યું છે.

5 ઓગસ્ટે હટાવવામાં આવી કલમ 370
ગૃહમંત્રી અમિત શાહે 5 ઓગસ્ટે રાજ્યસભામાં અનુચ્છેદ 370 ખતમ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેના થોડા સમય પછી જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા અધિસૂચના જાહેર કરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કરી દેવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બે અલગ અલગ કેન્દ્ર શાસિત રાજ્ય બનાવવામાં આવ્યા. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ખતમ કરાશે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી