ATM ચાર્જ / આરબીઆઈએ બેન્કોને કહ્યું- બેલેન્સ ઈન્કવાયરી અને ફેલ ટ્રાન્ઝેક્શન્સ ફ્રી લિમિટમાં ન ગણવામાં આવે

RBI tells banks - balance inquiry and fail transactions should not be counted in Free Limit

  • એટીએમમાં કેશ ન હોય તો તેને ફ્રી ટ્રાન્ઝેક્શન્સ માનવામાં આવશે નહિ
  • બેન્ક દર મહિને એક નક્કી લિમિટ બાદ એટીએમ ટ્રાન્ઝેક્શન્સ પર ચાર્જ લે છે 
  • આરબીઆઈને આ અંગે ગ્રાહકો પાસેથી ફરિયાદ મળી રહી હતી

Divyabhaskar.com

Aug 15, 2019, 02:19 PM IST

મુંબઈઃ આરબીઆઈએ બેન્કોને કહ્યું કે ટેકનીકલ ખામીના કારણે અને કેશ ન હોવાને કારણે ફેલ થનાર એટીએમ ટ્રાન્ઝેક્શન્સને ફ્રી ટ્રાન્ઝેક્શન્સની લિમિટમાં સામેલ ન કરવામાં આવે. નોન કેશ વિડ્રોઅલ ટ્રાન્ઝેક્શન્સને પણ આ શ્રેણીમાં ન માનવામાં આવે.

આ ટ્રાન્ઝેક્શન્સ ફ્રી કેટેગરીની લિમિટથી અલગ

- ખાતામાં રકમની માહિતી
- ચેક બુક માટે એપ્લિકેશન
- ટેક્સની ચૂકવણી
- ફન્ડ ટ્રાન્સફર

બેન્ક દર મહીને એક નક્કી લિમિટ બાદ એટીએમ ટ્રાન્ઝેક્શન્સ પર ગ્રાહકો પાસેથી ચાર્જ લે છે. આરબીઆઈને ફરિયાદ મળી રહી હતી કે એટીએમમાં કેશ ઉપલબ્ધ ન હોવા અને સોફ્ટવેર કે હાર્ડવેરની ગડબડ જેવા કારણોથી ફેલ ટ્રાન્ઝેક્શન્સને પણ બેન્ક ફ્રી ટ્રાન્ઝેક્શન્સની શ્રેણીમાં ગણે છે.

X
RBI tells banks - balance inquiry and fail transactions should not be counted in Free Limit
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી