મહારાષ્ટ્ર / રાઉતે કહ્યું- ભાજપ આવતી કાલ સુધી સરકાર બનાવવા માટે બહુમતી સાબિત કરે, નિષ્ફળ રહેશો તો શિવસેના તેના પ્લાન પર અમલ કરશે

  •  રાજ્યપાલે સરકાર રચનાની પ્રક્રિયા શરૂ કરતા વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ ભાજપને સરકાર બનાવવા માટે બોલાવ્યો 
  •  NCP નેતા નવાબ મલિકે કહ્યું- રાજ્યપાલે ભાજપ દ્વારા કરવામાં આવી રહેલી ધારાસભ્યોની ડીલ પર ધ્યાન આપવું જોઈએ 

Divyabhaskar.com

Nov 10, 2019, 03:40 PM IST

મુંબઈઃ શિવસેના નેતા સંજય રાઉતે રવિવારે કહ્યું કે, તેમને સમજાતું નથી કે જો ભાજપ પાસે બહુમત હતી તો પરિણામ આવવાના 24 કલાકમાં સરકારનો દાવો રજુ કેમ ન કર્યો. ભાજપ સોમવાર સુધી સરકાર બનાવવા માટે બહુમતી સાબિત ન કરી શકી તો શિવસેના તેમના પ્લાનનો અમલ કરશે. અમારા નેતા વેપારી નથી. ડીલ શબ્દનો અર્થ છે- વેપાર એટલે કે નફો-નુકસાન. અમે કોઈની સાથે કોઈ ડીલ કરી નથી. કોઈની હિંમત નથી કે શિવસેનાના ધારાસભ્યોને તોડી શકે.

NCPએ શિવસેના સાથે આવવાના સંકેત આપ્યા
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ(રાકાંપા) પણ સરકાર બનાવવા માટે શિવસેના સાથે આવવાના સંકેત આપ્યા છે. રાકાંપાની મુંબઈ એકમના અધ્યક્ષ નવાબ મલિકે કહ્યું,‘જો શિવસેના ગૃહમાં ભાજપના વિરુદ્ધ વોટ કરે છે, તો અમે તેને સમર્થન આપવા અંગે વિચારીશું. જો ભાજપ સરકાર બનાવવાનો દાવો રજુ કરે છે. તો ગૃહમાં ફ્લોર ટેસ્ટિંગ વખતે NCP તેમના વિરુદ્ધ વોટ કરશે. અમે જોઈશું કે શિવસેના પણ સરકાર પાડવા માટે ભાજપ વિરુદ્ધ વોટ કરે છે કે નહીં. ત્યારબાદ અમે શિવસેનાના નેતૃત્વમાં વૈકલ્પિક સરકારના સમર્થન વિશે વિચારશે’

‘રાજ્યપાલને સરકાર બનાવવામાં સાવચેતી વર્તવી જોઈએ’
ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં રાકાંપા નેતાએ કહ્યું કે,‘રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવા માટે બોલાવીને સરકારની રચનાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ પહેલા પણ શરૂ થઈ શકતું હતું. રાજ્યપાલે હવે સાવચેતીથી કામ કરવું જોઈએ, કારણ કે ભાજપ પાસે સંતુલિત સરકાર બનાવવા માટે ધારાસભ્ય નથી. તેમણે ભાજપ દ્વારા શરૂ કરાયેલા ખરીદ વેચાણ પર પણ નજર કરવી જોઈએ.’ મલિકે કહ્યું કે, પાર્ટીએ 12મી નવેમ્બરે રાજકીય સ્થિતી પર ચર્ચા માટે ધારાસભ્યોની બેઠક બોલાવી છે.

શરદ પવારે સરકારમાં સામેલ થવાનો ઈન્કાર કર્યો
NCP પ્રમુખ શરદ પવારે બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ભાજપ-શિવસેના રાજ્યમાં સરકાર બનાવે. અમે જનતાને વિપક્ષ માટે પસંદ કરી છે, અમે વિપક્ષમાં જ બેસીશું. મારી પાસે હાલ કહેવા માટે કંઈ જ નથી. ભાજપ-શિવસેનાના લોકોને જનાદેશ મળ્યો છે, એટલા માટે ઝડપથી સરકાર બનાવવી જોઈએ. અમારો જનાદેશ વિપક્ષની ભૂમિકા નિભાવવાનો છે. પવારે કહ્યું કે,- હવે માત્ર એક જ વિકલ્પ છે કે ભાજપ અને શિવસેનાએ મળીને સરકાર બનાવવી જોઈએ.

રાજ્યપાલે ભાજપને કહ્યું- સરકાર બનાવવા માગતા હોવ તો જાણ કરો
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિહં કોશ્યારીએ શનિવારે વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ ભાજપને કહ્યું કે, જો સરકાર બનાવવા માંગો છો તો જાણ કરો. મહારાષ્ટ્રમાં 24 ઓક્ટોબરે પરિણામ જાહેર થયાના 15 દિવસ બાદથી અત્યાર સુધી સૌથી મોટા પક્ષ અથવા સરકાર બનાવવાનો દાવો રજુ કરાયો નથી. ભાજપના ધારાસભ્ય દળના નેતા દેવેન્દ્ર ફડણવીસે શનિવારે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી ફડણવીસે શુક્રવારે રાજ્યપાલને રાજીનામું સોંપી દીધું હતું.

ભાજપના સત્તા બનાવવાના 4 સમીકરણો
1) ભાજપના ગૃહમાં ધ્વનિમતથી બહુમતી સાબિત કરો
સમીકરણઃ288 સભ્યો વિધાનસભામાં ભાજપ પાસે 105 ધારાસભ્ય છે. બહુમતી માટે 145નો આંકડો જરૂરી છે. જો ભાજપ 29 અપક્ષ ધારાસભ્યોને તેમના પક્ષમા જોડશે તો તેમનું સંખ્યાબળ 134 થઈ જશે. બહુમતી પરીક્ષણ દરમિયાન ધ્વનિમતથી ભાજપ તેની બહુમતી સાબિત કરી શકે છે. 2014માં પણ દેવેન્દ્ર ફડણવીસ સરકારને ધ્વનિમતથી જ બહુમતી સાબિત કરી હતી. બહુમત પરીક્ષણના સમય સુધી ભાજપ અને શિવસેના સાથે ન હતા. સત્તા રચનાના થોડા સમય બાદ બન્ને પક્ષોનું ગઠબંધન થઈ ગયું હતું.

2) ભાજપે લઘુમતી સરકાર બનાવવી જોઈએ
જો ભાજપ 29 અપક્ષ ધારાસભ્યોને તેમના પક્ષમાં જોડી લેશે, તો તેમનું સંખ્યાબળ 134નું થઈ જશે, એવામાં પાર્ટી બહુમતીના આંકડાથી 11 સીટ દૂર રહેશે. આવી પરિસ્થિતીમાં ફ્લોર ટેસ્ટના સમયે વિધાનસભાથી બીજી પાર્ટીઓના 21 ધારાસભ્ય હાજર રહેશે તો ભાજપ ગૃહમાં બહુમતી સાબિત કરી લેશે. 21 ધારાસભ્યોની હાજરીની સ્થિતીમાં ગૃહની સભ્ય સંખ્યા 267 થઈ જશે અને બહુમતીનો આકંડો 134 થઈ જશે. આ આંકડો ભાજપ 29 અપક્ષોની મદદથી લઈ શકે છે.
સંભાવનાઃ ભાજપ કર્ણાટકમાં પણ આ પ્રકારે સરકારની રચના કરી ચુકી છે. જો રકે, ત્યાં ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. મહારાષ્ટ્રમાં નવી વિધાનસભા બની છે અને આવી સ્થિતીમાં ધારાસભ્યોના રાજીનામાની સંભાવના ઓછી છેય

3) શિવસેનાના 45 ધારાસભ્ય ભાજપમાં જોડાય

ભાજુ સાંસદ સંજય કાકડેએ દાવો કર્યો હતો કે શિવસેનાના 45 ધારાસભ્ય તેમની પાર્ટીને સમર્થન આપવા માંગે છે. એવામાં 56 ધારાસભ્યોવાળી શિવસેના સાથે 45 ધારાસભ્ય તૂટશે તો આ સંખ્યા બે-તૃતાંઉશથી વધારે થઈ જશે અને પક્ષપલટાનો કાયદો લાગુ નહીં થાય. 105 ધારાસભ્યો વાળી ભાજપનું સંખ્યા બળ આ ધારાસભ્યોની મદદથી 150 પહોંચી જશે અને ત્યાં ગૃહમાં બહુમતી સાબિત કરશે.
સંભાવનાઃ શિવસેનાએ આ સમીકરણની આશંકાને કારણે તેમના તમામ તેમના તમામ ધારાસભ્યોને રિઝોર્ટમાં રોકી રાખ્યા હતા.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી