પ્રતિક્રિયા / રામલલા બિરાજમાને કહ્યું- મસ્જિદથી નહીં, બાબરના નામથી વાંધો છે; મુસ્લિમ પક્ષકારોએ ચુકાદાને આવકાર્યો

મહંત દિનેન્દ્ર દાસ, હાજી મહેબુબ, જફરયાન ગિલાની, ઈકબાલ અંસારી-ફાઈલ
મહંત દિનેન્દ્ર દાસ, હાજી મહેબુબ, જફરયાન ગિલાની, ઈકબાલ અંસારી-ફાઈલ
X
મહંત દિનેન્દ્ર દાસ, હાજી મહેબુબ, જફરયાન ગિલાની, ઈકબાલ અંસારી-ફાઈલમહંત દિનેન્દ્ર દાસ, હાજી મહેબુબ, જફરયાન ગિલાની, ઈકબાલ અંસારી-ફાઈલ

  • મુસ્લિમ પક્ષકાર ઈકબાલ અંસારીએ કહ્યું- કોર્ટનો ચુકાદો માન્ય છે.
  • નિર્મોહી અખાડાના પક્ષકાર મહંત દિનેન્દ્ર દાસે કહ્યું- અમારો દાવો નકારવામાં આવ્યો તેનો કોઈ અફસોસ નહીં
  • સુન્ની વક્ફ બોર્ડના વકીલે કહ્યું- ચુકાદાનું સન્માન, પરંતુ અમે મસ્જિદ કોઈને આપી શકીએ નહીં.

Divyabhaskar.com

Nov 09, 2019, 05:45 PM IST
લખનઉઃ સુપ્રીમ કોર્ટની 5 ન્યાયમૂર્તિની બનેલી ખંડપિઠે આજે શ્રીરામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ (અયોધ્યા કેસ) અંગે ચુકાદો આપ્યો છે. કોર્ટે 2.77 એકર વિવાદિત જમીન રામલલા બિરાજમાનને આપવા આદેશ કર્યો છે. કોર્ટે કહ્યું હતું કે મુસ્લિમ પક્ષને મસ્જિદ નિર્માણ માટે 5 એકર વૈકલ્પિક જમીનની ફાળવણી કરવામાં આવે. રામલલા બિરાજમાને કહ્યું કે બાબરના નામ પર મસ્જિદ સ્વીકાર્ય નથી, બીજીબાજુ મુસ્લિમ પક્ષકારોએ ચુકાદાનું સ્વાગત કર્યું છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે હિન્દુ-મુસ્લિમ પક્ષકારોની પ્રતિક્રિયા

1.અયોધ્યા કેસના મુખ્ય પક્ષકાર ત્રિલોકી નાથ પાંડેએ કહ્યું- અયોધ્યામાં મસ્જિદ ગમે ત્યાં બને અમને કોઈ જ વાંધો નથી. બસ, અમે બાબરના નામ પરની મસ્જિદનો વિરોધ કરી છીએ. કેન્દ્ર સરકાર ટ્રસ્ટ બનાવી મંદિરનું નિર્માણ કરાવે, તેમાં કોઈ જ મતભેદ નથી. મુખ્ય ઉદ્દેશ મંદિરનું નિર્માણ કરવાનો છે.

2. હવે જોવાનું છે કે સરકાર અમને જગ્યા ક્યાં આપી રહી છેઃ અંસારી

2. બાબરી મસ્જિદના પક્ષકાર ઈકબાલ અંસારીએ કહ્યું- કોર્ટનો ચુકાદો માન્ય છે. દેશવાસી શાંતિ અને ભાઈચારો જાળવી રાખે. હવે જોવાનું છે કે સરકાર અમને મસ્જિદ નિર્માણ માટે ક્યાં જગ્યાની ફાળવણી કરી રહી છે. વર્તમાન સમયમાં કોર્ટના આ નિર્ણયથી એક મોટા પ્રશ્નનો ઉકેલ આવી ગયો છે. અન્ય એક પક્ષકાર હાજી મહેબુબે કહ્યું- હું શરૂઆતથી જ કહેતો હતો કે જે પણ ચુકાદો આવશે તે સ્વીકાર્ય રહેશે.

3. અમારો દાવો નકારાયો તેનો અફસોસ નથીઃ નિર્મોહી અખાડો

3. નિર્મોહી અખાડાના મહંત અને મુખ્ય પક્ષકાર મહંત દિનેન્દ્ર દાસે કહ્યું- અખાડાનો દાવો નકારવામાં આવ્યો તેને લઈ કોઈ જ અફસોસ નથી. કારણ કે અમે પણ રામલલાનો પક્ષ લઈ રહ્યા હતા.આગળ રિવિઝન અપીલ અંગે અખાડાના પંચ દ્વારા નિર્ણય કરવામાં આવશે. અમને ભગવાન રામજી માટે બધુ જ મળી ગયું છે.

4. ચુકાદાનું સન્માન, પણ મસ્જિદની જમીન નથી આપી શકતાઃ જીલાની

4. સુપ્રીમ કોર્ટે મસ્જિદ માટે પાંચ એકર જમીન સુન્ની વક્ફ બોર્ડને ઉપલબ્ધ કરાવવા માટે સરકારને આદેશ કર્યો છે. આ અંગે બોર્ડના વકીલ અફરયાબ જીલાનીએ કહ્યું હતું કે પ્રશ્ન 5 એકર જમીનનો નથી. અમે કોઈને પણ મસ્જિદ આપી શકીએ નહીં, મસ્જિદને હટાવી શકાય નહીં. જિલાનીએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાનું અમે સન્માન કરી છીએ. દેશવાસીઓને અપીલ છે કે તેઓ શાંતી જાળવી રાખે

5. સુપ્રીમ કોર્ટનો ચુકાદો

5. સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં 2.77 એકર વિવાદિત જમીન રામલલા બિરાજમાનને આપવા માટે આદેશ કર્યો છે. કોર્ટે કહ્યું છે કે મુસ્લિમ પક્ષને મસ્જિદ નિર્માણ માટે 5 એકર વૈકલ્પિક જમીનની ફાળવણી કરવામાં આવે. આ સાથે કેન્દ્ર સરકારને પણ આદેશ કર્યો છે કે તે મંદિર નિર્માણ માટે ત્રણ મહિનાની અંદર ટ્રસ્ટની રચના કરે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી