ભાજપ / રામલાલ 13 વર્ષ બાદ મહાસચિવ પદથી હટાવવામાં આવ્યા, વી સતીશ તેમની જગ્યા લેશે

રામલાલ, ફાઇલ ફોટો
રામલાલ, ફાઇલ ફોટો

  • રામલાલ 2006માં સંજય જોશીની જગ્યાએ રાષ્ટ્રીય મહાસચિવ(સંગઠન) બનાવવામાં આવ્યા હતા
  • રામલાલની આરએસએસમાં વાપસી, હવે સંઘમાં અખિલ ભારતીય સહસંપર્કની પ્રમુખની ભૂમિકા નિભાવશે
  • રાષ્ટ્રીય મહાસચિવની ભૂમિકા ભાજપ અને સંઘમાં બ્રિજનું કામ કરે છે

Divyabhaskar.com

Jul 13, 2019, 07:42 PM IST

નવી દિલ્હી: ભાજપે શનિવારે રાષ્ટ્રીય મહાસચિવ(સંગઠન) રામલાલને પદથી હટાવી દીધા છે. હવે તેઓ આરએસએસમાં અખિલ ભારતીય સહસંપર્ક પ્રમુખની ભૂમિકા નિભાવશે. રામલાલ 2006માં સંજય જોશની જગ્યાએ રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા હતા. રામલાલની જગ્યાએ તેમની જવાબદારી વી સતીશને સોંપાઇ શકે છે.

રામલાલ મથુરાના રહેવાસી છે. તેઓ પશ્વિમી ઉત્તરપ્રદેશમાં સંઘ પ્રચારક રહી ચૂક્યા છે. રાષ્ટ્રીય મહાસચિવ તરીકે તેઓ ભાજપના પ્રમુખ રણનીતિકાર હતા. ભાજપની દરેક મોટી બેઠકમાં તેમની હાજરી દેખાતી હતી. સંગઠન મંત્રીની ભૂમિકા ભાજપ અને સંઘ વચ્ચે એક બ્રિજ માનવામાં આવે છે.

સંઘથી સંગઠન મહાસચિવની નિયુક્તિ થાય છે

ભાજપ તેમજ રાજ્યોમાં સંગઠન મહાસચિવની નિયુક્તિ સંઘ કરે છે. આ લોકો સંઘ અને ભાજપ સંગઠન વચ્ચે સમન્વયનું કામ જોવે છે. પાર્ટી અધ્યક્ષ બાદ સંગઠન મહાસચિવનું પદ સૌથી મહત્વપૂર્ણ હોય છે.

X
રામલાલ, ફાઇલ ફોટોરામલાલ, ફાઇલ ફોટો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી