કાશ્મીર / કેન્દ્રીય મંત્રી અઠાવલેએ કહ્યું- જો ભારત સાથે વાતચીત કરવી હોય તો પાકે. પહેલાં પીઓકે પરત કરવું પડશે

  • રામદાસ અઠાવલેએ કહ્યું- પીઓકેના લોકો પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનથી પરેશાન છે
  • પાકિસ્તાને પીઓકે પર ગેરકાયેદસર રીતે કબજો કરી લીધો છે, ત્યાંના લોકો ભારતમાં સામેલ થવા માંગે છે

Divyabhaskar.com

Sep 14, 2019, 11:09 AM IST

ચંદીગઢ: કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું છે કે, જો પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન આપણી સાથે વાત કરવા માંગતા હોય તો તેમણે કાશ્મીરનો જે હિસ્સો તેમના કબજામાં છે તે ભારતને સોંપવો પડશે. કાશ્મીર પર તેમનો કોઈ અધિકાર નથી અને તેમણે ગેરકાયદેસર રીતે તેના પર કબજો કર્યો છે.

અઠાવલેએ કહ્યું કે, પીઓકેના લોકો ભારત આવવા માંગે છે. કારણકે તેઓ ઈમરાન ખાનના ખોટા વાયદાઓથી પરેશાન થઈ ગયા છે. ભારતે અનુચ્છેદ 370 હટાવીને ક્રાંતિકારી પગલું લીધું છે. તેની સાથે જ જમ્મુ-કાશ્મીર ફરી ભારત સાથે જોડાઈ ગયું છે. મને લાગે છે કે, આગામી પાંચ વર્ષમાં અહીં ઘણો વિકાસ થશે.

હરિયાણામાં ભાજપ સાથે મળીને ચૂંટણી લડીશું
કેન્દ્રીય મંત્રીએ કહ્યું મહારાષ્ટ્ર અને હરિયાણામાં તેમની પાર્ટી રિપબ્લિક પાર્ટી ઓફ ઈન્ડિયા (આરપીઆઈ) ભાજપ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડશે, જ્યારે અન્ય રાજ્યોમાં ભાજપને સમર્થન કરશે. મહારાષ્ટ્રમાં અમે 10 સીટો માંગી છે. આશા છે કે, અહીં આરપીઆઈ ગઠબંધનમાં આઠ સીટ મળશે. હરિયાણામાં પણ અમુક સીટો જીતવાની આશા છે. બંને રાજ્યોમાં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણી થવાની છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી