રણનીતિ / રામ માધવે કહ્યું- ભાજપ કશ્મીરના મુસ્લિમ બહુમતિ વિસ્તારમાં હિન્દુઓનો પુનર્વાસ કરશે

Ram Madhav said that the BJP will rehabilitate the Hindus in Kashmir's Muslim majority area

Divyabhaskar.com

Jul 13, 2019, 01:55 PM IST

નવી દિલ્હી: ભાજપ મહાસચિવ રામ માધવે કહ્યું કે પાર્ટી કાશ્મીર ઘાટીમાં વિસ્થાપિત હિન્દુઓના પુનર્વાસની તૈયારી કરી રહી છે. કાશ્મીર ઘાટીમાં મુસ્લિમ બહુમતિ વિસ્તાોરમાં હિન્દુઓને ફરીથી વસાવવામાં આવશે. આ પ્રસ્તાવને મોટાભાગે ઉપલી કક્ષાએ મંજૂરી મળી ચૂકી છે.

ન્યૂઝ એજન્સી રોયટર્સને આપેલા ઇન્ટરવ્યૂમાં રામ માધવે કહ્યું કે કાશ્મીરી હિન્દુઓને પંડિત પણ કહેવામાંઆવે છે. 1989માં કાશ્મીર ઘાટીમાં હિન્દુઓ વિરુદ્ધ હથિયારબંધ વિદ્રોહ શરૂ થયો હતો. તેના લીધે લગભગ 2 થી 3 લાખ પંડિત ઘાટી છોડીને જતા રહ્યાં હતાં. તેમનું પાછા ફરવું એ તેમનો મૌલિક અધિકાર છે અને તેનું સન્માન કરવામાં આવશે. તેમને ફરી રાજ્યમાં સ્થાપિત કર્યા બાદ સુરક્ષા પણ આપવામાં આવશે.


કાશ્મીર ઘાટીમાં 70 લાખ લોકો રહે છે

અત્યારે કાશ્મીર ઘાટીમાં 70 લાખ લોકો રહી રહ્યાં છે જમાં 97 ટકા મુસ્લિમ છે. ઘાટીમાં આતંકી ઘટનાઓ અને તણાવને લઇને સેના સહિત અન્ય સુરક્ષાદળો ત્યાં તહેનાત રહે છે. ગત ત્રણ દાયકાઓમાં કાશ્મીરમાં 50 હજાર લોકો માર્યા ગયાં છે.

માધવ પ્રમાણે પહેલા ભાજપ અને પીડીપી ગઠબંધન સરકારમાં જમ્મુ કાશ્મીરમાં હિન્દુઓ માટે અલગથી અથવા અહીં રહેતા લોકો સાથે ટાઉનશિપ બનાવવાનો પ્રસ્તાવ રાખ્યો હતો પરંતુ તેના પર કોઇ કામ થયું નહીં. અલગ અલગ એન્ક્લેવના નિર્માણ ક્ષેત્રમાં સ્થાનીય રાજકીય દળો, મુસ્લિમ નેૃત્વ અને હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરનારા સમૂહોથી કોઇ સમર્થન ન મળ્યું. કાશ્મીરમાં હિન્દુઓને પુનર્સ્થાપિત કરવા માટે મકાનો બનાવવાના મુદ્દે ગૃહ મંત્રાલયે કોઇ પણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો. 

X
Ram Madhav said that the BJP will rehabilitate the Hindus in Kashmir's Muslim majority area
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી