ફ્રાન્સમાં શસ્ત્ર પૂજા / રાજનાથે કહ્યું- અલૌકિક શક્તિમાં અમારી શ્રદ્ધા; એપ્રિલ-મે સુધીમાં ભારતને મળશે 7 રાફેલ

  • 8 ઓગસ્ટે દશેરાના દિવસે ફ્રાન્સે ભારતને પહેલું રાફેલ સોંપ્યું, રક્ષા મંત્રી રાજનાથ સિંહે તેની શસ્ત્ર પૂજા કરી હતી
  • આ શસ્ત્ર પૂજાની ઘણાં નેતાઓ દ્વારા નિંદા કરવામાં આવી હતી, જ્યારે કોંગ્રેસ નેતા મનુ સિંઘવી અને પાકિસ્તાની સેનાના પ્રવક્તા ગફૂરે તેને પરંપરા ગણાવી હતી

Divyabhaskar.com

Oct 11, 2019, 01:15 PM IST

નવી દિલ્હી: રક્ષામંત્રી રાજનાથ સિંહ ફ્રાન્સ મુલાકાતથી ગુરુવાર રાત્રે દિલ્હી પરત આવ્યા છે. તેમણે કહ્યું કે, ભારતને આવતા વર્ષે એપ્રિલ-મે સુધીમાં 7 રાફેલ લડાકુ વિમાન મળી જશે. આ વિમાન 1800 કિમી પ્રતિ કલાકની સ્પીડથી ઉડવા માટે સક્ષમ છે. મેં આ વિમાનમાં 1300 કિમી પ્રતિ કલાકની સ્પીડથી ઉડાન ભરી હતી. રાફેલ વિમાનને દેશમાં લાવવાનો સંપૂર્ણ શ્રેય વડાપ્રધાન મોદીને જાય છે. ફ્રાન્સમાં શસ્ત્ર પૂજા વિશે રાજનાથ સિંહે કહ્યું કે, અલૌકિક શક્તિમાં અમને વિશ્વાસ છે.

ફ્રાન્સ પ્રવાસ સફળ રહ્યો
રાજનાથ સિંહે કહ્યું, ફ્રાન્સ મુલાકાત ખૂબ સારી રહી. રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેન્ક્રો સાથે 35 મિનિટની મુલાકાત થઈ હતી. ભારત તેમની સુરક્ષા ક્ષમતા વધારવા માટે કોઈની પણ દખલગીરી સહન નહીં કરે. રાજનાથે એવું પણ કહ્યું કે, રાફેલ વાયુસેનામાં સામેલ થયા પછી આપણી સુરક્ષા ક્ષમતા અનેક ગણી વધી જશે.
રાફેલની શસ્ત્ર પૂજા વિશે તેમણે કહ્યું કે, લોકો તો જે ઈચ્છે તે કહે. મેં તે જ કર્યું જે સાચુ હતું અને આગામી સમયમાં પણ તે ચાલુ રાખીશ. બ્રહ્માંડમાં કોઈ અલૌકિક શક્તિ છે, તેમાં અમને શ્રદ્ધા છે. હું બાળપણથી તેમાં વિશ્વાસ રાખું છું.
રક્ષામંત્રીએ એવું પણ કહ્યું કે, કોઈ પણ ધર્મના લોકોને તેમની માન્યતાઓ પ્રમાણે પૂજા-પ્રાર્થના કરવાનો અધિકાર છે. જો કોઈ એવું કરે છે તો તે વિશે હું ક્યારેય કોઈ સલાવ ઉભા નહીં કરું. જોકે આ વિશે કોંગ્રેસની વિચારસરણી કઈંક અલગ છે. જોકે દરેક વ્યક્તિના વિચાર અલગ અલગ હોય છે.

રાફેલ સામે સવાલ ઉભા કરનાર લોકોને જવાબ મળી ચૂક્યો છે
રક્ષામંત્રીના જણાવ્યા પ્રમાણે, રાફેલ ડીલ વિશે વડાપ્રધાન પર જે આરોપ લગાવવામાં આવ્યા છે તે નિરાધાર છે. વડાપ્રધાન વિરુદ્ધ ગંદી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મને લાગે છે કે, આ મુદ્દે દેશની જનતાએ તેમનો જવાબ આપી દીધો છે.

રાજનાથની શસ્ત્ર પૂજાની તરફેણમાં સિંઘવી અને પાકિસ્તાની સેના

  • રાજનાથની ફ્રાન્સમાં શસ્ત્ર પૂજા વિશે કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ સમર્થન કર્યું છે. સિંઘવીએ ગુરુવારે ટ્વિટ કર્યું છે કે, માત્ર બે વાત અનંત હોય છે- બ્રહ્માંડ અને વિસ્તાર. તે તમામ હલકીવાતોને એક સાઈડમાં મૂકી દે છે. જો કોઈ ભારતીય આપણી પરંપરા પ્રમાણે પૂજા કરે છે તો તેની નિંદા ન કરવી જોઈએ. રક્ષા મંત્રીએ માત્ર આપણી પરંપરા નીભાવી છે.
  • જ્યારે પાકિસ્તાની સેનાના પ્રવક્તા આસિફ ગફૂરે ટ્વિટ કરીને કહ્યું છે કે, કોઈ ધાર્મિક વ્યક્તિ દ્વારા રાફેલની પૂજા કરવામાં આવે છે તો તે કઈ ખોટું નથી. તેનું સન્માન થવું જોઈએ. યાદ રાખો, આ માત્ર એક મશીન જ નથી જે મહત્વનું છે. તે મશીનને સંભાળનારની ક્ષમતા, ઝનૂન અને સંકલ્પ પણ ખૂબ મહત્વના છે.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી