નવી દિલ્હી / બિહારમાંથી પહેલીવાર રેલવેને સૌથી વધુ મહિલા ડ્રાઈવર મળશે, ભરતી ફાઈનલ તબક્કામાં, વર્ષના અંત સુધીમાં જોઈનિંગ 

Railways will get the highest female driver for the first time in Bihar

  • ઉત્તર અને પૂર્વીય ભારતમાં ટ્રેન ડ્રાઈવર બનવામાં પંજાબની મહિલાઓને સૌથી ઓછો રસ

Divyabhaskar.com

Jun 14, 2019, 02:02 AM IST

નવી દિલ્હી: રેલવેમાં ટ્રેન ડ્રાઈવર માટે બિહારમાંથી સૌથી વધુ મહિલાઓ ભરતી થઈ શકે છે કારણ કે, દેશમાં સૌથી વધુ આ જ રાજ્યની મહિલાઓએ પરીક્ષા આપી છે. રેલવેએ રાજ્યો પ્રમાણે વિવિધ તપાસ કરી લીધી છે, જે પ્રમાણે રેલવે ડ્રાઈવર બનવામાં સૌથી ઓછો રસ પંજાબની મહિલાઓએ દર્શાવ્યો છે. દિલ્હીમાંથી પણ વધુ મહિલાઓએ પરીક્ષા આપી હતી. ખાસ વાત એ છે કે રેલવેમાં પહેલીવાર 98 ટ્રાન્સજેન્ડરે પણ પરીક્ષા આપી છે. જો એ લોકો પરીક્ષા પાસ કરી લેશે તો તેઓ ટ્રેન ડ્રાઈવર અને ટેક્નિશિયન બની શકશે. સૂત્રોના જણાવ્યાનુસાર, ભરતની ફાઈનલ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને આ ઓનલાઈન પરીક્ષામાં 48 લાખ ઉમેદવાર સામેલ થયા હતા.

ઓનલાઈન પરીક્ષામાં 48 લાખ પરીક્ષાર્થીઓ હતા
રેલવેમાં લોકોમોટિવ પાઈલટ અને ટેક્નિશિયનના 64,371 હોદ્દાની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. તેમાં 27,795 ઉમેદવારને સહાયક લોકોમોટિવ પાઈલટ (ટ્રેન ડ્રાઈવર) અને 36,576 ટેક્નિશિયનના હોદ્દે નિમણૂક અપાશે. આ તમામ હોદ્દા માટે કુલ 48 લાખ લોકોએ પરીક્ષા આપી હતી તેમાં 42.82 લાખ પુરુષ અને 4.75 લાખ મહિલા છે. ટ્રેન ડ્રાઈવર બનવા માટે પહેલી વાર આટલી મોટી સંખ્યામાં મહિલાઓએ રસ બતાવ્યો છે. તેમાં સૌથી વધુ 72,817 મહિલા બિહારમાંથી છે. અત્યાર સુધી લોકલ ટ્રેન અને મેટ્રોમાં જ મહિલા ડ્રાઈવર રહેતી હતી, પરંતુ હવે લાંબી મુસાફરીની ટ્રેનોમાં પણ ડ્રાઈવરોની દિવસ-રાત ડ્યૂટી હોય છે. એટલે મહિલાઓ ઓછો રસ લે છે. આ પ્રક્રિયામાં સામેલ થયેલા 98 ટ્રાન્સજેન્ડર પણ પરીક્ષા પાસ કરી લેશે તો તેઓ પણ આ હોદ્દે ભરતી થઈ શકે છે.

રાજ્યવાર મહિલાઓ
બિહાર 72817
ઉત્તરપ્રદેશ 67813
આંધ્રપ્રદેશ 47358
મહારાષ્ટ્ર 43833
તમિલનાડુ 39139
મધ્યપ્રદેશ 32595
કેરળ 22799
પ. બંગાળ 21625
ઓડિશા 13944
તેલંગાણા 19117
ઝારખંડ 17513
દિલ્હી 2393
પંજાબ 1965

X
Railways will get the highest female driver for the first time in Bihar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી