PNB કૌભાંડ / EDની અપીલ પર ઈન્ટરપોલે નીરવ મોદીના ભાઈ નેહલ વિરોધી રેડ કોર્નર નોટિસ ફટકારી

PNB SCAM: Interpol Arrest Warrant Issues Against Nirav Modi Brother Nehal Modi

  • EDએ  નેહલ વિરોધી નોટિસ જાહેર કરવાની અપીલ કરી હતી 
  • નેહલ પર મની લોન્ડરિંગ અને પુરાવાનો નાશ કરવામાં નીરવની મદદ કરી હોવાનો આરોપ છે

Divyabhaskar.com

Sep 13, 2019, 01:23 PM IST

નવી દિલ્હીઃ PNB ગોટાળાના આરોપી નીરવ મોદીના ભાઈ નેહલ વિરોધી મની લોન્ડરિંગ અને તેના પુરાવાઓને નષ્ટ કરવામાં મદદ અંગેના આરોપ ઈન્ટરપોલે રેડ કોર્નર નોટિસ ફટકારી છે. આ કાર્યવાહી કરવા અંગે EDએ ઈન્ટરપોલને અપીલ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નેહલ હાલ અમેરિકામાં હોવાની આશંકા છે. તેમની પાસે બેલ્જિયમની નાગરિકતા છે. નીરવની બહેન પૂર્વીને પહેલાથી જ રેડ કોર્નર નોટિસઆપવામાં આવી છે.

રેડ કોર્નર નોટિસ શું છે?
ઈન્ટપોલ પોતાના સભ્ય દેશોની અપીલ પર કોઈ ભાગેંડુ અપરાધી વિરુદ્ધ આ નોટિસ જાહેર કરે છે. જેના દ્વારા તે પોતાના 192 સભ્ય દેશોની જાણકારી આપે છે તે આરોપી જોવા મળે તો તેની ધરપકડ કરી લેવામાં આવે જેનાથી પ્રત્યપર્ણની કાર્યવાહી શરૂ થઈ શકે.

ઈડીના જણાવ્યાં પ્રમાણે પીએનબી ગોટાળાના ખુલાસા બાદ નેહલે દુબઈ અને હોન્ગકોન્ગમાં આવેલી નીરવની કંપનીઓના ડમી નિયામકોના મોબાઈલ નંબરની માહિતી નષ્ટ કરી હતી. તેમણે અન્ય દેશમાં પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. નીરવ હાલ લંડનની જેલમાં છે. ભારતીય એજન્સીઓની અપીલ પર માર્ચમાં તેની ધરપકડ કરાઈ હતી. તેની જામીન અરજી ચાર વખત ફગાવાઈ છે.

X
PNB SCAM: Interpol Arrest Warrant Issues Against Nirav Modi Brother Nehal Modi
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી