ઝારખંડ / મોદીએ કહ્યું- કાયદા અને કોર્ટથી પોતાને ચઢિયાતા સમજનારાઓ જામીન માટે કોર્ટના ચક્કર કાપી રહ્યા છે

PM Modi will be in Ranchi to inaugurate a new Legislative Assembly, and will also launch a 3 National Plan
PM Modi will be in Ranchi to inaugurate a new Legislative Assembly, and will also launch a 3 National Plan
PM Modi will be in Ranchi to inaugurate a new Legislative Assembly, and will also launch a 3 National Plan

  • મોદી રાંચીમાં છૂટક વેપારી પેન્શન યોજના, એકલવ્ય વિદ્યાલય યોજના અને વડાપ્રધાન માનધન યોજનાની પણ શરૂઆત કરશે
  • અલગ રાજ્ય બન્યાના 19 વર્ષ બાદ 39 એકરમાં 465 કરોડના ખર્ચે ઝારખંડ વિધાનસભાનું નવું ભવન બન્યું 
     

Divyabhaskar.com

Sep 12, 2019, 02:30 PM IST

રાંચીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ઝારખંડની રાજધાની રાંચી પહોંચ્યા છે. અહીં તેમને ઝારખંડ વિધાનસભાના નવા ભવનનું ઉદ્ધાટન કર્યુ છે. સાથે જ તેઓ અહીંથી ત્રણ રાષ્ટ્રીય યોજનાઓ છૂટક દુકાનદાર પેન્શન યોજના, એકલવ્ય આવાસીય વિદ્યાલય યોજના અને પ્રધાનમંત્રી ખેડૂત માનધન યોજનાનો પણ પ્રારંભ કર્યો છે. સાથે જ 299 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા સાહિબગંજ મલ્ટી મોડલ પોર્ટનું પણ ઉદ્ધાટન કરશે. મોદી આ પહેલા 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં રાંચી ગયા હતા.

અહીં મોદીએ કહ્યું કે, કાયદા અને કોર્ટથી પોતાની જાતને ચઢિયાતા સમજનારા લોકો જામીન માટે કોર્ટના ચક્કર કાપી રહ્યા છે. જનતાને લૂટનારાઓને તેમની યોગ્ય જગ્યાએ પહોંચાડવાનો સંકલ્પ છે. આ અંગે કામ કરાઈ રહ્યું છે અને ઘણા લોકો ચાલ્યા પણ ગયા છે.

સાહિબગંજ પોર્ટથી વિકાસની નવી તકો ઊભી થશે
મોદીએ કહ્યું કે, દેશના કરોડો ખેડૂતો અને વેપારીઓને પેન્શન આપતી યોજનાઓની શરૂઆત ઝારખંડથી થઈ રહી છે. અમે દેશના તમામ વર્ગોની વૃદ્ધાવસ્થા માટે નવી યોજનાઓ લાવ્યા છીએ. સાહિબગંજ ટર્મિનલ પ્રોજેક્ટ ઝારખંડ જ નહીં દેશભરમાં પોતાની એક ઓળખાણ ઊભી કરશે. જે હલ્દિયા બનારસ જળમાર્ગનો મહત્વનો ભાગ છે. જે ઝારખંડને દેશ અને વિદેશ સાથે જોડશે. જેથી વિકાસની નવી તકો ઊભી થશે.

ઝારખંડના ખેડૂતોના ઉત્પાદન અને તેમના માટે આ ટર્મિનલ ઘણું ફાયદાકાર સાબિત થશે. ચૂંટણીના સમયે મેં કામદાર અને દમદાર સરકાર આપવાનો વાયદો કર્યો હતો. એવી સરકાર જે પહેલા કરતા વધારે કામ કરશે. છેલ્લા 100 દિવસમાં જનતાએ ટ્રેઈલર જોયું છે. ફિલ્મ હજું બાકી છે. અમારો સંકલ્પ હહતો કે મુસ્લિમ મહિલાઓને હક અપાવવો, પહેલા 100 દિવસમાં તેને સુનિશ્વિત કર્યું. આતંકવાદના ખાતમા અને જમ્મુ કાશ્મીરને વિકાસ સાથે જોડવાનો સંકલ્પ પણ પુરો કર્યો

છૂટક દુકાનદાર પેન્શન યોજનાઃ આ યોજના હેઠળ વાર્ષિક દોઢ કરોડથી ઓછો વેપાર કરનારા તમામ દુકાનદારો, છૂટક વેપારીઓ અને સ્વરોજગાર કરનારાઓનું રજિસ્ટ્રેશન થશે. 18 થી 40 વર્ષની ઉંમરના દુકાનદાર આ યોજનાનો લાભ મેળવવા માટે દેશભરના 3.25 લાખ કોમન સર્વિસ સેન્ટર પર રજિસ્ટ્રેશન કરાવી શકે છે. 60 વર્ષની ઉંમર બાદ તેમને દર મહિને 3000 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે.

એકલવ્ય વિદ્યાલય યોજનાઃ વડાપ્રદાન રાંચી ખાતેથી દેશને 462 એકલવ્ય આદર્શ આવાસીય વિદ્યાલયની ભેટ આપશે. ઝારખંડના ભાગમાં 69 શાળાઓ આવી છે. જેમાં 23 શાળાઓ માટે કેન્દ્ર સરકારે 524 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી છે. આ શાળામાં વર્ગ 6થી 12નું શિક્ષણ આપવામાં આવશે.

વડાપ્રધાન ખેડૂત માનધન યોજનાઃ ખેડૂતોને સામાજિક જીવન સુરક્ષા કવચ ઉપલ્બ્ધ કરાવવા માટે માસિક પેન્શનના રૂપમાં વડાપ્રધાન ખેડૂત માનધન યોજનાની શરૂઆત કરશે. આ યોજના હેઠળ 18થી 40 વર્ષની ઉંમરના ખેડૂતોનું રજિસ્ટ્રેશન થશે. 60 વર્ષની ઉંમર પુરી થયા બાદ 3000 રૂપિયાનું માસિક પેન્શન મળશે. જેના માટે ખેડૂતોએ પણ ઉંમર પ્રમાણે નક્કી કરાયેલું પ્રિમીયમ ભરવું પડશે.

સાહિબગંજ મલ્ટી મોડલ પોર્ટઃ પીએમ સાહિબગંજમાં ગંગા નદી પર બનલેા મલ્ટી મોડલ પોર્ટનું ઉદ્ધાટન કરશે. અહીંથી જળમાર્ગ શરૂ થવાથી સાહિબગંજની ઓળખાણ વ્યાપારિક કેન્દ્ર તરીકે થશે. આ પોર્ટને 299 કરોડ રૂપિયાના ખર્ચથી તૈયાર કરવામાં આવ્યો છેય પોર્ટની વાર્ષિક ક્ષમતા 22 લાખ 40 હજાર ટન છે.

19 વર્ષ બાદ બન્યું નવું વિધાનસભા ભવનઃ અલગ રાજ્ય બન્યાના 19 વર્ષ ઝારખંડને વિધાનસભાનું નવું ભવન મળશે. મોદી સચિવાલય ભવનનો પણ શિલાન્યાસ કરશે. 465 કરોડ રૂપિયાના ખર્ચે 39 એકરમાં ગ્રીન બિલ્ડીંગની જેમ નવું વિધાનસભા ભવનનું નિર્માણ કરાયું છે. ત્રણ માળનું આ નવા ભવનમાં દેશનું પહેલું 37 મીટર ઊંચું ગુંબજ છે. બિલ્ડીંગની છત પર ઝારખંડની સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. આ દેશની પહેલી વિધાનસભા હશે જે સમગ્ર રીતે વાઈ ફાઈ કનેક્ટેડ છે. દરેક ટેબલ પર લેપટોપ આપવામાં આવશે. દેશની પ્રથમ પેપર લેસ વિધાનસભા હશે.

X
PM Modi will be in Ranchi to inaugurate a new Legislative Assembly, and will also launch a 3 National Plan
PM Modi will be in Ranchi to inaugurate a new Legislative Assembly, and will also launch a 3 National Plan
PM Modi will be in Ranchi to inaugurate a new Legislative Assembly, and will also launch a 3 National Plan
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી