• Home
  • National
  • PM Modi to inaugurate corridor of November 8, Pakistan has not yet set a date

કરતારપુર / પ્રધાનમંત્રી મોદી 8 નવેમ્બરના કોરિડોરનું ઉદ્ઘાટન કરશે, પાકિસ્તાન તરફથી હજુ તારીખ નક્કી નથી

પાકિસ્તાનના કરતારપુરમાં સ્થિત ગુરુઘર
પાકિસ્તાનના કરતારપુરમાં સ્થિત ગુરુઘર

  1. ભારત તરફથી કરતારપુર કોરિડોરના નિર્માણનું કામ લગભગ પૂર્ણ
  2. આ કોરિડોર પાકિસ્તાનમાં કરતારપુર સાહિબને ગુરદાસપુરના ડેરા બાબા નાનકથી જોડશે
  3. કોરિડોરથી ભારતીય શીખ યાત્રાળુઓને વિઝા વિના પાકિસ્તાન જવાની સુવિધા મળશે

Divyabhaskar.com

Oct 12, 2019, 07:29 PM IST

નવી દિલ્હી/બઠિંડા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8 નવેમ્બરના કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે શનિવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે 8 નવેમ્બરના ઈતિહાસ રચાશે. ગુરુ નાનક દેવજીના આશીર્વાદથી આખરે શીખ પંથને શ્રી કરતારપુર સાહિબના ખુલા દર્શન દિદારનું સૌભાગ્ય પ્રાપ્ત થઇ રહ્યું છે. કરતારપુર કોરિડોરનું કામ લગભગ પૂર્ણ થઇ ગયું છે. આ પહેલા પાકિસ્તાને આ કાર્યક્રમને લઇને કોઇ તારીખ નક્કી ન હોવાની વાત કહી હતી.

એસપીજીસી પ્રધાને કહ્યું- પંજાબ સરકારની જિદ્દ મારી સમજથી બહાર
બીજી તરફ શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક કમિટી (એસપીજીસી) અને પંજાબ સરકાર વચ્ચે ગુરુ નાનક દેવજીના 550માં પ્રકાશ પર્વના કાર્યક્રમને લઇને સહમતિ બનતી દેખાતી નથી. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ, એસપીજીસીના મંચ પરથી શિરોમણી અકાલી દળની રાજનીતિ પ્રભાવી હોવાની આશંકા જણાવી રહ્યા છે જ્યારે એસપીજીસી આ બાબતનો ઇનકાર કરે છે. શનિવારે કમિટીના પ્રધાન ગોવિંદસિંહ લૌંગોવાલે કહ્યું કે હજુ પણ તેઓ કેપ્ટનથી વાત કરવા માટે તૈયાર છે અને ભરોસો જતાવે છે કે સંપૂર્ણ રીતે આ ધાર્મિક કાર્યક્રમ રહેશે. કોઇ પણ પ્રકારના રાજકારણની અનુમતિ આપવામાં નહીં આવે.

કરતારપુર કોરિડોરનું મહત્વ
ભારત-પાકિસ્તાન બોર્ડર પર કરતારપુર માર્ગ પંજાબમાં ગુરદાસપુરથી ત્રણ કિલોમીટરની દૂર છે. આ કોરિડોર પાકિસ્તાનના કરતારપુર સાહિબને ગુરદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનક મંદિરથી જોડશે. તેમાં ભારતીય શીખ તીર્થયાત્રિઓને વિઝા મુક્ત આવનજાવનની સુવિધા મળશે. 1539માં આ જગ્યાએ ગુરુ નાનક દેવે શરીર છોડ્યું હતું. સૂત્રોએ કહ્યું છે કે કરતારપુર કોરિડોર પર કામ 31 ઓક્ટોબર સુધી પૂર્ણ થવાની આશા છે જે ગુરુનાનક દેવની 550મી જયંતીથી પહેલા છે.

X
પાકિસ્તાનના કરતારપુરમાં સ્થિત ગુરુઘરપાકિસ્તાનના કરતારપુરમાં સ્થિત ગુરુઘર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી