ઉદ્ધાટન / કરતારપુર કોરિડોરથી 550 શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો રવાના, મોદીએ ઈમરાન ખાનનો આભાર માન્યો

PM Modi inauguration of the Integrated Check Post of Kartarpur Corridor

  • મોદીએ કહ્યું- હું પાકિસ્તાનના શ્રમિક સાથિયોનો પણ આભાર માનુ છું, તેમણે ઝડપથી કોરિડોરને પૂરો કરવામાં મદદ કરી
  • આ પહેલાં વડાપ્રધાન મોદીએ ડેરા બાબા નાનકમાં અરદાસ કરી, સવારે તેઓ પંજાબના સુલ્તાનપુર લોધી પહોંચ્યા હતા
  • મોદી 500થી વધારે શ્રદ્ધાળુઓને પહેલા જથ્થામાં રવાના કરશે, પાકિસ્તાનમાં તેમનું સ્વાગત ઈમરાન ખાન કરશે

Divyabhaskar.com

Nov 09, 2019, 03:11 PM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પંજાબના ગુરદાસપુરમાં કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન કર્યું છે. તેમણે ડેરા બાબા નાનકમાં આવેલા ચેકપોસ્ટથી 550 શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો રવાના કર્યો છે. મોદીએ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને અન્ય નેતાઓ સાથે લંગરમાં ભોજન પણ કર્યું હતું. તેમણે રેલીમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ડેરા બાબા નાનકમાં કહ્યું કે, કરતારપુર કોરિડોરનું કામ ઝડપથી કરવા માટે હું ઈમરાન ખાનને અભિનંદન આપુ છું. તેમણે કહ્યું કે, હું પાકિસ્તાનના શ્રમિક સાથીયોનો પણ આભાર માનુ છું જેમણે આટલી ઝડપથી તેમના તરફથી કોરિડોરેને પૂરો કરવામાં મદદ કરી છે.

મોદીએ કહ્યું કે, મારુ સૌભાગ્ય છે કે, આજે હું દેશને કરતારપુર સાહિબ કોરિડોર સમર્પિત કરી રહ્યો છું. જેવી અનુભૂતિ તમને દરેકને ‘કાર સેવા’ સમયે થતી હતી તેવી જ મને અત્યારે થઈ રહી છે. હું તમને દરેકને, સમગ્ર દેશને અને સમગ્ર દુનિયામાં રહેતા શીખ ભાઈ-બહેનોને શુભેચ્છા પાઠવું છું.

ગુરુ નાનક દેવ આપણામાં પ્રેરણા પુંજ છે

  • તેમણે કહ્યું છે કે, મારુ સૌભાગ્ય છે કે, આજે હું દેશને કરતારપુર સાહિબ કોરિડોર સમર્પિત કરી રહ્યો છું. જેવી અનુભૂતિ તમને દરેકને ‘કાર સેવા’ સમયે થતી હતી તેવી જ મને અત્યારે થઈ રહી છે. હું તમને દરેકને, સમગ્ર દેશને અને સમગ્ર દુનિયામાં રહેતા શીખ ભાઈ-બહેનોને શુભેચ્છા પાઠવું છું.
  • ગુરુ નાનક દેવજી માત્ર શીખ પંથકની કે ભારતની જ ધરોહર નથી પરંતુ સંપૂર્ણ માનવતા માટે પ્રેરણા પુંજ છે. ગુરુ નાનક દેવ એક ગુરુ હોવાની સાથે સાથે એક વિચાર પણ છે. જીવનનો આધાર છે. તેમણે સલાહ આપી હતી કે, ધર્મ તો આવતો જતો રહેશે પરંતુ સત્ય મૂલ્ય હંમેશા રહેશે. તેમણે સલાહ આપી હતી કે, જો આપણે મૂલ્યોને સ્થાયી રાખીને કામ કરીશું તો સમૃદ્ધિ પણ સ્થાયી રહેશે. કરતારપુરના કણ-કણમાં ગુરુનાનક દેવજીના પરસેવાની મહેક છે.

મોદીએ બેર સાહિબ ગુદુદ્વારામાં માથુ ટેકવ્યુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે ડેરા બાબા નાનક પહોંચ્યા હતા. અહીં તેઓ શીખના પાકિસ્તાનમાં આવેલા તીર્થસ્થળ ગુરુદ્વારા દરબાર સાહિબ અને ભારતમાં આવેલા ડેરા બાબા નાનક સાહિબને જોડતા કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન કર્યું છે. આ પહેલાં તેઓ પંજાબના સુલ્તાનપુર પહોંચ્યા હતા. અહીં તેમણે બેર સાહિબ ગુરુદ્વારામાં માથુ ટેકવ્યું હતું. અહીં શીખ શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો ભારતથી પાકિસ્તાનમાં આવેલા કરતારપુર કોરિડોર પહોંચશે.

ડેરા બાબા નાનકમાં અકાળી નેતા સુખબીર બાદલ, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી, ગુરુદાસપુરથી સાંસદ સન્ની દેઓલે વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. અહીં મોદીએ બજન-કીર્તનમાં ભાગ લીધો હતો. બીજી બાજુ પંજાબના પૂર્વ મંત્રી નવજોત સિંહ સિદ્ધુ કરતારપુર કોરિડોર ટર્મિનલ પહોંચ્યા હતા. અહીંથી તેઓ પહેલાં જથ્થા સાથે કરતારપુર સાહિબના દર્શન માટે પાકિસ્તાન જશે.

મોદી 1 વાગે શ્રદ્ધાળુઓનો જથ્થો રવાના કરશે
મોદી પહેલા જથ્થામાં 500થી વધારે શ્રદ્ધાળુઓને રવાના કરશે અને પાકિસ્તાનમાં તેમનું સ્વાગત ઈમરાન ખાન કરશે. તેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પંજાબના મુખ્યંમત્રી અમરિંદર સિંહ અને કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ જેવા વીઆઈપી પણ સામેલ છે. પાકિસ્તાન સરકારે કહ્યું છે કે, કરતારપુર કોરિડાર ખૂબ સારો રસ્તો છે. 12 નવેમ્બરે શીખોના પ્રથમ ગુરુ ગુરુનાનક દેવની 550મી જયંતી છે. તેના 3 દિવસ પહેલા કોરિડોરનું ઉદ્ધાટન કરવામાં આવી રહ્યું છે. મોદી શનિવારે 12 વાગે કોરિડોરનું ઉદ્ધાટન કરવા બટાલા પહોંચ્યા હતા. ત્યારપછી અહીંથી 7 કિમી દૂર ડેરા બાબા નાનક સાહિબ પહોંચીને એક વાગે શ્રદ્ધાળુઓના પહેલાં જથ્થાને રવાના કરશે.

શ્રદ્ધાળુઓના પહેલાં જથ્થામાં 117 વીઆઈપી
શ્રદ્ધાળુઓના પહેલાં જથ્થામાં પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ, પૂર્વ મંત્રી નવજોત સિંહ સિદ્ધુ, પંજાબ સરકારના મંત્રી સુખજિંદર સિંહ રંધાવા, તૃપ્ત રાજિંદર સિંહ બાજવા, ગુરદાસપુરથી ભાજપના સાંસદ સની દેઓલ સામેલ છે. આ જથ્થામાં 117 વીઆઈપી છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને પાકિસ્તાન સરકાર ખુલ્લી જીપમાં કરતારપુર સાહિબ સુધી લઈ આવવા માટે તૈયાર છે. ભારતે દરેકની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરવા કહ્યું છે.

X
PM Modi inauguration of the Integrated Check Post of Kartarpur Corridor
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી