રક્ષા / ત્રણેય સેનાઓના પ્રભાવશાળી નેતૃત્વ માટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની વ્યવસ્થા શરૂ કરાશે, શા માટે જરુરી છે આ નિર્ણય?

PM Modi announced Chief of Defence Staff post for three defence services

  • 1999માં કારગીલ યુદ્ધ બાદ પહેલી વખત મંત્રીઓની સમિતિએ CDSના પદ માટે ભલામણ કરી હતી 
  • વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત માટે CDSનું પદ મહત્વનું હશે, સેનાની કુશળતામાં વધારો થશે 
     

Divyabhaskar.com

Aug 15, 2019, 03:11 PM IST

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ 73માં સ્વતંત્રતા દિવસે રક્ષા અને સેના માટે મોટી જાહેરાત કરી છે. ગુરુવારે લાલ કિલ્લા પર છઠ્ઠી વખત તિરંગો લહેરાવ્યા બાદ કહ્યું કે, દેશમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના નવા પદની રચના કરવામાં આવશે. જેનાથી આર્મી, વાયુ સેના અને નૌસેનાને એક પ્રભાવશાળી નેતૃત્વ મળી રહેશે. સૈન્ય સેવાઓમાં સુધારો કરવાનું આપણું સપનું પુરુ થશે. 1999માં કારગીલ યુદ્ધ બાદ પહેલી વખત સમિતિએ CDSની ભલામણ કરી હતી.

સમય પ્રમાણે સુધારાની જરૂર હોય છે. સૈન્ય સંસાધનોના સુધારણાઓ પર પણ ઘણી ચર્ચાઓ કરાઈ છે. ઘણા રિપોર્ટ્સ પણ આવ્યા છે. તમામ રિપોર્ટ્સ એક જ સમસ્યાને પ્રકાશ આપી રહ્યા છે. આપણા ત્રણ આર્મી, એરફોર્સ, અને નેવીએ એક સાથે આગળ વધવું જોઈએ. જ્યારે એક દળ એક ડગલું આગળ હોય અને બીજું પાછળ હોય તેવું ન ચાલે. સૌને સાથે મળીને ચાલવું પડશે. આજે હું એક મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરું છું. ચીફ ઓફ ડિફેન્સના પદની રચના કરીશું, જેથી ત્રણેય સેનાઓને એક પ્રભાવશાળી નેતૃત્વ મળશે. સાથે જ ત્રણેય સેનાઓ માટે આપણા સુધારણાનું સપનું પણ પુરું થશે.

CDSની જરૂર શા માટે?
ચીફ ઓફ ડિફેન્સની નિમણૂકથી યુદ્ધ જેવા સંકટની સ્થિતીમાં ત્વરિત નિર્ણય લેવા માટે, તથા વિકલ્પને આગળ વધારવાના ફાયદા અને નુકસાન સાથે તમામ પ્રકારની પરિસ્થિતીનું વિશ્વેષણ કરવામાં મદદ મળશે. ચીફ ઓફ ડિફેન્સ મતભેદોનો નિવેડો પણ લાવશે. ભારતના વિસ્તૃત ભૂમિભાગો, લાંબી સરહદો અને તટરેખાઓને ધ્યાનમાં રાખતા બાહ્ય અને આંતરિક સુરક્ષા પડકારો માટે CDS ખુબ જ જરૂરી છે.

અડવાણીની અધ્યક્ષતામાં સમિતિએ CDSની ભલામણ કરી હતીઃ કારગીલ યુદ્ધમાં ત્રણેય સેનાઓ વચ્ચે કોર્ડિનનની ખામી જણાઈ હતી. ત્યારબાદ સમીક્ષા માટે લાલકૃષ્ણ અડવાણીની અધ્યક્ષતામાં મંત્રીઓની એક સમિતિ પણ બની હતી. તેના રિપોર્ટમાં ત્રણેય સેનાઓની સંયુક્ત કાર્યાલય અને CDS પદ માટે ભલામણ કરવામાં આવી હતી, પરંતુ રાજકીય ઈચ્છા શકિતના અભાવના કારણે આ નિર્ણય અંદાજે 20 વર્ષ સુધી અટક્યો હતો. પહેલી મોદી સરકારમાં રક્ષામંત્રી રહી ચુકેલા મનોહર પર્રિકરે મજબૂતાઈથી CDS પદનું સમર્થન કર્યુ હતું.

X
PM Modi announced Chief of Defence Staff post for three defence services
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી